PPF vs SIP: દર મહિને રૂ.10,000ની બચતથી કયા મોટુ ફંડ જમા થઈ શકે છે? ગણિત સમજો

by Gujarati biz news
PPF vs SIP

મુંબઈ- PPF vs SIP દરેક વ્યક્તિની મહેનતની કમાણીનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું અને તેમાં વધુ વળતર મળી રહે તે માટેનું સ્વપ્ન હોય છે. પરંતુ જ્યારે સુરક્ષિત રોકાણ અને વધુ વળતરની વાત આવે ત્યારે રોકાણકાર મુંઝવણ અનુભવે છે કે કયાં રોકાણ કરું તો મને રોકાણની સુરક્ષા મળે અને સારુ રીટર્ન મળે.

રોકાણના બે ઓપ્શન પર વાત કરીએ

આપણે અત્યારે રોકાણના બે ઓપ્શન પર વાત કરીએ. એક પબ્લિક પ્રોવીડંડ ફંડ(પીપીએફ) અને મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી. જો તમે દર મહિને રૂપિયા 10,000 બચાવીને રોકાણ કરવાની ક્ષમતા ધરાવો છો તો તમારું લક્ષ્ય આગામી 15 વર્ષમાં એક મોટુ ફંડ એકઠું કરવાનું છે. હવે આપણે એ સમજીએ કે આ(PPF vs SIP) બે રોકાણના ઓપ્શનમાં આપણા માટે કયું વેલ્થ ક્રિએટર સાબિત થશે.

પીપીએફ(PPF)

પબ્લિક પ્રોવીડંડ ફંડ(Public Provident Fund) રોકાણકારોની પ્રથમ પસંદ રહી છે. તેનું સૌથી મોટુ આકર્ષણ તેની સરકારી ગેરંટી અને ટેક્સનો લાભ છે. વર્તમાનમાં પીપીએફ પર 7.1 ટકાનું વાર્ષિક વ્યાજ મળે છે.

નિશ્ચિત વળતર મળે

PPF vs SIP જો તમે દર મહિને રૂપિયા 10,000 પીપીએફમાં રોકાણ કરો છો તો દર વર્ષે રૂપિયા 1,20,000 જમા થશે અને 15 વર્ષના અંતે રૂપિયા 18 લાખ જમા થશે. અને 7.1 ટકાનો વ્યાજ દરથી ગણીએ તો તમારા ખાતામાં વ્યાજના રૂપિયા 14.55 લાખ જમા થશે. આમ જ્યારે 15 વર્ષે પીપીએફ મેચ્યોર થાય ત્યારે મુદ્દલ અને વ્યાજ સહિત કુલ રૂપિયા 32.55 લાખ જમા થશે. આ વિકલ્પ એવા લોકો માટે છે કે જેઓ બજારના જોખમથી બચવા માંગે છે અને એક નક્કી કરેલ રકમથી રીટર્ન મળવાની આશા રાખી રહ્યા હોય છે.

એસઆઈપી(SIP)

PPF vs SIP રોકાણનો બીજો ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી(SIP in Mutual Funds). જેને સીસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઈપી) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું રહે છે. અત્યાર સુધીનો ઈતિહાસ એવું કહે છે કે મ્યુચ્યુઅલ ફંડોએ લાંબાગાળાના રોકાણમાં ખૂબ સારુ રીટર્ન આપ્યું છે. જાણકારોના કહેવા પ્રમાણે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ 12થી 15 ટકાનું સરેરાશ વળતર આપ્યું છે.

શેરબજારની તેજીનો આધાર

જો તમે દર મહિને રૂપિયા 10,000ની એસઆઈપી કરો છો તો 18 લાખ રૂપિયા જમા થશે. અને 12 ટકાનું વળતર ગણીએ તો તમારી મેચ્યોરિટીએ રૂપિયા 50.45 લાખ રકમ થાય છે. જો શેરબજારમાં ખૂબ સારી તેજી થાય તો 15 ટકાનું રીટર્ન મળે તો તે રકમ વધીને કુલ રૂપિયા 67.68 લાખ સુધી થઈ શકે છે. જે પીપીએફ કરતાં બમણું ફંડ મળે છે.

બજારના ઉતારચઢાવનું જોખમ

આ બન્ને રોકાણના ઓપ્શનમાં જોખમનું અંતર વધારે છે. પીપીએફમાં તમારુ રોકાણ એકદમ સુરક્ષિત છે જ્યારે એસઆઈપીમાં બજારના ઉતારચઢાવનું જોખમ રહેલું છે. જો કે 15 વર્ષ જેવા લાંબાગાળાના રોકામ માટે બજારનું જોખમ મોટાભાગે ઓછુ થઈ જતું હોય છે. અને તેમાં કમ્પાઉન્ડિંગનો જાદુ મોટા સ્તર પર કામ કરે છે.

બચતનો કયો બેસ્ટ વિકલ્પ?

જો તમારુ લક્ષ્ય કેવળ તમારી મૂડીની સુરક્ષા છે, અને જોખમ ઉઠાવવા નથી માંગતો તો તેના માટે પીપીએફ વધુ સારુ રોકાણ છે. પરંતુ જો તમે મોંઘવારીને હરાવીને અને રીટાયરમેન્ટમાં બાળકોના શિક્ષણ, કે લગ્નપ્રંસગ માટે સંપત્તિ જમા કરવા માંગો છો તો તેમના માટે એસઆઈપી એક બેસ્ટ વિકલ્પ જણાઈ રહ્યો છે.

નિષ્ણાતો શું કહે છે?

નિષ્ણાતોના કહેવા પ્રમાણે રોકાણકારોએ હાઈબ્રિડ મોડલ અપનાવવું જોઈએ. જેનાથી રોકાણનો કેટલોક હિસ્સો પીપીએફમાં અને બાકીનો હિસ્સો એસઆઈપીમાં રોકાણ કરવાનું સૌથી સમજદારીભર્યું પગલું ગણી શકાય. આ રોકાણના બે વિકલ્પ છે, તેમાં નિર્ણય તમારે કરવાનો છે કે મારે શેમાં રોકાણ કરવું છે. પણ રોકાણ કરવાની શરૂઆત તો કરજો જ.

You will also like

Leave a Comment