India Gold Demand 2026: પીએમ મોદીની અપીલની અસર! સોનાની ડિમાન્ડ ઘટી

by Gujarati biz news
India Gold Demand 2026
India Gold Demand 2026

Generated by AI

નવી દિલ્હી- India Gold Demand 2026 સીઝનની સુસ્તી, એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) સોનું ખરીદવાનું ઘટાડવાની અપીલને કારણે સોનાની ડિમાન્ડ પર અસર પડી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટની જાણકારી મુજબ ભારતમાં એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળામાં સોનાની માંગ વાર્ષિક આધાર પર છ ટકા ઘટીને 131.4 ટન રહી છે. વીતેલા વર્ષે આ જ સમયગાળામાં કુલ માંગ 139.7 ટન હતી.(Impact of PM Modi’s appeal! Gold demand fell from April to June, World Gold Council report)

કીમતની દ્રષ્ટિએ સોનાની માંગ રેકોર્ડ સ્તરે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ(World Gold Council report) પ્રમાણે જો કે કીમતની દ્રષ્ટિએ સોનાની માંગ રેકોર્ડ સ્તર પર રહી છે. સોનાના વેચાણ કીમત 1,98,100 કરોડ રૂપિયા રહી છે. જ્યારે 2025ના સમાન ગાળામાં આ રકમ 132,500 કરોડ હતી. જે 2025ના બીજા ત્રિમાસિકગાળાની સરખામણીએ 65,600 કરોડ રૂપિયા વધારે છે. સોનાના ભાવ ઊંચા હોવા છતાં ગ્રાહકો સોનાની ખરીદીને પ્રાથમિકતા આપી રહ્યા છે.

સોનાની કુલ માંગ

India Gold Demand 2026 આગામી ત્રિમાસિકગાળાની સ્થિતિ પર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનું અનુમાન છે કે 2026ના આખા વર્ષ દરિયાન સોનાની માંગ 650-700 ટનની વચ્ચે રહેશે. હાલમાં જીઓ પોલિટિકલ ટેન્શન, વ્યાજ દર અને વધતાં જતાં ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો પણ સોનાની માંગ 650-700 ટનની રેન્જમાં રહેશે.

સોનાના દાગીનાની ડિમાન્ડ ઘટી

જો સોનાના ભાવમાં વધુ ઘટાડો આવે અને એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તો માંગ આ રેન્જની ઉપર પણ જઈ શકે છે. સમીક્ષા કરાયેલ ત્રિમાસિકગાળામાં ભારતમાં સોનાના દાગીના(આભુષણો)ની કુલ માંગ 15 ટકા ઘટી 75.1 ટન રહી છે. જે વીતેલા વર્ષના સમાનગાળામાં આ 88.8 ટન રહી હતી. સીઝનમાં સુસ્તી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને એક્સાઈઝ ડ્યૂટીમાં વધારા સહિત અન્ય કારણોને પગલે સોનાની માંગ ઘટી છે.(India Gold Demand 2026)

પીએમ મોદીની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે મે મહિનામાં દેશની જનતાને ક્રૂડ ઓઈલના ભાવ સતત વધતાં જતા હતા, આયાત ખર્ચ ખૂબ વધી જાય તેમ હોવાથી, તે દરમિયાન વિદેશી હૂંડિયામણ બચાવવાના આશય સાથે જરૂર વગર સોનું ન ખરીદવા અપીલ કરી હતી. બચતના અન્ય વિકલ્પ અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. જો કે કેન્દ્ર સરકારે સોના પર એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. તે વખતે એમ કહેવાતું હતું કે હવે સોનું ગેરકાયદેસર રીતે દેશમાં લાવવામાં આવશે.

સોનાની રોકાણ માંગ પ્રોત્સાહક

ચોરી છૂપીથી કે ગેરકાયદે સોનું બજારમાં પહોંચે તે ચિંતાનો વિષય છે અને ઉદ્યોગ માટે સૌથી મોટુ જોખમ ઉભું કરનાર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ પ્રમાણે અમે આના પર નજર રાખીશું, તેમ કહેવાયું છે. તેમજ સોનામાં રોકાણ માંગ પ્રોત્સાહક રહી છે. સોનાના બિસ્કીટ અને સિક્કાની માંગ વાર્ષિક આધાર પર 9 ટકા વધીને 50.3 ટન રહી છે. જ્યારે વૈશ્વિક સ્તર પર નિકાસ થયા છતાં ગોલ્ડ ઈટીએફમાં 4.2 ટન શુદ્ધ સોનામાં રોકાણ આવ્યું છે.

જૂનું સોનું આપી નવી વસ્તુની ખરીદી

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના(World Gold Council report) આંકડા અનુસાર(India Gold Demand 2026) એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળામાં ભારતમાં જૂનું સોનું આપીને સોનાની નવી વસ્તુ લેવાની માત્રા 17 ટકા ઘટીને 19.2 ટન રહી છે. જે વીતેલા વર્ષના સમાન ગાળામાં તે 23.1 ટન રહી હતી. વર્ષ 2026ના એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળામાં ભારતની કુલ સોનાની આયાત 98.1 ટન રહી છે. જે 2025ના આ જ સમાન ગાળામાં 127.4 ટનની સરખામણીએ 23 ટકા ઘટી છે.

સોનાનો સરેરાશ ભાવ

સોનાની સરેરાશ કીમત(Gold Rate) 4506 ડૉલર રહી હતી, જ્યારે 2025ના સમાન ગાળામાં તે કીમત(Gold Price) 3280 ડૉલર હતી. ભારતમાં એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળા દરમિયાન સોનાનો ભાવ સરેરાશ (એક્સાઈઝ ડ્યૂટી અને જીએસટી સિવાય) 1,50,744 રૂપિયા હતો. જે વીતેલા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 94,875 રૂપિયા હતો.

You will also like

Leave a Comment