Kishan Credit Card: ફક્ત 4 ટકાના વ્યાજે 5 લાખની લોન, જાણો કેસીસી લેવાની પ્રક્રિયા

by Gujarati biz news
Kishan Credit Card
Kishan Credit Card

Image generated by AI

નવી દિલ્હી- Kishan Credit Card ખેતીમાં ખર્ચ પહેલા થાય છે અને આવક પછી આવે છે. બીજ, ખાતર, દવા અને સિંચાઈ માટે ખેડૂતને સમયસર પૈસાની જરૂર પડે છે. આ સંજોગોમાં વારેઘડીએ કોઈની પાસેથી ઉધાર રકમ લેવી મુશ્કેલ છે. ત્યારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ(KCC) કામમાં આવે છે.

પાક લોનની મર્યાદા વધારી

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂત ખેતી અને તેની સાથે જોડાયેલ જરૂરિયતો માટે બેંકમાંથી લોન લઈ શકે છે. સરકારે કેસીસી દ્વારા પાક લોનની મર્યાદા વધારીને 5 લાખ કરી દીધી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ શું છે?

Kishan Credit Card એ ખેડૂતોને આપવામાં આવે છે. કેસીસીને ખેતી માટે બેંકની એક ક્રેડિટ લિમિટ સમજીએ. બેંક કિસાનની જરૂરિયાત અને ખેતીના હિસાબે એક રકમની મર્યાદા નક્કી કરે છે. તેના પછી ખેડૂત જરૂરિયાત ઉભી થતાં તે રકમની મર્યાદામાં પૈસા ઉપાડી શકે છે. તેનો ઉપયોગ બીજ, ખાતર, કિટનાશર અને ખેતીના અન્ય ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. પશુપાલન, ડેરી અને માછલી પાલન જેવી ગતિવિધીઓ માટે પણ કેસીસીમાંથી વર્કિંગ કેપિટલ મળી શકે છે.

કેસીસીની જરૂરી વિગતો

કિસાન ક્રેડિટ કાર્ડ(KCC)માં લોનની વધુમાં વધુ રકમની મર્યાદા રૂપિયા 5,00,000ની છે. જેમાં સામાન્ય વ્યાજ દર 7 ટકા છે. પરંતુ જો સમય પર રકમની પરત ચુકવણી કરવામાં આવે તો વ્યાજ દર 4 ટકા લાગુ પડે છે. કોઈપણ જાતની જામીન પર કૃષિ લોન રૂપિયા 2 લાખ સુધીની મળે છે. કેસીસીનો ઉપયોગ ખેતી, પશુપાલન, ડેરી અને માછલી પાલન વિગેરે…

કેસીસીમાં કેટલો વ્યાજ દર હોય છે?

Kishan Credit Card (KCC)) અનુસાર શોર્ટ ટર્મ કૃષિ લોન પર સામાન્ય વ્યાજ દર 7 ટકા હોય છે. પણ જો ખેડૂત નક્કી કરેલ સમય પર પૈસા ચૂકવી દે તો તેના પર 3 ટકા ઈન્સેટિવ મળી શકે છે. જેથી વ્યાજ દર 4 ટકા જ લાગુ પડે છે. જો કે આ ફાયદો લોનની પાત્ર રકમ અને નિયમોના હિસાબે મળે છે. એટલા માટે બેંકમાંથી લોન લેતી વખતે વ્યાજ અને બીજી શરતોને સમજી લેવી જરૂરી છે.

