Indian oil tanker: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના કેટલા જહાજ ફસાયેલા છે? તે કયારે ભારત આવશે!

by Gujarati biz news
Indian oil tanker
Indian oil tanker

Generated by AI

નવી દિલ્હી– Indian oil tanker ઈરાન યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં તંગદિલી વધી છે. જેને કારણે શિપિંગ ગતિવિધિઓમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે. ઈરાન પાસે આવેલ હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, તેની સાથે અમેરિકાની નાકાબંધી પણ છે. ત્યાંથી તેલ ભરેલા ટેન્કર પસાર થઈ રહ્યા નથી. હાલમાં હોર્મુઝ પર ભારતના ઓઈલ ટેન્કર(Indian oil tanker) જહાજ ફસાયેલા પડ્યા છે.

સુરક્ષાની સ્થિતિ પર નજર

અધિકારીએ વધુમાં કહ્યું હતું કે હોર્મુઝ અને તેની આસપાસની સુરક્ષાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ રસ્તેથી દુનિયાને તેલ મોકલવાનો એક મોટો હિસ્સો પસાર થાય છે. જો સુરક્ષાની સ્થિતિ સારી થશે તો ફસાયેલા જહાજોને ત્યાંથી પસાર કરાશે.

વિદેશ મંત્રાલય સાથે વાતચીત

રોયટર્સના રીપોર્ટ મુજબ અધિકારીના કહેવા મુજબ અમે હોર્મુઝ સ્ટ્રેટમાં લોડિંગ માટે ટેન્કર મોકલવાના સંબધમાં વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી રહ્યા છીએ. ભારત આ ક્ષેત્રમાં જહાજ ત્યારે જ મોકલશે કે જ્યારે આ માર્ગ સંપૂર્ણ સુરક્ષિત છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં હાલ ભારતના 14 જહાજ ફસાયેલા છે.(Indian oil tanker)

કોઈ અનિચ્છનીય ઘટના નથી બની

શિપિંગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે કહ્યું હતું કે ભારતીય ધ્વજવાળા કોઈપણ જહાજ(Indian oil tanker) અથવા ભારતીય ક્રૂ વાળા કોઈપણ વિદેશી જહાજ સાથે જોડાયેલી કોઈ ઘટના સામે આવી નથી.

3300થી વધુ નાવિકો સુરક્ષિત પર આવ્યા

તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે. છેલ્લા 72 કલાકમાં ભારતીય ધ્વજવાળા કોઈ પણ જહાજ અથવા ભારતીય ક્રૂ વાળા કોઈપણ વિદેશી જહાજ સાથે જોડાયેલી કોઈ અનિચ્છનિય ઘટના સામે આવી નથી. છેલ્લા 72 કલાકમાં 404 કોલ અને 903 ઈમેલ મળ્યા છે. મંત્રાલયે ડીજી શિપિંગ દ્વારા 3300થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં મદદ કરી છે. જેમાં 99 લોકો છેલ્લા 72 કલાકમાં પરત આવ્યા છે. પુરા ભારતમાં પોર્ટનું કામકાજ સામાન્ય છે અને કોઈ જગ્યાએ ભીડભાડના સમાચાર નથી.

શિપિંગ રેટમાં ઘટાડો

તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે જે શિપિંગ રેટ વધુ વધારે વધી ગયો હતો. તે હવે થોડો ઘટ્યો છે. 20 ફૂટના કન્ટેનર માટે 2000 અમેરિકી ડૉલર થઈ ગયા છે. જે 15 એપ્રિલે આ રેટ 2400 ડૉલર હતો.

ભારત આયાતી તેલ પર નિર્ભર

અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ બંધ થયા પછી સમુદ્રમાં તંગદિલી વધી હતી. ભારત દુનિયામાં ત્રીજા નંબરે સૌથી મોટો આયાતકાર દેશ છે.(Indian oil tanker) ભારત ખાડી દેશોથી આવનાર કાચા તેલ પર વધુ નિર્ભર છે. જોકે અમેરકા અને ઈરાન વચ્ચે શાંતિ ડીલ થશે પછી તુરંત જ હોર્મુઝ સ્ટ્રેટને ખોલી નાંખવામાં આવશે. જો કે સવારે એવા અહેવાલો હતા કે ટ્રમ્પે કહ્યું છે કે અમે ઈરાન સાથે શાંતિ ડીલ કરવાની બિલકુલ નજીક છીએ.

You will also like

Leave a Comment