અમદાવાદ- Jyeshtha Adhik Maas 2026 આ વર્ષે અધિક માસ 17 મે, 2026ને રવિવારથી શરૂ થશે અને 15 જૂન, 2026ને સોમવારે પૂર્ણ થશે. ‘આ અધિક માસ ‘પુરુષોત્તમ’ જેઠ માસ છે.(Purushottama maas 2026) અધિક માસને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે અધિક માસ. આ મહિનો મોટા ધાર્મિક પર્વ જેવો હોય છે. તેથી તે માસમાં ધાર્મિક કાર્યો કરવા જોઈએ. તેમજ આ અધિક મહિનામાં ‘પુરુષોત્તમ માસ મહાત્મ્ય’ ગ્રંથનું વાંચન કરવું ઉત્તમ મનાય છે. આ વર્ષે બે જેઠ મહિના છે.
અધિક માસ એટલે શું ?
સૂર્ય અને ચંદ્રની યુતિ થવાના સમયથી, અર્થાત્ અમાસથી ફરીવાર આવી યુતિ થાય ત્યાં સુધી, અર્થાત્ આગળના માસની અમાસ સુધીનો કાળ એટલે ‘ચાંદ્રમાસ’ કહેવાય છે. તહેવાર, ઉત્સવ, વ્રતો, ઉપાસના, હવન, શાંતિ, વિવાહ ઇત્યાદિ હિંદુ ધર્મશાસ્ત્રમાંની સર્વ ધાર્મિક કાર્યો ચાંદ્રમાસ પ્રમાણે (ચંદ્રની ગતિ પરથી) નક્કી થયેલી હોય છે. ચાંદ્રમાસના નામો તે માસમાં આવનારી પૂર્ણિમાના નક્ષત્ર પરથી પડ્યા છે, ઉદાહરણ તરીકે ચૈત્ર માસની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્ર હોય છે.
સૌરવર્ષ
ઋતુ સૌરમાસ પ્રમાણે (સૂર્યની ગતિ પરથી) નક્કી થયેલી હોય છે. સૂર્ય અશ્વિની નક્ષત્રથી ભ્રમણ કરીને પાછો તે જ ઠેકાણે આવે છે. તેટલા કાળને ‘સૌરવર્ષ’ કહે છે.
ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો મેળ
‘ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો મેળ બેસે’, તે માટે અધિક માસનું પ્રયોજન! ચાંદ્રવર્ષના 354 દિવસ અને સૌરવર્ષના 365 દિવસ હોય છે. અર્થાત્ આ બન્ને વર્ષોમાં 11 દિવસોનો ફેર હોય છે. ‘આ ફેર બરાબર થાય’, તેમજ ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો મેળ બેસે; તેથી સ્થૂળ રીતે 32॥ (સાડાબત્રીસ) માસ પછી એક અધિક માસ માનવામાં આવે છે. એટલે કે 27થી 35 માસ પછી એક અધિક માસ આવે છે.
પુરુષોત્તમ માસ કેમ કહેવાય છે?
Jyeshtha Adhik Maas 2026 અધિક માસને ‘મળમાસ’ કહે છે. અધિક માસમાં મંગળ કાર્યો કરવાને બદલે વિશેષ વ્રતો અને પુણ્યકારક કાર્યો કરવામાં આવે છે. તેથી તેને ‘પુરુષોત્તમ માસ’, એમ પણ કહે છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અનુસાર શરૂઆતમાં અધિકમાસને અશુભ માનવામાં આવતો હતો. કારણ કે બાકીના મહિનાઓની જેમ આ અધિક મહિનાના કોઈ દેવતા ન હતા. દરેક મહિનાના એક અધિપતિ દેવ હોય છે, પણ અધિક માસ એ પોતાને ઉપેક્ષિત માનતો હતો. કહેવાય છે કે ત્યારે આ અધિક માસ ભગવાન વિષ્ણુની પાસે ગયો અને તેમનું શરણ લીધું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેને સંરક્ષણ આપ્યું. ત્યારથી અધિક માસનું નામ બદલીને પુરુષોત્તમ માસ(Purushottama maas 2026) રાખી દેવામાં આવ્યું હતું. અધિક માસમાં ધાર્મિક કાર્યો કરવાથી અતિ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
અધિક માસ કયા માસમાં આવે છે?
ચૈત્રથી આસો આ સાત માસમાંથી એક માસ ‘અધિક માસ’ તરીકે આવે છે. જો કે ક્યારેક જ ફાગણ માસ ‘અધિક માસ’ તરીકે આવતો હોય છે. કારત્તક, માગશર અને પોષ આ મહિનાઓને જોડીને અધિક માસ આવતો નથી. આ ત્રણ માસમાંથી કોઈપણ એક માસનો ક્ષય માસ થઈ શકે છે. કારણકે આ ત્રણ માસમાં સૂર્યની ગતિ વધારે હોવાથી એક ચાંદ્રમાસમાં તેનાં બે સંક્રમણો થઈ શકે છે. જ્યારે ક્ષય માસ આવે છે, ત્યારે એક વર્ષમાં ક્ષય માસ પહેલાં 1 અને તે પછી 1, આ રીતે 2 અધિક માસ પાસેપાસે આવે છે. મહા માસ અધિક કે ક્ષય માસ તરીકે ક્યારે પણ આવતો નથી. આ વર્ષે અધિક માસ જેઠ મહિનામાં આવે છે, તેને Jyeshtha Adhik Maas 2026 કહીશું.
વ્રતો અને પુણ્યના કાર્યો
Jyeshtha Adhik Maas 2026 અધિક માસમાં વ્રતો અને પુણ્યના કાર્યો કરવાનું ધાર્મિક શાસ્ત્રનાં કહેવાયું છે. પ્રત્યેક માસમાં સૂર્ય એકેક રાશીમાં સંક્રમણ કરે છે. પણ અધિક માસમાં સૂર્ય કોઈપણ રાશીમાં સંક્રમણ કરતો નથી, અર્થાત્ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ હોતી નથી. તેથી ચંદ્ર અને સૂર્યની ગતિમાં ફેર પડે છે અને વાતાવરણમાં પણ ગ્રહણકાળની જેમ પાલટ થાય છે. ‘આ બદલનારા અનિષ્ટ વાતાવરણનું આપણી પ્રકૃતિ પર પરિણામ થાય નહીં, તેથી આ માસમાં વ્રતો અને પુણ્યકારી કાર્યો કરવા’, એવું શાસ્ત્રકારોએ કહ્યું છે.
અનેક ગણુ ફળ મળે છે….
ધાર્મિક રીતે જોઈએ તો(Jyeshtha Adhik Maas 2026) અધિક મહિનામાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. વિષ્ણુ પૂજા, સત્યાનારાયણની કથા, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, દાન પુણ્ય અને એકાદશીનું વ્રત કરવાથી અનેકગણું ફળ મળે છે.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

