US India 2026: રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, ઈરાન અને હોર્મુઝ પર 40 મીનીટ કરી વાત

by Gujarati biz news
US India 2026
US India 2026

FILE PIC

નવી દિલ્હી- US India 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે આજે 40 મીનીટ સુધી વાત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે લાંબી વાતચીત ઈરાન સાથેના સીઝફાયર પછી થઈ છે. એટલે આ વાતનું ખૂબ મહત્ત્વ છે. તાજેતરમા પાકિસ્તાનના ઈસ્લાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. તે પછી ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો.

સીઝફાયર પછી પહેલી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઈ છે.(US India 2026) રીપોર્ટ અનુસાર પીએમ મોદીએ ટ્રમ્પ સાથે 40 મીનીટ સુધી વાત કરી છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ઈરાન સીઝફાયર(યુદ્ધ વિરામ) પછી આ પહેલી વાતચીત છે. વડાપ્રધાન મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમય થઈ છે કે જ્યારે ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પુરી રીતે બ્લોક કરવાની જાહેરાત કરી છે.

અમેરિકા ભારતને પ્રેમ કરે છે

ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આ વાતચીત અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું હતું કે અમે એવું કહેવા માંગીએ છીએ કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.(US India 2026)

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફોન પર વાચચીતની જાણકારી આપતાં કહ્યં છે કે આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલ મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. તે ઉપરાંત બન્નેની વચ્ચે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ કહ્યું છે કે આ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલી અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર જોર આપ્યું છે.

https://x.com/narendramodi/status/2044062678654824455?s=20

પીએમ મોદીનું ટ્વીટ

પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે, “મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો. અમે વિભિન્ન ક્ષેત્રોમાં અમારી દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી હતી. અમે તમામ ક્ષેત્રોમાં વ્યાપક વૈશ્વિક રણનીતિ ભાગદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી અને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પર ભાર આપ્યો છે.”

ઈસ્લામાબાદ શાંતિ મંત્રણા નિષ્ફળ

અત્રે નોંધનીય છે કે(US India 2026) ઈરાન સીઝફાયર પછી પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. ઈસ્લામાબાદમાં પાકિસ્તાન, અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓએ 21 કલાક સુધી ચર્ચાઓ કરી હતી. પણ તમામ પ્રયત્નોનું કોઈ જ પરિણામ આવ્યું ન હતું.

આ પણ વાંચો….

Islamabad talk failed: અમેરિકા ઈરાન વચ્ચેની વાતચીત કેમ નિષ્ફળ ગઈ? શું હવે ફરી યુદ્ધ એ જ વિકલ્પ….

You will also like

Leave a Comment