Kishan Credit Card લેવાની પ્રક્રિયા

  • જે બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ(KCC) લેવાનું હોય તે બેંકમાં જવું
  • કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ ભરો
  • ઓળખ પત્ર, સરનામુ અને ખેતી સાથેના જરૂરી દસ્તાવેજ જમા કરવા
  • જમીન, ખેતીનો પાક અને ખેતી સાથે જોડાયેલી તમામ જાણકારી આપવી
  • બેંક તમારા દસ્તાવેજ અને ખેતીની જાણકારીની તપાસ કરશે
  • બેંક આપની જરૂરિયાત અનુસાર ક્રેડિટ કાર્ડની મર્યાદા નક્કી કરશે
  • મંજૂરી મળતાની સાથે તમને બેંક કિસાન ક્રેડિટ ઈસ્યૂ કરશે.
  • ત્યાર બાદ નક્કી કરેલ રકમ મર્યાદા અનુસાર પૈસા ઉપાડીને તેનો ઉપયોગ કરી શકો છો.
  • સમય પર લોનની રરમ ચૂકવી દો, જેથી વ્યાજમાં મળનારી રાહતનો ફાયદો મળે.
  • રૂપિયા 5 લાખની લોન કેવી રીતે મળે?

બીજી વખત પણ લોન લઈ શકાય

સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ અનુસાર પાક લોનની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને 5 લાખ કરી છે. જો કે તેનો અર્થ એવો નથી કે દરેક ખેડૂતને સીધી જ રૂપિયા 5 લાખની લોન મળી જાય. બેંક ખેડૂતની જમીન, પાક અને ખેતીની જરૂરિયાત અને ચૂકવણી કરવાની ક્ષમતા ચકાસીને પછી 5 લાખની લોન મંજૂર કરે છે. જો તમે એક વખત લોન લીધી હોય અને તેની ચૂકવણી સમયસર કરી દીધી હોય તો તમે બીજી વખત પણ જરૂરિયાત અનુસાર લોન લઈ શકો છો.

2 લાખ સુધીની લોન પર જામીન નહી

નાના ખેડૂતોને એક વધુ રાહત મળે છે. રૂપિયા 2 લાખ સુધીની કૃષિ લોન માટે સામાન્ય રીતે જામીનની જરૂરિયાત હોતી નથી. એટલે બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પર 2 લાખની લોન લેવી ખૂબ સરળ બની જાય છે. જો કે બેંક તરફથી જરૂરી દસ્તાવેજ અને બેંક જણાવે તે ઔપચારિકતા પુરી કરવાની હોય છે.

કયા ખેડૂતોને કેસીસી મળી શકે છે?

ખેતી કરનાર ખેડૂત KCC માટે અરજી કરી શકે છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. ભાગે આપીને ખેતી કરનાર અને ભાડુવાત ખેડૂતો માટે અન્ય કેટલી શરતો અનુસાર તેઓ પાત્ર બની શકે છે.

પાક ખરાબ થઈ જાય ત્યારે શું?

ખેતી મોસમ આધારિત હોય છે, જેથી તેમાં જોખમ રહેલું હોય છે. પુર આવવું, દુષ્કાળ પડવો અથવા તો કોઈપણ કુદરતી હોનારત પાકને નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને બેંક તરફથી લાગુ રાહતની શરતો અનુસાર લાભ મળી શકે છે. ગંભીર પ્રકારની હોનારતની સ્થિતિમાં વ્યાજ અને લોનની ચૂકવણીમાં પણ રાહત મળતી હોય છે. પરંતુ તે અંગે સરકાર દ્વારા જાહેરાત થવી જોઈએ અને બેંકના નિયમો લાગુ થાય છે.

કેસીસીના ફાયદા શું?

કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતને ખેતીની સીઝનમાં સમય પર પૈસા મળી શકે છે. જેનાથી બીજ, ખાતર અને દવા જેવી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે છે. તેણે શાહૂકાર પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવાની જરૂર રહેતી નથી. સમય અનુસાર લોનની ચૂકવણી કરો તો વ્યાજ દરમાં રાહત અપાય છે. પણ કેસીસીને મફતના પૈસા સમજવા ન જોઈએ. આ બેંકની લોન છે, એટલી જ લોન લેવી જોઈએ કે તે રકમનો હપ્તો સમયસર ચૂકવી શકાય.

You will also like

Leave a Comment