Dhurandhar 2 Collection: ધુરંધર 2 એ 17 દિવસમાં 1500 કરોડનો આંક પાર કર્યો

by Gujarati biz news
Dhurandhar 2 Collection

Dhurandhar 2 Collectionમુંબઈ- Dhurandhar 2 Collection રણવીર સિંહની ધુરંધર 2 સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. ફિલ્મની કમાણીમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ફક્ત 17 દિવસમાં ફિલ્મને બોક્સ ઓફિસ પર કલેક્શન 1500 કરોડ રૂપિયાને પાર થયું છે.

સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

ત્રીજા સપ્તાહે પણ Dhurandhar 2 Collection ફિલ્મની કમાણીની ગતિ ધીમી પડી નથી. તેમજ સોશિયલ મીડિયા પર પણ સ્ટારકાસ્ટની એક્ટિંગના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. ફેન્સ રણવીર સિંહથી લઈને રાકેશ બેદી સુધી ફેન થઈ ગયા છે. તેમજ કમાણીની દ્રષ્ટિએ આ ફિલ્મ આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

16માં દિવસે 13,330 શોઝ

Sacnilk ના રીપોર્ટ અનુસાર રણવીર સિંહની ધુરંધર-2(Dhurandhar 2 Collection) ની કમાણીમાં 17માં દિવસે ઉછાળો નોંધાયો છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર 17માં દિવસે 21.55 કરોડની કમાણી કરી છે. તેની હિન્દી ઓક્યૂપેન્સી 27 ટકા રહી છે. તેમજ શોઝની વાત કરીએ તો 16માં દિવસે ફિલ્મના 13,330 શોઝ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે. વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. જેને પગલે ફિલ્મની કમાણીમાં વધુ વધારો થવાની ધારણા છે.

વર્લ્ડ વાઈઝ કલેક્શન

ધુરંધર 2ને(Dhurandhar 2 Collection) 17માં દિવસે ભારતીય ગ્રોસ કલેક્સન રૂપિયા 1,148.58 કરોડ કરી લીધું છે. તેની સાથે 959.37 કરોડ ભારતીય નેટ કલેક્શન રહ્યું છે. વર્લ્ડવાઈડ વાત કરીએ તો દુનિયાભરમાં ધુરંધર-2ને 1523.58 કરોડની ધમાકેદાર કમાણી કરી લીધી છે. આવનાર દિવસોમાં આ આંકડો વધુ વધી શકે છે. અત્યાર સુધી આ ફિલ્મ રણવીર સિંહના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

સ્ટારકાસ્ટના ભરપૂર વખાણ

તેમજ ધુરંધર-2 ધ રિવેન્જમાં(Dhurandhar 2 Collection) રણવીર સિંહની સાથે સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી લીડ રોલમાં છે. આ તમામ એકટરોની એક્ટિંગ અને ડાયલોગોએ ઓડિયન્સના દિલોમાં ઘર કરી લીધા છે. તેની સાથે ફિલ્મના છોટા પડદા પરના એકટરોએ પણ ફેન્સને ખૂબ એન્ટરટેઈન્ટ કર્યા છે. આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ધુરંધર-2માં તેમની પત્ની અને બોલીવુડની ફેમસ એક્ટ્રેસ યામી ગૌતમને પણ કેમિયો જોવાયો છે. ફિલ્મના ચારેય તરફથી વખાણ થઈ રહ્યા છે.

પાકિસ્તાનના લ્યારીની સ્ટોરી

ધુરંધરએ પ્રથમ ભાગમાં જંગી કમાણી કરી હતી. અને હવે તેનો બીજો ભાગ આવ્યો છે, તેણે જોરદાર ઓપનિંગ સાથે આજે 17માં દિવસે પણ કમાણીનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ધુરંધરમાં પાકિસ્તાનમાં આવેલ લ્યારીની વાત છે. લ્યારીની જુથ અથડામણો, રાજકીય પેંતરા, આતંકવાદી પ્રવૃત્તિ, નોટબંધી, દાઉદ ઈબ્રાહીમ, અતિક અહેમદની વાત વણી લીધી છે., જેને દર્શકો તરફથી જબરજસ્ત રીસ્પોન્સ મળ્યો છે.

You will also like

Leave a Comment