Bank Fixed Deposit Rules: પહેલી ઓકટોબરથી બદલાશે એફડીના નિયમ, RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

by Gujarati biz news
Bank Fixed Deposit Rules
Bank Fixed Deposit Rules

Image Generated by AI

નવી દિલ્હી- Bank Fixed Deposit Rules ભારતીય રીઝર્વ બેંકે(RBI) ફિકસ્ડ ડીપોઝિટ(Bank FD) સાથે જોડાયેલા વ્યાજ દરના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે, જે પહેલી ઓકટોબર, 2026થી પુરા દેશમાં લાગુ થશે. નવા નિયમોનો ઉદેશ્ય બેંકોના વ્યાજ દર વ્યવસ્થાને વધુ પારદર્શી અને એકરૂપ બનાવવાનો છે.

નવી ગાઈડલાઈન્સ

નવી ગાઈડલાઈન્સ અનુસાર બેંક દરરોજ પોતાની વેબસાઈટ પર બલ્ક એફડીના વ્યાજ દર(Bank FD Interest Rates) અપડેટ કરશે. જ્યારે એક જ દિવસે સ્વીકાર કરેલી સમાન રકમ જમા પર તમામ શાખાઓમાં એક જ વ્યાજ આપવું અનિવાર્ય રહેશે. આપને જણાવી દઈએ કે બલ્ક ડીપોઝિટનો અર્થ થાય છે કે 3 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ એક જ રકમની ટર્મ ડીપોઝિટ છે.

સવારે 10 વાગ્યા સુધી અપડેટ કરવું

Bank Fixed Deposit Rules 01 ઓકટોબર, 2026થી બેંકોએ પોતાની વેબસાઈટ પર જમા યોજનાઓ, ખાસ કરીને બલ્ક ડીપોઝિટના વ્યાજ દર કામકાજના દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં અપડેટ કરવાના રહેશે. આરબીઆઈએ તેના માટે વધુમાં વધુ 10 મીનીટનો ગ્રેસ ટાઈમ આપ્યો છે. એટલે કે જાણકારી સવારે 10.10 વાગ્યા સુધીમાં વેબસાઈટ પર જાહેર થઈ જવી જોઈએ અને તે ફરજિયાત છે.

સમાન રકમ, સમાન મર્યાદા અને એક જ દર

સાથે જ આરબીઆઈએ(RBI) એવો પણ નિર્દેશ આપ્યો છે કે એક જ તારીખ પર સ્વીકાર કરાયેલ સમાન રકમ અને સમાન મર્યાદા માટે જમા પર બેંકની તમામ શાખાઓમાં એક જેવા જ વ્યાજ દર લાગુ થશે. એટલે કે બેંકની તમામ શાખાઓ પર વ્યાજ દર અલગઅલગ ન હોવા જોઈએ.

બેંક જાતે જ નિર્ણય લેશે

નવી ગાઈડલાઈન્સ અનુસાર(Bank Fixed Deposit Rules) બેંકોને 3 કરોડ અથવાની તેની વધુની રકમની બલ્ક ડીપોઝિટ પર અલગઅલગ વ્યાજ દર નક્કી કરવાની સ્વતંત્રતા રહેશ. બેંક આ નિર્ણય પોતાની ફંડિંગ પડતર અને લિક્વિડિટી કવરેજ રેશિયો(LCR) ફ્રેમવર્ક અનુસાર લઈ શકશે.

વધુ પારદર્શિતા આવશે

આરબીઆઈના આ નિયમ બલ્ક ડીપોઝિટ સાથે જોડાયેલ છે. જેથી નાના એફડીના રોકાણકારો પર તેની કોઈ અસર થશે નહી. પરંતુ નવી ગાઈડલાઈન્સથી બેંકોના કામકાજ અને વ્યાજ દરમાં વધુ પારદર્શિતા અને એકરૂપતા આવશે.

વ્યાજ દર કોણ નક્કી કરશે?

1997થી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને સ્થાનિક ટર્મ ડીપોઝિટ પર વ્યાજ દર જાતે જ નક્કી કરવાની મંજૂરી આપી છે. જે મુજબ ત્રણ કરોડ રૂપિયાતી ઓછી રકમની રીટેઈલ એફડી પર એક સમાન વ્યાજ દર લાગુ થાય છે. જ્યારે 3 કરોડ કે તેનાથી વધુ રકમની બલ્ક એફડી પર બેંક અલગઅલગ વ્યાજ દર નક્કી કરી શકે છે.

You will also like

Leave a Comment