અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે અને ત્રીજી ટ્રેડિંગ સેશનમાં તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 166 પોઈન્ટ વધી 78,094 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 66 પોઈન્ટ વધી 24,383 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 117 પોઈન્ટ વધી 57,264 બંધ રહ્યો હતો. શેરબજારમાં ત્રીજા દિવસે તેજી થવાના કારણો? આગામી સપ્તાહ શેરબજારમાં તેજી કેટલી આગળ વધશે? ટેકનિકલ લેવલમાં હવે કયા હર્ડલ પાર કરવાના રહે છે? ટેકનિકલી શેરબજાર(Share Market India) સ્ટ્રોંગ છે કે હજી પ્રોફિટ બુકિંગ આવશે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ વધુ 166 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) સવારે 77,998ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 77,809 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 78,000ની સપાટી કૂદાવીને 78,272 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,094.64 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 166.49 વધ્યો હતો.
નિફ્ટી વધુ 66 પોઈન્ટ પ્લસ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 24,361ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 24,299 થઈ અને ત્યાં ઘટાડે નવી લેવાલી નીકળતાં ઉછળી 24,429 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,383.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 66.45 ઊંચકાયો હતો.
આઈટી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ
આજે શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે શરૂની સામાન્ય નરમાઈ પછી નવી લેવાલી ચાલુ રહેતાં શેરોના ભાવ વધુ વધ્યા હતા. આજે ગુડફ્રાઈડે ગ્રેટ ફ્રાઈડે બની ગયો હતો. મીડિયા, ફાયનાન્સ, ઓટો, રીયલ્ટી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા, બેંક અને એનર્જિ સેકટરના સ્ટોકમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જો કે આઈટીમાં ચાર દિવસની તેજી પછી આજે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. તેમજ એફએમસીજી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
તેજી થવાના કારણો
(1) યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટ યથાવત રાખ્યો છે. જેની અમેરિકાના સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર પડી હતી. ચિપ બનાવતી કંપનીના સ્ટોકમાં હેવી બાઈંગ આવ્યું હતું. પરિણામે ડાઉ જોન્સ 613 પોઈન્ટ ઉછળ્યો હતો અને નેસ્ડક 681 પોઈન્ટ ઊંચકાયો હતો.
(2) એશિયાઈ સ્ટોક માર્કેટમાં પણ વૉલ સ્ટ્રીટની પાછળ તેજીમય વાતાવરણ રહ્યું હતું. મસમોટા ગાબડા પછી કોરિયાનો કોસ્પી આજે 1001 પોઈન્ટ(15.19 ટકા)નો મોટો ઉછાળો નોંધાયો હતો. તેમજ તાઈવાન સ્ટોક માર્કેટનો તેઈપેઈ 3186 પોઈન્ટ(7.39 ટકા) ઉછળ્યો હતો. જેની પાછળ એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં તેજી હતી.
(3) અમેરિકા અને ઈરાન વચ્ચે જૈશે થેની સ્થિતિ છે. નવા હૂમલા થયા નથી, એવા સમાચાર હતા.
(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સ્થિર રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 87.64 ડૉલર અને ક્રૂડ ઓઈલ 83.93 ડૉલર પર ટ્રેડ કરતું હતું.
(5) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત સ્ટ્રોંગ થઈ રહ્યો છે. આજે શુક્રવારે ડૉલર સામે રૂપિયો વધુ 30 પૈસા વધી 95.39 પર રહ્યો હતો,
(6) એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર રહી છે. એફઆઈઆઈએ ત્રણ દિવસમાં કુલ રૂપિયા 7,359 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 273 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 85 પોઈન્ટ વધ્યા હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2068 શેરના ભાવ વધ્યા હતા અને 1255 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.
112 શેરમાં અપર સર્કિટ
93 શેર બાવન વીક હાઈ પર હતા અને 41 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 112 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 64 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
બજાજ ફાયનાન્સ(8.32 ટકા), બજાજ ફિનસર્વ(6.37 ટકા), જિઓ ફાયનાન્સ(3.71 ટકા), એમ એન્ડ એમ(3.33 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(1.85 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ટીસીએસ(2.71 ટકા), ઈટરનલ(2.58 ટકા), ઈન્ફોસીસ(2.18 ટકા), મેક્સ હેલ્થ(2.08 ટકા) અને આઈટીસી(1.42 ટકા)
આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે?
આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ થયું છે. નિફ્ટીમાં લાંબાગાળા માટે 23,800નું સપોર્ટ લેવલ બની ચુક્યું છે. હવે ઉપરમાં 24,150નું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કર્યું છે, જેથી હવે નિફ્ટીમાં 24,500નું નેકસ્ટ રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જો આગામી સપ્તાહે નિફ્ટી 24,500 કૂદાવશે તો 24,800 થવાનો રસ્સો થશે, તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 56,800નું સપોર્ટ લેવલ રહેશે અને 57,600 નું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો 59,000 સુધી જઈ શકે છે. જો કે આગામી સપ્તાહે યુએસ ઈરાન યુદ્ધ અને ક્રૂડના ભાવ પર સતત નજર રાખવી હિતાવહ છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

