SBI Investment Schemes: ઓછા જોખમે તગડુ વળતર આપતી એસબીઆઈની 05 યોજના

by Gujarati biz news
SBI Investment Schemes
SBI Investment Schemes

Generated by AI

નવી દિલ્હી- SBI Investment Schemes શું તમારુ લક્ષ્ય લાંબા ગાળા બાદ એક મોટુ ફંડ તૈયાર કરવાનું છે. તેનો ઉપયોગ બાળકોના શિક્ષણ માટે હોય, ઘર ખરીદવા માટે હોય અથવા નિવૃત્તિ બાદની જરૂરિયાત હોય તો તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મ્યુચ્યુઅલ ફંડ અને ડિપોઝીટ્સ યોજનાઓ એક ખૂબ સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.

લાખો કરોડોનું ફંડ

એસબીઆઈની નાની બચત અને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં(SBI Investment Schemes) યોગ્ય રીતે એસઆઈપી અથવા એક જ મોટી રકમનું રોકાણ કરીને આપ કમ્પાઉન્ડિગ દ્વારા કેટલાક વર્ષોમાં સરળતાથી લાખો કરોડનું ફંડ બનાવી શકો છો. આવો આપણે જાણીએ કે ફંડ બનાવવા માટે State Bank of India- SBI એસબીઆઈની સૌથી લોકપ્રિય અને વધુ વળતર આપતી યોજના અંગે.

(1) એસબીઆઈ સ્મોલ કેપ ફંડ(SBI Small Cap Fund)

મોટું ફંડ બનાવવા માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે. એસબીઆઈનું આ ફંડ નાની અને ખૂબ ઝડપથી વધતી કંપનીઓમાં રોકાણ કરે છે. આ એવા રોકાણકારો માટે યોગ્ય છે કે જે થોડુ વધારે જોખમ લઈને 7થી 10 વર્ષનું લક્ષ્ય રાખે છે. આ ફંડે લાંબી મર્યાદામાં સરેરાશ 15 ટકાથી 20 ટકા સુધીનું વળતર આપ્યું છે. જો આપ તેમાં દર મહિને રૂપિયા 5,000ની એસઆઈપી કરો છો તો 15 ટકા હિસાબે સરરાશ વળતર માનીને ચાલીએ તો 15 વર્ષમાં તમારી જમા રકમ 9 લાખ રૂપિયાથી વધીને અંદાજે 33.8 લાખનું ફંડ બની શકે છે.

(2) એસબીઆઈ કોન્ટ્રા ફંડ(SBI Contra Fund)

આ કોન્ટ્રા ફંડ એવી કંપનીઓમાં પૈસાનું રોકાણ કરે છે કે જે હાલમાં માર્કેટ ટ્રેડથી અલગ હોય અથવા તો પોતાના યોગ્ય વેલ્યૂએશનથી નીચે ટ્રેડ કરતી હોય. આ ફંડે વીતેલા વર્ષોમાં સૌથી વધુ સારુ પ્રદર્શન કર્યું છે અને સ્થિર વળતર આપ્યું છે. જે રોકાણકાર બજારના ચઢાવ-ઉતારને સંભાળી શકે અને 5થી 8 વર્ષમાં મોટું વેલ્થ ક્રિએટ કરવા ઈચ્છે છે તેઓ આ વિકલ્પ પસંદ કરવો જોઈએ.(SBI Investment Schemes)

(3) એસબીઆઈ લાર્જ એન્ડ મિડકેપ ફંડ( SBI Large & Midcap Fund)

જો આપ જોખમ અને વળતરની વચ્ચે સંતુલન ઈચ્છતાં હોય તો આ ફંડ એક ઉત્તમ વિકલ્પ રહી શકે છે. આ ફંડના પૈસા ભારતની ટોપ 100 મોટી કંપનીઓ(લાર્જ કેપ) અને ઉભરતી હોય તેવી મધ્યમ કંપનીઓ(મીડકેપ)માં રોકાણ કરે છે. મોટી કંપનીઓ આપના પોર્ટફોલિયોને સ્થિરતા આપે છે, જ્યારે મીડકેપ કંપનીઓ ઝડપથી ગ્રોથ આપીને ફંડની વેલ્યૂ વધારે છે.

(4) એસબીઆઈ પીપીએફ યોજના(SBI Public Provident fund- PPF)

જો આપ કોઈપણ જોખમ લેવા માંગતી નથી તો આ યોજના સુરક્ષિત અને ટેક્સ બચાવાની સાથે મોટુ ફંડ બનાવે છે. એસબીઆઈમાં પીપીએફ ખાતુ ખોલાવીને રોકાણ કરી શકો છો. જેમાં સરકાર દ્વારા નક્કી કરેલ વ્યાજ દરે વ્યાજ જમા આવે છે. EEE કેટેગરીમાં રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટી વખતે પુરી રકમ ટેક્સ ફ્રી થાય છે. જો આપ દર વર્ષે વધુમાં વધુ 1.50 રૂપિયા(મહિને રૂપિયા 12,500) રોકાણ કરવા માંગો છો. તો 15 વર્ષની મેચ્યોરિટી પર આપને લગભગ 40.6 લાખ ગેરંટેડ રકમ મળે છે.

(5) એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી(SBI Amrit Vrishti Fixed Deposit)

જો આપ શેરબજારમાં જોખમ લેવા માંગતા નથી અને ઓછા સમયમાં નક્કી કરેલ વળતરની સાથે ફંડ વધારવા માંગો છો. તો આપે એસબીઆઈની આ વિશેષ ફિક્સ્ડ ડીપોઝિટ સ્કીમ ખૂબ લોકપ્રિય છે. તેની સમયમર્યાદા 444 દિવસની હોય છે. નાગરિકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા સુધીનું આકર્ષક વ્યાજ મળે છે. એક જ મોટી રકમનું રોકાણ કરીને 1-2 વર્ષમાં સુરક્ષિત રીતે ફંડ વધારવા માટેનો સારો વિકલ્પ છે.

મોટું ફંડ બનાવવા માટેની ટિપ્સ

નાની ઉમરમાં શરૂઆત કરો- રોકાણની શરૂઆત ઝડપથી કરો. કમ્પાઉન્ડિંગનો જાદુ તમારી નાની રકમના રોકાણને મોટા ફંડનું સ્વરૂપ આપશે.

વાર્ષિક સ્ટેપ અપ- જેમ જેમ તમારી સેલરી વધતી જાય કે આવક વધતી જાય તેમ તેમ આપ દર મહિનાની એસઆઈપીની રકમમાં 5-10 ટકાનો વધારો કરતાં જાવ.

લાંબા ગાળા માટે રોકાણ કરો- મ્યુચ્યુઅલ ફંડમાં શોર્ટ ટર્મના ઉતાર ચઢાવથી ગભરાઈને રોકાણ કરવાનું બંધ ન કરશો. ઓછામાં ઓછા 10થી 15 વર્ષનું લક્ષ્ય રાખીને આગળ વધો.

Disclaimer: અત્રે આપને માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણ અંગે કોઈ ટિપ્સ આપતાં નથી, પણ આપ રોકાણ કરો તો નિષ્ણાતની સલાહ લઈને કરવું. શેરબજારમા રોકાણ જોખમને આધીન હોય છે.

You will also like

Leave a Comment