
Image Generated by AI
નવી દિલ્હી- Mutual Fund SIP Return મ્યુચ્યુઅલ ફંડમાં લાખોની સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યા છે. નિશ્ચિત સમયમાં સારુ એવું રીટર્ન પણ મળી રહ્યું છે. હાલમાં જ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયાએ એટલે કે એમ્ફીએ ઓગસ્ટ 2026ના ડેટા જાહેર કર્યા છે. તેનાથી ખબર પડે છે કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઈનફ્લો(રોકાણ) 19 ટકા વધીને 29,328 કરોડ રૂપિયા થયું છે. જે જુલાઈમાં 24,697 કરોડ રહ્યું હતું. આવનાર દિવસોમાં એસઆઈપી દ્વારા રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
સૌથી વધુ રીટર્ન આપનાર ફંડના નામ
હવે આપણે એવા ત્રણ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની વાત કરવા જઈએ છીએ કે જેમણે વીતેલા ત્રણ વર્ષમાં પોતાના રોકાણકારોને 18.3 ટકા સુધીનું મોટુ રીટર્ન આપ્યું છે. તેના નામ છે (1) એક્સિસ મલ્ટીકેપ (2) આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી કેપ અને (3) કોટક મલ્ટી કેપ ફંડ છે. શું તમે પણ આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો. તો તમે પોર્ટફોલિયો ચેક કરી લેજો. આવો આપણે રીટર્ન સહિત અન્ય જાણકારી મેળવવીએ.
18.3 ટકા સુધીનું રીટર્ન
Mutual Fund SIP Return સૌથી પહેલા આપણે એક્સિસ મલ્ટીકેપ ફંડની વાત કરીએ. તેનો હાલનો એનએવી(નેટ એસેટ વેલ્યૂ) 21.06 રૂપિયા છે. જેમાં ઓછામાં ઓછુ 100 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેણે પોતાના પાત્ર રોકાણકારોને વીતેલા ત્રણ વર્ષમાં 18.3 ટકા રીટર્ન આપ્યું છે.
14.9 ટકા રીટર્ન
હવે આઈસીઆઈસીઆઈ પ્રડેન્શિયલ મલ્ટી કેપ ફંડની વાત જાણીએ. તેની નેટ એસેટ વેલ્યૂ 958.24 રૂપિયા છે. તેમાં ઓછામાં ઓછા 5,000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી કેપે છેલ્લા ત્રણ વર્ષમાં 14.9 ટકા રીટર્ન આપ્યું છે.
14.8 ટકા રીટર્ન
Mutual Fund SIP Return ત્રીજુ અને આખરી ફંડ છે કોટક મલ્ટી કેપ ફંડ. તેની નેટ એસેટ વેલ્યૂ 21.433 રૂપિયા છે. જેમાં તમે ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. કોટક મલ્ટી કેપ ફંડે છેલ્લા ત્રણ વર્ષમાં 14.8 ટકાનું રીટર્ન આપ્યું છે. તેમજ વીતેલા છેલ્લા ત્રણ મહિનામાં 3.1 ટકા, 6 મહિનામાં 7.2 ટકા અને એક વર્ષમાં 4.7 ટકા રીટર્ન આપ્યું છે. આ તમામ આંકડા 9 સપ્ટેમ્બર, 2026 સુધીના છે.
ત્રણેય મ્યુચ્યુઅલ ફંડોની AUM
એક્સિસ મલ્ટી કેપની એયુએમ 10,973 કરોડ રૂપિયા છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મલ્ટી કેપ ફંડની એયુએમ 18,769 કરોડ છે, જ્યારે કોટક મલ્ટી કેપ ફંડની ટોટલ એયુએમ 29,274 કરોડ રૂપિયા છે.
Disclaimer: અત્રે આપેલી માહિતી આપને માત્ર જાણકારી આપવાનો હેતું છે. અમે કોઈપણ સેવીંગ્સ સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપતા નથી. રોકાણ કરતાં પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ લેવી આવશ્યક છે.

