
સેન્સેક્સ 26 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,632ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 78,942 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 78,203 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,520.30 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 26.76નો સુધારો દર્શાવે છે.
નિફ્ટી 11 પોઈન્ટ સુધર્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,391ના ઊમચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં નવી લેવાલીથી વધુ ઉછળી 24,480 થઈ અને ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતાં ઘટી 24,241.25 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,364.85 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 11.30નો સુધારો દર્શાવે છે.
શેરબજારમાં સુધારો આવવાના કારણો
(1) યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાશે, તેવા આશાવાદ પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ અને ભારતીય શેરબજારમાં નવી લેવાલી આવી હતી. પરિણામે શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ હતું. પરંતુ હક્કીત કંઈક અલગ જ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા પહેલા તંગદિલી વધી છે. આજ સાંજ સુધી અમેરિકાનું ડેલિગેશન ઈસ્લામાબાદ પહોંચી રહ્યું છે. પણ ઈરાન તરફથી કોઈ સમાચાર નથી. વળી ઈરાને શાંતિ મંત્રણા પહેલા બે માંગ મુકી દીધી છે, જેથી યુએસ વચ્ચે કટોકટી વધુ ઘેરી બની છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધું છે. જે તમામ નેગેટિવ ફેકટર છે.
(2) એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં નવી લેવાલી શરૂ કરી છે. સંળગ ત્રણ ટ્રેડિંગ સેશન દરમિયાન એફઆઈઆઈ નેટ બાયર થઈ છે. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર હતી. 17 એપ્રિલે એફઆઈઆઈએ રૂપિયા 683 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, આમ ત્રણ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 4,600 કરોડની ખરીદી કરી છે.
(3) બેંક અને ફાયનાન્સિયલ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક ટોપ ગેઈનર્સ હતા. એક્સીસ બેંક પણ તેજીનો કરંટ હતો. બેંક નિફ્ટીમાં પણ ઉછાલો આવ્યો હતો. જેને પગલે ઓવરઓલ શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ હતું.
ડાઉ જોન્સ ફ્યુચર માઈનસ
આજે સોમવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસમાં ખૂલ્યા હતા અને વધુ વધ્યા હતા. જો કે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં ખૂલ્યા હતા. બપોરે 3 વાગ્યે ડાઉ જોન્સ ફ્યુચર 295 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.
ક્રૂડ ઓઈલમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હતા. બપોરે 3 વાગ્યે ક્રૂડ ઓઈલ 4.91 ડૉલર(5.86 ટકા) વધી 88.77 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ ઘટીને 83.85 ડૉલર થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 4.38 ડૉલર(4.76 ટકા) વધી 94.69 ડૉલર પર ટ્રેડ કરતો હતો.
રૂપિયો તૂટ્યો
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા ઘટી 93.08 પર ટ્રેડ કરતો હતો. સવારે બજાર ખૂલ્યું ત્યારે ડૉલર સામે રૂપિયો 92.70 થયો હતો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે સોમવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1262 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2045 સ્ટોકના ભાવ ઘટ્યા હતા. 131 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 8 શેર બાવન વીક લો પર બંધ હતા. 116 શેરમાં અપર સર્કિટ અને 66 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાયા હતા.
ટોપ ગેઈનર્સ
ટ્રેન્ટ(3.10 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.80 ટકા), એસબીઆઈ(2.20 ટકા), એશિયન પેઈન્ટ(1.87 ટકા) અને એનટીપીસી(1.21 ટકા).
ટોપ લુઝર્સ
જિઓ ફાયનાન્સ(2.98 ટકા), હિન્દાલકો(2.49 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(1.53 ટકા), લાર્સન ટુબ્રો(1.39 ટકા) અને એચડીએફસી લાઈફ(1.25 ટકા).

