અમદાવાદ- Shukra Gochar 2026 જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહએ કુંડળીમાં પ્રેમ, સુંદરતા અને સંપન્નતાનો કારક માનવામાં આવે છે. આ રાશિ અથવા નક્ષત્ર પરિવર્તનથી તમામ 12 રાશિઓના જાતકો પર સીધી અસર પડે છે. જાતકની કુંડળીમાં જ્યારે શુક્ર ગ્રહ ઉચ્ચનો થાય ત્યારે તેને દરેક પ્રકારની સુખ સુવિધા અને પ્રેમ મળે છે. પરંતુ જ્યારે આ ગ્રહ નેગેટિવ થાય ત્યારે તેવા જાતકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને 4 જુલાઈ, 2026ના રોજ શુક્ર ગ્રહ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.
ખુશીઓનું આગમન
શુક્ર ગ્રહનું સિંહ રાશિમાં ગોચર(Shukra Gochar 2026) 4 જુલાઈ, 2026ને સાંજે 7 વાગ્યેને 18 મિનીટ પર થશે. તે પછી 1 ઓગસ્ટ, 2026 સુધી તે સિંહ રાશિમાં રહેશે.(Venus enters Leo 2026) શુક્રના આ પરિવર્તનથી તમામ 12 રાશિઓને વધતાં ઓછા અંશે અસર થશે. પણ આ ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફાર અને ખુશીઓનું આગમન થશે. આવો જાણીએ કઈ રાશિઓને શુક્ર ગ્રહના ગોચરથી વિશેષ લાભ મળશે.
મેષ રાશિઃ મેષ રાશિના(Aries) જાતકો માટે શુક્ર ગ્રહનું ગોચર(Shukra Gochar 2026) પાંચમાં ભાવમાં થશે. તે શિક્ષા, પ્રેમ અને બુદ્ધિ સાથે સંકળાયેલ છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. પ્રેમ સંબધોમાં મધુરતા આવે અને જે લોકો લગ્ન ઈચ્છુક છે તેમના જીવનમાં કોઈ ખાસનો પ્રવેશ થાય અથવા તો લગ્ન સંબધ નક્કી થાય. તેમજ તમારી આવકમાં પણ વધારો થશે.
કર્ક રાશિઃ શુક્રનું આ ગોચર કર્ક રાશિના(Cancer) જાતકોને બીજા ભાવમાં થાય છે. તે ઘન અને વાણી સાથે જોડાયેલ છે. તે તમારી આર્થિક સ્થિતિ સુધારશે. નોકરી શોધતા હોય તેમને ઈચ્છિત સફળતા મળે. રચનાત્મક ક્ષત્રો સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ અનુકૂળ છે અને કર્ક રાશિના લાકોને અલગ ઓળખ પણ પ્રસ્થાપિત થશે.
સિંહ રાશિઃ સિંહ રાશિ(Leo) માટે આ શુક્રનું ગોચર(Shukra Gochar 2026) લગ્નભાવમાં થાય છે. જેનાથી વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે. જે લોકો નવો વેપાર ધંધો શરૂ કરવા માંગે છે તેમને માટે આ સમય શુભ અને યોગ્ય છે.
તુલા રાશિઃ તુલા રાશિના(Libra) સ્વામી શુક્ર છે અને આ ગોચર દરમિયાન તે લાભ ભાવમાં રહેશે. આ સ્થિતિમાં નવી આવકના સ્ત્રોત ખૂલે. કેટલાક લોકો નોકરીને સાથે સાથે નવો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. પહેલા અટકેલ ઘન સંપત્તિ પરત મળવાની સંભાવના છે. શેરબજારમાં રોકાણ કરતાં હોય તો તેમાં લાભ મળી શકે છે.
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

