Stock Market India: ઈરાન સાથે મંત્રણા કરવા ટ્રમ્પ તૈયાર, સેન્સેક્સમાં 1263 પોઈન્ટનો ઉછાળો, ક્રૂડ ઓઈલ ઘટ્યું

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. ઈરાન સાથે શાંતિ મંત્રણા કરવા ટ્રમ્પ તૈયાર થતાં વિશ્વના સ્ટોક માર્કેટમાં ઉછાળો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલના(Crude Oil) ભાવ ઘટી 100 ડૉલરની નીચે જતાં તેની પોઝિટિવ અસર પડી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1263 પોઈન્ટ વધી 78,111 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 388 પોઈન્ટ વધી 24,231 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 696 પોઈન્ટ વધી 56,301 બંધ હતો. માર્કેટ કેપમાં 9 લાખ કરોડનો વધારો થયો હતો. આગામી દિવસોમાં તેજી આગળ વધશે? શેરબજાર(Share Market India) ઘટે તેવા કયા કારણો છે? શોર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ થયો છે. મીડીયમ અને લોંગ ટર્મ ટ્રેન્ડ કેવો છે? ટેકનિકલી શેરબજાર કેવું રહેશે?

જૂઓ વીડિયો….

શેરબજાર ખૂલતા લાઈવ અપડેટ….

ઈરાન સાથે ફરીથી વાતચીત શરૂ કરાશે, એવા અમેરિકાના સ્ટેટમેન્ટ પછી વિશ્વના શેરબજારમાં ઉછાળો આવ્યો છે. ભારતીય શેરબજાર પણ ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં(BSE Sensex) 1423 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને એનએસઈ નિફ્ટી ઈન્ક્સ(NSE Nifty) 438 પોઈન્ટ ઊંચકાયો હતો. ઈરાન યુદ્ધ મુદ્દે અમેરિકા ફરીથી વાતચીત કરવા તૈયાર થતાં દુનિયાભરના શેરબજારોમાં નવા વિશ્વાસનું વાતાવરણ જોવાયું હતું અને શેરોની જાતે-જાતમાં નવી લેવાલી આવી હતી.

સેન્સેક્સમાં 1423 પોઈન્ટનો ઉછાળો

બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) આગલા બંધ 76,847ની સામે આજે સવારે 9.15 કલાકે 77,981ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. અને શરૂમાં સડસડાટ વધીને 78,270ની હાઈ બનાવી હતી. જે ઈન્ટ્રાડેમાં 1423 પોઈન્ટનો ભારે ઉછાળો દર્શાવે છે. સવારે 9.33 કલાકે સેન્સેક્સ 1139 પોઈન્ટ(1.49 ટકા)ના ઉછાળા સાથે 77,976 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટી 438 પોઈન્ટ ઊંચકાયો

એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) આગલા બંધ 23,842ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. જે શરૂમાં વધુ વધી 24,280ની હાઈ બનાવી હતી. જે ઈન્ટ્રાડેમાં 438 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. સવારે 9.35 કલાકે નિફ્ટી 330 પોઈન્ટ(1.37 ટકા) ઉછળી 24,168 પર ટ્રેડ કરી રહ્યો હતો.

બેંક નિફ્ટીમાં ભડકો

નિફ્ટી બેંક(Bank Nifty) 783 પોઈન્ટ(1.41 ટકા) ઉછળી 56,388 પર ટ્રેડ કરતો હતો. મીડકેપ ઈન્ડેક્સ(Midcap Index) 1029 પોઈન્ટ(1.79 ટકા) ઉછળી 58,542 પર ટ્રેડ કરતો હતો.

માર્કેટકેપમાં 7 લાખ કરોડ કરતાં વધુનો વધારો

શેરબજાર(Stock Market India) ખૂલતાની સાથે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 7 લાખ કરોડ કરતાં વધુનો વધારો નોંધાયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં 7 લાખ કરોડ વધ્યા હતા.

Stock Market Indiaઅમેરિકન સ્ટોક માર્કેટમાં તેજી

ગત મોડી રાતે યુએસ ડાઉ જોન્સ 317 પોઈન્ટ ઉછળી 48,535 બંધ રહ્યો હતો. યુએસ નેસ્ડેક 455 પોઈન્ટ(1.96 ટકા) ઉછળી 23,639 પર બંધ થયો હતો. તેમજ યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 80 પોઈન્ટ પ્લસમાં હતો. તેની પાછળ આજે સવારે એશિયાના સ્ટોક માર્કેટ પ્લસ ખૂલ્યા હતા. જાપાનનો નિક્કી 460 પોઈન્ટ(0.77 ટકા), હોંગકોંગનો હેંગસેંગ 263 પોઈન્ટ(1.02 ટકા), તાઈવાનનો તેઈપેઈ 593 પોઈન્ટ(1.63 ટકા), કોરિયાનો કોસ્પી 174 પોઈન્ટ(2.93 ટકા), સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ 24 પોઈન્ટ(0.49 ટકા), જાકાર્તાનો ઈન્ડેક્સ 9 પોઈન્ટ(0.13 ટકા) અને ચીનનો શાંઘાઈ 14 પોઈન્ટ(0.37 ટકા) ઉછળ્યા હતા.

ક્રૂડ ઓઈલ ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. આજે બુધવારે સવારે 9.41 કલાકે ક્રૂડ ઓઈલ ઘટી 90.98 ડૉલર પર ટ્રેડ કરતો હતો. અને બ્રેન્ટ ક્રૂડ ઘટી 95.13 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

ડૉલર સામે રૂપિયો મજબૂત

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આજે સવારે 9.42 કલાકે 22 પૈસા વધી 93.17 પર ટ્રેડ કરતો હતો.(Stock Market India) જેથી ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી અને રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એક તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી

અમેરિકા અને ઈરાન ફરીથી વાતચીત કરવા માટે ટેબલ પર આવશે તેવા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી શાંતિ સ્થપાશે, તેવી આશા ઉભી થઈ હતી. તેમજ ક્રૂડ ઓઈલ સતત બીજા દિવસે પણ ઘટ્યું હતું. અમેરિકાએ ઈરાના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી કરી છે. જેને કારણે હવે મિડલ ઈસ્ટમાં તેલનું ઉત્પાદન કરતાં દેશોમાંથી સપ્લાય શરૂ થવાની ધારણાએ ક્રૂડ ઘટ્યું હતું. અને આજે દુનિયાભરના શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ થયું હતું. નવા વિશ્વાસનું વાતાવરણ હતું. આથી નવી લેવાલી આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એનએસઈમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં ઈન્ડિગો, મેક્સ હેલ્થકેર, લાર્સન ટુબ્રો, હિન્દાલકો, ટીસીએસ, ઈન્ફોસીસ, એચડીએફસી લાઈફ, શ્રી રામ ફાયનાન્સ, ઈટરનલ અને તાતા મોટર પેસેન્જર વ્હીકલ હતા.

You will also like

Leave a Comment