US China News: ટ્રમ્પે કહ્યું કે ચીન ઈરાનને શસ્ત્રો ન મોકલવા સંમત થયું છે, હોર્મુઝનો રસ્તો ખૂલશે

by Gujarati biz news
US China News

US China Newsવૉશિંગટન- US China News અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે((US President Donald Trump) ચીન માટે પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની વાત કહી છે. તેમણે કહ્યું હતું કે ચીન પણ આ વાતથી ખુશ થશે રે હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ(Strait of Hormuz) હમેશા માટે ખોલી રહ્યો છું. તેમણે દાવો કર્યો હતો કે ચીન એ વાતે સંમત થયું છે કે તેઓ ઈરાનને હથિયાર નહી મોકલે.(Trump says China has agreed not to send weapons to Iran, Strait of Hormuz will open)

અમેરિકા લડવામાં પાવરધું છે

યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જ્યારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને(Chinese President Xi Jinping) મળશે ત્યારે તેઓ મને ગળે મળશે. તેમણે એમ કહ્યું કે આ કામ લડાઈ ઝગડાથી વધુ સારું છે. જો કે તેમણે ચીનને ચેતવણી આપીને કહ્યું હતું કે અમેરિકા લડવામાં ખૂબ જ પાવરધું છે, ગમે ત્યારે અને ગમે તે સ્થળે. ટ્રમ્પનું આ નિવેદન તેમના ચીનના પ્રવાસ પહેલા આવ્યું છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગ મને ખૂબ જોરથી ગળે મળશે

US China News ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, “ચીન આ વાતથી ખૂબ જ ખુશ થશે કે મેં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને હમેશા માટે ખોલી રહ્યો છું. હું આ તેમના માટે પણ કરી રહ્યો છું અને પુરી દુનિયા માટે પણ. આવી સ્થિતિ ફરીથી કયારેય નહી આવે. તેઓ આ વાત પર સહમત થયા છે કે તેઓ ઈરાનને હથિયાર નહી મોકલે. જ્યારે હું કેટલાક સપ્તાહ પછી ત્યાં પહોંચીશ તો રાષ્ટ્રપતિ શી જિનપિંગ મને ખૂબ જોરથી ગળે મળશે. અમે સાથે મળીને ખૂબ સમજદારીથી અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છીએ. શું આ લડાઈ ઝગડાથી વધુ સારું નથી? પણ એ યાદ રાખવું જોઈએ તો જો જરૂર પડશે તો અમે લડાઈમાં ખૂબ જ પાવરધા છીએ, અન્ય લોકો કરતા પણ વધુ સારી રીતે!!! રાષ્ટ્રપતિ ડીજેટી”

ટ્રમ્પ મે મહિનામાં ચીનના પ્રવાસે

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 14-15 મેના રોજ ચીનના પ્રવાસે જનાર છે. આ તેમના બીજા કાર્યકાળની પહેલી ચીન પ્રવાસ છે. ટ્રમ્પ માર્ચમાં ચીન જવાના હતા. પણ ઈરાન યુદ્ધને કારણે તેમનો પ્રવાસ મુલતવી રખાયો હતો. આ સત્તાવાર પ્રવાસમાં ટ્રમ્પની સાથે તેમના પુત્ર એરિક ટ્રમ્પ અને વહુ લારા ટ્રમ્પ પણ સામેલ થશે.(US China News) મનાઈ રહ્યું છે કે ટ્રમ્પના આ પ્રવાસથી અમેરિકા-ચીન સંબધો મજબૂત બનશે તે ઉપરાંત પોતાનો વ્યવસાય પણ આગળ વધારવા પર ભાર આપશે.

ચીને આરોપો ફગાવ્યા

ટ્રમ્પે(US China News) ચીન પર ઈરાનને હથિયાર આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન ઈરાનને એન્ટી એરક્રાફ્ટ મિસાઈલો આપી છે. ટ્રમ્પે ઈરાનને હથિયાર સપ્લાય કરવા માટે ચીન પર 50 ટકા વધારાનો ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. ચીને આ તમામ આરોપો ઉપજાવી કાઢેલા અને આધારહીન ગણાવ્યા હતા. ચીની વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે જો અમેરિકા આ આરોપોના આધાર પર ટેરિફ વધારશે તો ચીન તેની જવાબી કાર્યવાહી કરશે.

આ પણ વાંચો….

US India 2026: રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, ઈરાન અને હોર્મુઝ પર 40 મીનીટ કરી વાત

You will also like

Leave a Comment