
Image Generated by AI
મુંબઈ- Your Millionaire Child આ નાણાકીય અનિશ્ચિતતાના દોરમાં આપના બાળકને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આ જ કારણસર કેટલાય લોકો બાળકનો જન્મ થાય ત્યારથી રોકાણનું પ્લાનિંગ(Investment Planning) શરૂ કરી દે છે. તેના માટે જરૂરી નથી કે મોટી શરૂઆતમાં જ ખૂબ મોટી રકમનું રોકાણ કરવું જોઈએ. યોગ્ય રોકાણ, લાંબા ગાળાનું રોકાણ અને કમ્પાઉન્ડિંગની તાકાતથી નાની રકમથી પણ આપ મોટુ ફંડ બનાવી શકો છો. હવે અમે આપને બાળકને કેવી રીતે કરોડપતિ બનાવશો? તે અંગેના રોકાણના વિકલ્પ અને રોકાણનું પુરું ગણિત સમજાવીશું.
બાળકનો જન્મ
માની લો કે આપના ઘરે બાળકનો જન્મ થયો. આપની પાસે હવે પુરા 18 વર્ષ છે. જો તમે દર મહિને એક નિશ્ચિત રકમ એસઆઈપીમાં(SIP) લગાવો છો અને સરેરાશ 10, 12 અથવા 15 ટકા વાર્ષિક વળતર મળે છે. તો કેટલા પૈસાનું ફંડ બની શકે છે. તે પણ સમજીએ.
(1) એક કરોડ માટે દર મહિને કેટલું રોકાણ કરવું જોઈએ?
Your Millionaire Child 18 વર્ષમાં કુલ 216 મહિના આવે છે. 1 કરોડ રૂપિયાનું લક્ષ્યને પામવા માટે મહિને આટલી એસઆઈપી હોવી જોઈએ.
(એ) જો તમારે 10 ટકા રીટર્નની ધારણા રાખો તો દર મહિને રૂપિયા 17,487નું રોકાણ કરવું પડે. આ હિસાબે તમારુ કુલ રોકાણ રૂપિયા 37.77 લાખ થયા અને 18 વર્ષે 10 ટકા વળતર સાથે કુલ ફંડ રૂપિયા 62.23 લાખ થાય.
(બી) જો તમે 12 ટકા રીટર્નની ગણતરી કરીને ચાલો તો આપે દર મહિને રૂપિયા 14,184નું રોકાણ કરવું પડે. આપનું કુલ રોકાણ રૂપિયા 30.64 લાખ થયું. 18 વર્ષે 12 ટકા વળતર સાથે આપનું કુલ ફંડ રૂપિયા 69.36 લાખ થાય.
(સી) હવે આપે 15 ટકા વળતરની અપેક્ષા રાખી હોય તો દર મહિને રૂપિયા 10,298નું રોકાણ કરવું પડે. આમ કુલ રોકાણ રૂપિયા 22.24 લાખ થાય અને 18 વર્ષના અંતે 15 ટકા વળતર સાથે કુલ ફંડ 77.76 લાખ થાય.
વધુ રીટર્નની ધારણા ન રાખવી
Your Millionaire Child અહીંયા એક વાત સમજી લેવાની જરૂર છે કે 15 ટકાનું વળતર માનીને ચાલવું વધુ લાલચનું અનુમાન છે. (Stock Market India) શેરબજાર આધારિત રોકાણમાં વળતર નક્કી હોતું નથી. એટલા માટે પ્લાન બનાવતી વખતે વધુ રીટર્ન માનીને ચાલવું ઠીક નથી.
(2) 12 ટકા રીટર્ન પર રૂપિયા 10,000ની એસઆઈપી પર કેટલા રૂપિયા મળે?
હવે આપણે બીજુ ઉદાહરણ જોઈએ. માની લો કે આપના ત્યાં બાળકનો જન્મ થયો, જન્મથી દર મહિને રૂપિયા 10,000નું રોકાણ કરો છો અને આ રોકાણ 18 વર્ષ સુધી ચાલુ રાખો છો તો સરેરાશ 10 ટકા રીટર્નની ગણતરી કરીએ તો અંદાજે 57.2 લાખ રૂપિયાનું ફંડ ભેગુ થશે. જો 12 ટકા રીટર્ન મળે તો અંદાજે 70.5 લાખ રૂપિયા થાય. તેમજ 15 ટકા સરેરાશ રીટર્ન મળે તો કુલ રૂપિયા 97.1 લાખનું ફંડ જમા થાય. એટલે કે ફક્ત રૂપિયા 10,000ની માસિક એસઆઈપીથી(SIP) 18 વર્ષમાં 1 કરોડની બિલકુલ નજીક આપ પહોંચી જશો.
