Trump tariffs on pharma: 100 ટકા ટેરિફની ભારતીય ફાર્મા કંપનીઓ પર શું અસર થશે?

by Gujarati biz news
Trump tariffs on pharma

Trump tariffs on pharmaનવી દિલ્હી– Trump tariffs on pharma અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ઈરાન સાથે યુદ્ધ(Iran War) વચ્ચે એક સૌથી મોટી જાહેરાત કરી છે. તેમણે ફાર્મા પર 100 ટકા ટેરિફ લગાવવાનું કહ્યું છે. તેની સાથે કોપર, એલ્યૂમિનીયમ જેવી મેટલ પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે આ ટેરિફ માટે બે શરતો મુકી છે.

ટ્રમ્પની શરતો

યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું કહેવું છે કે(Trump tariffs on pharma) જે કંપનીઓનું ઉત્પાદન આંશિક રીતે અમેરિકામાં થશે, તેને ટેરિફની છૂટ આપવામાં આવશે. તે ઉપરાત દવાઓની કીમત ઘટાડશે તેવી કંપનીઓને ટેરિફમાં છૂટ અપાશે. ટ્રમ્પનું માનવું છે કે ફાર્મા પર 100 ટકા ટેરિફને પગલે અમેરિકાની દવાઓનું ઉત્પાદન વધશે અને દવાઓ સસ્તી મળશે. સાથે લોકોને મોંઘી દવાઓથી રાહત મળશે.

ભારતની કંપનીઓ

ટ્રમ્પના ફાર્મા પરના ટેરિફથી(Trump tariffs on pharma) દવા કંપનીઓ પર અસર પડશે. જે અમેરિકામાં દવાઓની નિકાસ કરે છે, પરંતુ જો તેઓ ટ્રમ્પની શરતોને માની લે તો તેમના પર ટેરિફ લાગુ પડશે નહી. ટ્રમ્પના આ પગલાથી ભારતની કંપનીઓ પર વિપરીત અસર પડશે. જે ફાર્મા કંપનીઓ અમેરિકામાં નિકાસ કરે છે.

જેનેરિક દવાઓ

અમેરિકા દ્વારા 100 ટકા ટેરિફ લગાવવાની યોજનાની અસર એવી ભારતીય ફાર્મા કંપનીઓ પર વધુ પડશે કે જેઓની કમાણીનો મોટો હિસ્સો યુએસ માર્કેટમાંથી આવે છે.(Trump tariffs on pharma) જો કે રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે હાલ જેનરિક દવાઓ પર આ ટેરિફની અસર થશે નહી. જે સંકેત મળતાં ભારતની કંપનીઓ પર તેની વધુ ઝાઝી અસર પડશે નહી. માત્ર સેન્ટિમેન્ટ બદલાવાથી આ કંપનીઓના શેરોમાં ઘટાડો જોવા મળી શકે છે.

ગુરુવારે જ ફાર્મા શેર ઘટ્યા હતા

જે શેરો પર અસર જોવા મળશે, જેમાં સન ફાર્મા, ડૉ.રેડ્ડી લેબ, લ્યુપીન, અરવિંદો ફાર્મા, ઝાયડસ લાઈફસાયન્સ, ગ્લેનમાર્ક ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, બાયોકોન, ડિવિલેબ અને મેનકાઈડ ફાર્મા વિગેરે ફાર્મા કંપનીઓના શેર પર અસર પડી શકે છે. ગુરુવારે જ આ તમામ કંપનીઓના શેરના ભાવ ઘટ્યા હતા.

મેટલે શેરોમાં પણ ઘટાડો

ગુરુવારે મેટલ શેરોમાં પણ 3-4 ટકાનો ઘટાડો જોવાયો હતો. મેટલ પર ટેરિફને કારણે નેશનલ એલ્યૂમિનિયમ, વેદાંતા લિમિટેડ, હિન્દુસ્તાન કોપર, તાતા સ્ટીલ અને હિન્દુસ્તાન ઝીંક જેવા શેરો તૂટ્યા હતા. હવે સોમવારે શેરબજાર ખૂલતાં ફાર્મા અને મેટલ સેકટરના શેરો પર નજર રાખવી રહી.

બ્રાન્ડેડ દવાઓ પર ટેરિફ

ટ્રમ્પના ટેરિફથી(Trump tariffs on pharma) US માટે ફાર્મા માટે ભલે રાહતના સમાચાર હોય પણ ભારત પર તેની બહુ ઝાઝી અસર થવાની નથી. કારણ કે જેનેરિક દવાઓ પર ટેરિફ લાગુ થયો નથી. ફક્ત બ્રાન્ડેડ દવાઓ પર ટેરિફ લાદવામાં આવ્યો છે. ભારત અમેરિકામાં જેનેરિક દવાઓની 85થી 90 ટકા નિકાસ કરે છે, એટલા માટે ટેરિફની અસર નહીંવત થઈ શકે છે.

નિકાસમાં ઘટાડો

ફાર્મા કંપનીઓ પર 100 ટકા ટેરિફની અસર ભારત સહિત વૈશ્વિક ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ પર પડી શકે છે. સાથે દવા કંપનીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે. જો અમેરિકા આયાતીત દવાઓ પર ભારે ટેરિફ વસુલે છે(Trump tariffs on pharma) તો ભારતીય કંપનીઓ માટે અમેરિકાના બજારમાં દવાઓ વેચવું મોંઘુ થઈ શકે છે. જેનાથી નિકાસ ઘટશે અને નફા પર નેગેટિવ અસર પડવાની શક્યતા છે.

ભારતની તાકાત જેનેરિક દવા

ભારતની તાકાત જેનેરિક દવાઓમાં છે. ટ્રમ્પે જેનેરિક દવાઓને છૂટ આપી છે. ટેરિફ બ્રાન્ડેડ અને પેન્ટન્ટ દવાઓ પર લાગે છે. તો ભારતીય કંપનીઓને તક મળી શકે છે. કારણે કે ભારતીય કંપનીઓ ઓછી કીમતનો વિકલ્પ આપી શકે છે. જો નિકાસ ઘટે તો કંપનીઓ સ્થાનિક બજાર પર વધુ ધ્યાન કેન્દ્રીય કરી શકે છે, જેમાં ભારતમાં દવાઓની ઉપલબ્ધતા વધી શકે છે અથવા કીમતો પર અસર પડી શકે છે.

નોંધઃ કોઈપણ શેરમાં રોકાણ કરતાં પહેલા નાણાકીય સલાહકારની મદદ લેવી જરૂરી છે. અમે રોકાણ અંગે કોઈ સલાહ આપતાં નથી.)

આ પણ વાંચો….

Hormuz Crisis: ભારતે ક્રૂડની જરૂરિયાત પૂર્ણ કરવા માર્ગ બદલ્યો

You will also like

Leave a Comment