Income Tax News: વિદેશમાં છુપાવેલી સંપત્તિ કે આવક જાહેર કરવાની તક, FAST-DS સ્કીમ અંગે જાણો

by Gujarati biz news
Income Tax News

Income Tax Newsનવી દિલ્હી- Income Tax News આવકવેરા વિભાગે કરદાતોઓને વિદેશમાં રહેલી જાહેર નહી કરેલી સંપત્તિ અને આવકને જાહેર કરવાની તક આપતી ફોરેન એસેટ્સ ઓફ સ્મોલ ટેક્સપેયર ડિસ્કલોઝર સ્કીમ(FAST-DS) નોટિફાય કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને (Finance Minister Nirmala Sitharaman)બજેટમાં આ વન ટાઈમ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમ આજે એટલે કે 16 ઓગસ્ટથી લાગુ થઈ ચુકી છે અને તેનો લાભ 31 ડીસેમ્બર સુધીમાં લઈ શકાશે.

તે અનુસાર જાહેર નહી કરાયેલી સંપત્તિ અથવા આવકની જાણકારી આપનાર કરદાતાઓને બ્લેક મની સાથે જોડાયેલ કાયદા અનુસાર કેસ અને દંડમાંથી રાહત મળશે. જાહેર કરેલ સંપત્તિ અથવા આવક પર આ કાયદા અનુસાર અલગથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહી.(Income Tax News) તેનો હેતુ એવો છે કે લોકોને પોતાની વિદેશી સંપત્તિની જાણકારી આપવાની તક આપવી, જે આવકવેરા રીટર્નમાં(Income Tax Return) દર્શાવી નથી અથવા દર્શાવી શક્યા નથી.

પાંચ મુદ્દામાં હાઈલાઈટ્સ

(1) આ લોકોને મળશે તકઃ

  • વિદેશ જનાર વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ, ટેક કર્મચારી અને એનઆરઆઈ(NRI) સહિત નાના કરદાતા જેમની વિદેશમાં સંપત્તિ અથવા આવકની જાણકારી રીટર્નમાં બતાવવાનું ભુલી ગયા છે.
  • આ સ્કીમ થકી તેઓ પોતાની સંપત્તિની જાહેરાત કરી શકે છે.

(2) કુલ ટેક્સ 60 ટકા

  • Income Tax News પહેલી શ્રેણીમાં 1 કરોડ રૂપિયા સુધી એવી વિદેશી સંપત્તિ, જેની પહેલા કદાપી જાણકારી આપી નથી.
  • આ સંપત્તિની 31 માર્ચ, 2026ની ફેર માર્કેટ વેલ્યૂના 30 ટકા બરાબર ટેક્સ અને તેટલી જ વધારાની રકમ આપવી પડશે. એટલે કે કુલ ટેક્સ 60 ટકા થશે.

(3) કરોડ સુધી 1 લાખ ફી

  • બીજી શ્રેણીમાં એવી વિદેશી સંપત્તિ જે પહેલાથી ટેક્સ(Tax) ચૂકવેલી આવકમાંથી ખરીદી કરી હોય અથવા એનઆરઆઈ(NRI) દ્વારા હાંસલ કરી હોય પણ રીટર્નમાં બતાવવાની ભૂલી ગયા હોય.
  • જેમાં 5 કરોડ સુધીની સંપત્તિ પર 1 લાખ ફી આપવાની રહેશે. જેનાથી વધુની સંપત્તિ પર આ સુવિધા મળશે નહી.

(4) બ્લેકમનીમાં કોઈ કેસ નહી

  • આ સ્કીમ અનુસાર ટેક્સ અથવા ફી ચૂકવવા પર વધારાનો દંડ નહી લાગે અને બ્લેકમની(Black Money) કાયદા અનુસાર કેસ પણ નહી થાય.
  • જાહેર કરેલ સંપત્તિ અથવા આવકને બ્લેકમની એક્ટ અનુસાર કુલ આવકમાં જોડવામાં આવશે નહી.

(5) ઓનલાઈન જાણકારી આપવાની

  • સીબીડીટી(CBDT) અનુસાર વિદેશી સંપત્તિની જાહેરાત અને તેના પર ટેક્સ અથવા ફીની ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે.
  • જોકે મની લોન્ડ્રીંગ(Money Laundering) સાથે જોડાયલ મામલામાં હાંસલ કરેલી સંપત્તિ આ સ્કીમમાં લાગુ થશે નહી.

  આ પણ વાંચો…

Gold Silver Market: સોનાચાંદીના ભાવ વધુ વધ્યા, આગામી સપ્તાહે મોટી તેજી થશે?

You will also like

Leave a Comment