Kamal Haasan meets TN CM: થલાપતિ વિજયને મળ્યા કમલ હાસન, છ માંગ મુકી

by Gujarati biz news
Kamal Haasan meets TN CM

Kamal Haasan meets TN CMચેન્નઈ- Kamal Haasan meets TN CM દક્ષિણના દિગ્ગજ એક્ટર કમલ હાસને તમિલનાડુના મુખ્યપ્રધાન વિજય થલાપતિ સાથે મુલાકાત કરી છે. તેમણે સીએમ વિજય સામે છ મહત્ત્વની માંગ રજૂ કરી છે. કમલ હાસને સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન વિજય સાથેના મુલાકાતના ફોટા શેર કર્યા છે. આવો જાણીએ કે કમલ હાસને સીએમ સમક્ષ કઈ માંગ મુકી છે?(Kamal Haasan meets Thalapathy Vijay, puts forward six demands)

સીએમ વિજયને અભિનંદન પાઠવ્યા

અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે 10 મે, 2026ના રોડ તમિલનાડુના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યમાં નવી સરકાર બન્યા પછી કમલ હાસન નવા સીએમ વિજયને મળવા પહોંચ્યા હતા.(Kamal Haasan meets TN CM) કમલ હાસને વિજયને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં તેમણે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છ મહત્ત્વની માંગ મુકી છે અને રાજ્ય સરકારના સમર્થનની જરૂરિયાત પર ભાર મુક્યો છે. જેથી ઈન્ડસ્ટ્રીઝ આજે જે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તે તેમાંથી બહાર આવે.

કમલ હાસને ફોટા શેર કર્યા

સીએમ વિજય સાથે ફોટો શેર કરીને કમલ હાસને લખ્યું છે કે આજે મેં તમિલનાડુના માનનીય મુખ્યપ્રધાન ભાઈ વિજય સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમને શુભકામના આપી છે.(Kamal Haasan meets TN CM) તેમણે તમિલનાડુના વિકાસના કેટલાક સપનાઓ ખૂબ ઉત્સાહ સાથે શેર કર્યા હતા. બેઠક દરમિયાન વિનમ્રતા અને સ્નેહ જોવા મળ્યો હતો, જેનાથી મને ગર્વનો અનુભવ થયો છે. મે તેમને છ મહત્ત્વપૂર્ણ માંગ સોંપી છે અને જણાવ્યું હતું કે હાલના સમયમાં તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીઝને તમિલનાડુ સરકારના સહયોગ અને સમર્થનની બેહદ જરૂર છે. ઈશ્વર કરે કે બધુ સારી રીતે રહે.

બન્ને લોકપ્રિય નેતા- ફેન્સ ખુશ થયા

Kamal Haasan meets TN CM બન્ને ખૂબ લોકપ્રિય હીરોને એક સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. સોશિયલ મીડિયો પોસ્ટ પર ઢગલો કમેન્ટ્સ આવી હતી. કમલ હાસન અને વિજયને સાથે જોઈને એક ફેને લખ્યું હતું કે ભારતીય સિનેમાના બે GOATs એક સાથે. બીજી ફેને લખ્યું હતું કે ગુરુ હમેશા શિષ્યની સફળતા પર ગર્વ કરે છે. ધન્યવાદ સર, આપ એક મહાન ઈન્સાન હૈ.

નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે

હાલમાં જ કમલ હાસને વિજયને તમિલનાડુના સીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તે વખતે લખ્યું હતું કે તમિલ વિજયી લીગના અધ્યક્ષ, માનનીય તમિલનાડુના મુખ્યપ્રધાન, મારા ભાઈ શ્રી વિજયના નેતૃત્વમાં તમિલનાડુ ચમકે. તે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે. હું તેમને હાર્દિક અભિનંદન પાઠવું છું.

You will also like

Leave a Comment