Stock Market India: શેરબજાર ટ્રેડિંગ રેન્જમાં અથડાયું, કાલે બ્રેકઆઉટ આવશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1 પોઈન્ટ સુધરી 77,186 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 5 પોઈન્ટ ઘટી 24,072 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 175 પોઈન્ટ ઘટી 57,582 બંધ થયો હતો. શરૂમાં બાઈંગ આવ્યું અને ટ્રેડિંગ સેશનના મધ્યભાગે પ્રોફિટ બુકિંગ આવતાં ભાવ ઘટયા હતા. શેરબજારમાં કેમ નિરાશાનો માહોલ સર્જાયો? પ્રોફિટ બુકિંગ આવવાના કયા કારણો? ટ્રેડિંગ રેન્જમાં રહ્યા પછી હવે ટેકનિકલ લેવલ શું કહે છે? Share Market India ટ્રેડરો અને ઈન્વેસ્ટરો સાવચેત થયા કેમ?

જૂઓ વીડિયો…. 

સેન્સેક્સ 1.44 સુધર્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,388ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધી 77,579 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી 77,086 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,186.87 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 1.44નો સુધારો દર્શાવે છે.

નિફટી 5.75 ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,142ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધી 24,186 થઈ અને પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 24,050 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,072.75 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 5.75 ઘટ્યો હતો.

ટ્રેડિંગ રેન્જમાં અથડાયું

આજે ગુરુવારે શેરબજાર મજબૂત લેવલ પર ખૂલ્યું હતું. શરૂમાં સામાન્ય બાઈંગ આવ્યું હતું. પણ તેજીના નવા કારણોનો અભાવ હતો. જેથી ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ આવી હતી અને શેરોના ભાવ ઘટ્યા હતા. બેંક, રીયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. તો સામે કન્ઝ્યુમર ડ્યૂરેબલ, આઈટી, મીડિયા અને ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં સામાન્ય લેવાલી હતી. જેથી મોટાભાગે માર્કેટ ફલેટ રહ્યું હતું.

પ્રોફિટ બુકિંગ આવવાના કારણ

(1) કોરિયામાં સેમીકન્ડક્ટર ઈક્વિટી શેરોમાં વેચવાલી હતી. એઆઈ ટ્રેડને લઈને ચિંતા વધી છે. જેથી આજે કોરિયન સ્ટોક માર્કેટનો કોસ્પી 463 પોઈન્ટ(6.80 ટકા) તૂટ્યો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સમાં 1,980 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. તાઈવાનનો તેઈપેઈ અને ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ પણ ગબડ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. બપોરે યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 60 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. પરિણામે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(2) યુએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 100 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ લાવવા કહ્યું છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદનાર દેશ પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. જેને પગલે ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

(3) ટ્રમ્પે ઈરાનને પણ ધમકી આપી હતી કે આગલા સપ્તાહે અમેરિકા ઈરાન પર વધુ અને ભીષણ હૂમલા કરશે. હાલ હોર્મુઝ બંધ છે. જેથી શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ હતું.

(4) એફઆઈઆઈની વેચવાલી ચાલુ થઈ છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 15 જુલાઈએ એફઆઈઆઈએ 735 કરોડની ચોખ્ખું વેચાણ કર્યું હતું. આમ એફઆઈઆઈના પ્રેશરને કારણે પણ નવી લેવાલી અટકી ગઈ હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ 256 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 19 પોઈન્ટ માઈનસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1547 શેરના ભાવ વધ્યા હતા અને 1776 શેરના ભાવ ઘટ્યા હતા.

96 સ્ટોકમાં અપર સર્કિટ

87 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 46 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 96 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 85 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચસીએલ ટેકનોલોજી(1.86 ટકા), ઈન્ડિગો(1.82 ટકા), વિપ્રો(1.75 ટકા), મારૂતિ (1.52 ટકા) અને બજાજ ફાયનાન્સ(1.49 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ઈટરનલ(3.00 ટકા), એસબીઆઈ લાઈફ(2.27 ટકા), બજાજ ફિનસર્વ(0.95 ટકા) બીઈએલ(0.90 ટકા) અને એચડીએફસી બેંક(0.87 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે શુક્રવાર સપ્તાહનો અંતિમ દિવસ છે. હાલ શેરબજારમાં સાવચેતીનો મૂડ છે. ટ્રેડરો અને રોકાણકારો નવા ટ્રેડ કરવાથી દૂર રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અને હોર્મુઝ ખાડી બંધ છે. જેને પગલે ભારતીય શેરોમાં નવી લેવાલી અટકી છે. મોટાભાગે ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ વધુ થઈ રહ્યા છે. નિફ્ટી 23,800 અને 24,200ની રેન્જમાં અથયાઈ રહ્યો છે. ટેકનિકલી માર્કેટ ભલે સ્ટ્રોંગ હોય પણ નિફ્ટી ઉપરના લેવલ કૂદાવી શકતું નથી, જે નબળાઈ છે. દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવી જાય છે. જો કે કાલે પણ સાવધાની રૂપી કામકાજ જોવા મળશે. ટૂંકી વધઘટમાં બજાર અથડાશે. ટેકનિકલી નિફ્ટી 24,200 કૂદાવશે તો નવી તેજી થવાની શક્યતા છે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment