Stock Market India: બે દિવસના ઘટાડાને બ્રેક, સેન્સેક્સ 443 પોઈન્ટ ઉછળ્યો, કાલે તેજી આગળ વધશે?

નિફ્ટી 24,000 ઉપર સ્ટ્રોંગ ક્લોઝિંગ

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે દિવસના ઘટાડા પછી આજે સુધારો આવ્યો હતો. બ્લૂચિપ શેરોમાં નીચા લેવલે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 443 પોઈન્ટ વધી 76,922 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 140 પોઈન્ટ વધી 24,005 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 490 પોઈન્ટ વધી 58,033 બંધ હતો. આજના ટોપ ફાઈવ બિગ ન્યૂઝ(Top News Today) જાણીશું. શેરબજારમાં તેજી આવવાના કયા કારણો? દેશભરમાં ચોમાસાની સારી પ્રગતિથી તેજી આવી છે? કાલે શેરબજારમાં તેજી આગળ વધશે? નિફ્ટી 24,000 ઉપર બંધ છે, જે સ્ટ્રોંગ ક્લોઝિંગ દર્શાવે છે? ટેકનિકલી બજાર(Share Market India) કેટલું સ્ટ્રોંગ છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 443 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 76,545ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 76,538 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 77,110 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,922.64 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 443.97નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 140 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,897ના ઊંચા ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 23,895 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી વધી 24,049 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,005.85 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 140.10નો ઉછાળો દર્શાવે છે.

આઈટી ઈન્ડેક્સ 529 પોઈન્ટ તૂટ્યા

બે દિવસના ઘટાડા પછી આજે બુધવારે સવારે(Stock Market India) બજાર મજબૂત ખૂલ્યું હતું, અને બ્લૂચિપ શેરોમાં લો લેવલ પર વેલ્યૂ બાઈંગ નીકળતાં ઉછાળો આવ્યો હતો. રીયલ્ટી, એફએમસીજી, મીડિયા, ઓટોમોબાઈલ અને પીએસયુ બેંક શેરોમાં નવી લેવાલીથી મજબૂતાઈ આવી હતી. જો કે સામે આઈટી શેરોમાં ધૂમ વેચવાલી ચાલુ રહી હતી. આઈટી ઈન્ડેક્સ આજે વધુ 529 પોઈન્ટ તૂટ્યો હતો. મેટલ અને ફાર્મા શેરોમાં પણ વેચવાલીથી નરમાઈ હતી.

નવી લેવાલી આવવાના કારણો

(1) યુએસ ઈરાન વચ્ચે તંગદિલી સર્જાઈ છે. પણ છેલ્લા 24 કલાકમાં કોઈ જ હૂમલા થયા નથી. જે પોઝિટિવ સમાચાર પાછળ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં નવું બાઈંગ રહ્યું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 71.92 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટીને 68.46 ડૉલર પર ટ્રેડ કરતું હતું. જેને કારણે ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું હતું.

(3) ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ થઈ રહી છે. અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપભેર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના 20થી વધુ રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.

(4) તેજીવાળા ખેલાડીઓએ અને રોકાણકારોએ બ્લૂચિપ શેરોમાં નીચા લેવલે નવી ખરીદીની તક ઝડપી હતી. જેથી આજે ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી થઈ હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

મીડકેપ ઈન્ડેક્સ 211 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 67 પોઈન્ટ પ્લસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1852 શેરના ભાવ વધ્યા હતા અને 1473 શેરના ભાવ ઘટ્યા હતા.

119 શેરમાં અપર સર્કિટ

137 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 54 શેર બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 119 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 84 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ઈટરનલ(5.82 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(3.52 ટકા), નેસ્લે(3.40 ટકા), એશિયન પેઈન્ટ(3.01 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(2.99 ટકા)

ટોપ લુઝર્સ

એચસીએલ ટેકનોલોજી(3.40 ટકા), ટેક મહિન્દ્રા(3.18 ટકા), ટીસીએસ(2.45 ટકા), હિન્દાલકો(1.80 ટકા) અને તાતા સ્ટીલ(1.63 ટકા)

કાલે શેરબજાર કેવું રેહશે?

શેરબજારમાં(Stock Market India) કાલે પણ તેજી આગળ વધશે. દરેક ઘટાડે નવી લેવાલી જળવાશે. ઈરાન યુએસના કોઈ નેગેટિવ ન્યૂઝ ન આવે તો સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. આજે નિફ્ટી ફરીથી 24,000ને પાર થયો છે. હવે પછી નિફ્ટી 24,200 વટાવશે તો 24,500 થશે. સેન્સેક્સ 77,200 કૂદાવશે તો 78,000 થશે અને બેંક નિફ્ટી 58,300 કૂદાવશે તો 59,000 થઈ શકે છે.

You will also like

Leave a Comment