(3) 12 ટકા રીટર્ન ગણીએ તો કેટલું ફંડ જમા થાય?
આપ સરેરાશ 12 ટકા રીટર્નની ગણતરી કરીને ચાલો તો દર મહિને રૂપિયા 5,000ની એસઆઈપી હોય તો 18 વર્ષમાં તમારું કુલ રોકાણ 10.80 લાખ થાય. અને 18 વર્ષ પછી 12 ટકાના વળતરથી ગણીએ તો લગભગ રૂપિયા 35.3 લાખનું ફંડ જમા થાય. હવે જો આપ રૂપિયા 15,000ની માસિક એસઆઈપી કરો છો તો 12 ટકાના રીટર્નથી 18 વર્ષના અંતે અંદાજિત 1.06 કરોડનું ફંડ મળે છે.
(4) બાળક 5 વર્ષનું થઈ ચુક્યું છે તો?
એવા ઘણા કિસ્સા હોય છે કે બાળક 5 વર્ષનું થઈ ગયું છે અને હવે મારે પ્લાનિંગ કરવું છે તો શું… તો આપની પાસે 18 વર્ષની ઉંમરમાંથી હવે 18માંથી 5 બાદ કરો તો 13 વર્ષ રોકાણના રહ્યા છે. 12 ટકા સરેરાશ રીટર્નની ગણતરી કરીને ચાલીએ તો 1 કરોડના ફંડ માટે આપે દર મહિને રૂપિયા 28,200ની એસઆઈપી કરવી પડે છે. સમય ઘટ્યો હોવાથી એસઆઈપી રોકાણની રકમમાં વધારો થઈ ગયો છે.
(5) મારે નાની જ એસઆઈપી કરવી છો તો શું?
મોટી એસઆઈપી કરવા માટે હું શક્તિમાન નથી, મારી આવક ઓછી છે. તો આપ નાની રકમની એસઆઈપીથી શરૂ કરી શકો છો. રૂપિયા 1,000 અને રૂપિયા 2,000ની પણ આપ એસઆઈપી કરી શકો છો. માની લો કે આપ દર મહિને રૂપિયા 1,000ની એસઆઈપીથી રોકાણ કરો છો, અને તે 18 વર્ષ સુધી કર્યું છે. તો 12 ટકાના સરેરાશ રીટર્નથી ગણીએ તો અંદાજે રૂપિયા 7.6 લાખનું ફંડ બનાવી શકો છો. હવે જો આપ રૂપિયા 2,000ની એસઆપી દ્વારા રોકાણ કરો છો, તો 18 વર્ષ બાદ કુલ રૂપિયા 15.2 લાખનું ફંડ ઉભું થાય છે.
(6) પૈસા કયા રોકાણ કરશો?
Your Millionaire Child લાંબા સમય સુધીના રોકાણનું લક્ષ્ય છે તો એ હિસાબે રોકાણની પદ્ધતિ એ પ્રમાણે પંસદ કરવી જોઈએ. 18 વર્ષનો સમયગાળો છે તો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી એક વિકલ્પ હોઈ શકે છે. પરંતુ તેમાં બજારનું જોખમ રહેલું હોય છે. જેમ જેમ બાળક 18 વર્ષની નજીક પહોંચે ત્યારે પુરા પૈસા ઈક્વિટી રાખવા યોગ્ય નથી, લક્ષ્યના કેટલાક વર્ષ પહેલા ધીરે ધીરે રકમને ઓછા જોખમવાળા વિકલ્પોમાં શિફ્ટ કરવા જોઈએ.
(7) એસઆઈપીની રકમ વધારતા જાવ
બીજો વિકલ્પ એ છે કે દરેક વર્ષે આપની શક્તિ મુજબ એસઆઈપીની રકમ વધારતા જાવ. ધારોકે આપે માસિક રૂપિયા 5,000ની એસઆઈપીની શરૂઆત કરી છે, તો આપની સેલરી દર વર્ષે 5 ટકાના હિસાબે વધે તો તે પાંચ ટકાની એસઆઈપી વધારતા જશો તો તમારુ જંગી ફંડ ઉભા થતા કોઈ આપને રોકી શકશે નહી.
Disclaimer: અહીંયા આપેલ માહિતી આપની જાણકારી માટે છે. અત્રે રોકાણ કરવાની કોઈ જ ટિપ્સ અપાતી નથી. રોકાણ કરો તો પહેલા આર્થિક નિષ્ણાતની સલાહ લેવી.

