અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત પાંચમાં દિવસે ઘટાડો રહ્યો હતો. સતત પાંચમાં દિવસે લૉ લેવલ પર વેલ્યૂ બાઈંગ આવ્યું હતું અને ઘટાડો ઓછા થયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 281 પોઈન્ટ ઘટી 77,728 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 78 પોઈન્ટ ઘટી 24,287 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 6 પોઈન્ટ સુધરી 57,497 બંધ થયો હતો. શેરબજારમાં લો લેવલથી રીકવરી આવવા પાછળ 7 કારણો? કાલે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે તો કાલે શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવશે? ટેકનિકલી માર્કેટ ટ્રેન્ડ કેવો છે? શું કાલે માર્કેટની ટ્રેડિંગ રેન્જ તૂટશે? સપોર્ટ લેવલ નથી તૂટ્યા તો કાલે (Share Market India) તેજી થશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 281 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,892ના સામાન્ય નીચા મથાળે ખૂલીને ભારે વેચવાલી ફરી વળતાં વધુ ઘટી 77,453 થઈ અને લો લેવલ પર નવી લેવાલી નીકળતાં ઉછળી 77,928 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,728.16 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારના બંધ સેન્સેક્સની સરખામણીએ 281.09નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 78 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,343ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 24,226 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 24,360 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,287.65 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારની સરખામણીએ 78.35નો ઘટાડો દર્શાવે છે.
મેટલ અને રીયલ્ટી શેરોમાં નવી લેવાલી
આજે સોમવારે સપ્તાહનો પ્રથમ દિવસ હતો. સવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ નીચા મથાળે જ ખુલ્યા હતા. શરૂમાં વેચવાલીનો દોર ચાલુ જ રહ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી વેલ્યૂ બાઈંગ આવતાં રીકવરી આવી હતી. સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 475 પોઈન્ટની રીકવરી દર્શાવે છે. આજે રીલાયન્સ, એક્સિસ બેંક અને એચડીએફસી બેંકમાં નવી લેવાલીથી રીકવરી ઝડપી આવી હતી. તેની સાથે મેટલ અને રીયલ્ટી સેકટરના શેરોમાં પણ નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. તો સામે આઈટી સેકટરના શેરોમાં વેચવાલીથી આઈટી ઈન્ડેક્સ 549 પોઈન્ટ(1.75 ટકા) તૂટ્યો હતો.
રીકવરી આવવાના પોઝિટિવ કારણો
(1) છેલ્લા પાંચ દિવસથી લો લેવલ પર વેલ્યૂ બાઈંગ જોવાયું છે, જેને કારણે મોટો ઘટાડો અટક્યો છે. જેને પગલે શેરબજાર એક ટ્રેડિંગ રેન્જમાં અથડાયું છે.
(2) મેટલ, બેંક અને રીયલ્ટી શેરોમાં નવી લેવાલીથી ઝડપી રીકવરી આવી હતી.
(3) આજે સવારથી એશિયાઈ સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા.
(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતો સ્થિર થઈ ગઈ છે. સામાન્ય વધઘટ રહ્યા કરે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ક્રૂડ 90 ડૉલર નીચે છે, ત્યાં સુધી પોઝિટિવ ટોન છે.
(5) ભારતનું ફોરેક્સ રીઝર્વ 7 ઓગસ્ટે પુરા થયેલા સપ્તાહમાં 14.14 બિલિયન ડૉલરનો સાપ્તાહિક મોટો વધારો જોવાયો હતો, છેલ્લા આંકડા પ્રમાણે ભારતનું ફોરેક્સ રીઝર્વ 707 બિલિયન ડૉલર રહ્યું છે.
(6) ભારતીય કંપનીઓના કવાર્ટર વનના ઓવરઓલ અર્નિંગ ધારણા કરતાં પ્રોત્સાહક રહ્યા છે અને સેકન્ડ કવાર્ટરના પરિણામ પણ વધુ પ્રોત્સાહક રહેશે. દેશમાં આગાહી કરતાં વધુ સારુ ચોમાસુ પ્રગતિ કરી રહ્યું છે.
(7) એફઆઈઆઈની ફરીથી લેવાલી શરૂ થઈ છે. 14 ઓગસ્ટે એફઆઈઆઈએ રૂપિયા 580 કરોડની ખરીદી કરી હતી. જેને પગલે તેજીવાળા ખેલાડીઓ દરેક ઘટાડે નવી ખરીદી કરવા દોડી આવે છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 34 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 70 પોઈન્ટ પ્લસ હતા. તેમ છતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1683 શેરના ભાવ વધ્યા હતા. તો સામે 1825 શેરના ભાવ ઘટ્યા હતા.
122 શેરમાં અપર સર્કિટ
127 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 96 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 122 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 142 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
હિન્દાલકો(1.98 ટકા), તાતા સ્ટીલ(1.36 ટકા), એચડીએફસી લાઈફ(1.33 ટકા), ઓએનજીસી(0.88 ટકા) અને એક્સિસ બેંક(0.81 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
એચસીએલ ટેકનોલોજી(2.57 ટકા), ઈન્ફોસીસ(2.51 ટકા), સન ફાર્મા(2.49 ટકા), ટીસીએસ(2.02 ટકા) અને નેસ્લે(1.94 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
પાંચ દિવસના ઘટાડા પછી કાલે બજારમાં પ્રત્યાઘાતી સુધારો આવી શકે છે. કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી શોર્ટ સેલરની કાપણી આવશે તો ઝડપી ઉછાળો આવશે. પોઝિટિવ બાબત એ છે કે પાંચ દિવસના ઘટાડા પછી પણ સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સપોર્ટ લેવલ તૂટ્યા નથી. જેથી બજાર વધુ સ્ટ્રોંગ રહ્યું છે. સેન્સેક્સમાં 77,500, નિફ્ટીમાં 24,250 અને બેંક નિફ્ટીમાં 57,200ના સપોર્ટ લેવલ છે. જ્યારે ઉપરમાં સેન્સેક્સમાં 78,300, નિફ્ટીમાં 24,500 અને બેંક નિફ્ટી 57,900 ના રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો બજારમાં ઝડપી તેજી થઈ શકે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

