Stock Market India: છ સપ્તાહ પછી શેરબજારમાં જોરદાર રીકવરી, આગામી સપ્તાહે મજબૂતી આગળ વધશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં નવી લેવાલીથી સપ્તાહના છેલ્લા દિવસે ઝડપી સુધારો આવ્યો હતો. છ સપ્તાહના ઘટાડા પછી ભારે ઉછાળો નોંધાયો છે. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 918 પોઈન્ટ વધી 77,550 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 275 પોઈન્ટ વધી 24,050 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1091 પોઈન્ટ ઉછળી 55,912 બંધ હતો. માર્કેટ કેપમાં 7 લાખ કરોડનો વધારો થયો હતો. રીકવરી આવવાના કયા કારણો? આગામી સપ્તાહે શેરબજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે? આગામી સપ્તાહે શું ધ્યાન રાખશો?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 918 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,121ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 76,851 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 77,622 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,550.25 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 918.60નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 275 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,880 ખૂલીને શરૂમાં ઘટી 23,856 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતા ઝડપથી ઉછળી 24,000ની અતિમહત્ત્વની સપાટી કૂદાવીને 24,074 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,050.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 275.50નો ઉછાળો દર્શાવે છે.

સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળો આવવાના કયા કારણો

(1) વૈશ્વિક સ્ટોક માર્કેટના પોઝિટિવ સંકેત હતા. ગત મોડી રાતે યુએસ ડાઉ જોન્સ અને નેસ્ડક ઊંચકાઈને આવ્યા હતા. જેથી આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ મજબૂત હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસમાં ખૂલ્યા હતા. આથી(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ જ રહ્યું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સ્ટેડી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 96.80 ડૉલર અને ક્રૂડ ઓઈલ 99.14 ડૉલર પર ટ્રેડ કરતાં હતા. જેથી શેરબજારે પોઝિટિવ સ્ટેન્ડ લીધું હતું.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સવારે 10 પૈસા વધી 92.41 પર ટ્રેડ કરતો હતો. રૂપિયો મજબૂત થતાં શેરોમાં નવી લેવાલી આવી હતી અને આઈટી શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

(4) બેંક શેરોમાં જોરદાર લેવાલીથી બેંક સ્ટોકમાં ભારે ઉછાળો નોંધાયો હતો. જેને કારણે(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું.

(5) અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ સમજૂતી પર ચર્ચા કાલે શનિવારે થનાર છે. જે ચર્ચા પોઝિટિવ થશે, તેવો આશાવાદ હાલ પ્રવર્તી રહ્યો છે.

(6) એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં નેટ સેલર છે, પણ હાલ એફઆઈઆઈની વેચવાલી ધીમી પડી છે. 9 એપ્રિલે એફઆઈઆઈએ રૂપિયા 1711 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ વેચવાલી ધીમી પડતાં(Stock Market India) ભારતીય શેરબજારના જીવમાં જીવ આવ્યો હતો. અને તેજીવાળા ખેલાડીઓ ફરીથી સક્રીય થયા હતા.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 865 પોઈન્ટ પ્લસ હતો. અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 274 પોઈન્ટ વધ્યો હતો. જેને પગલે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતા. 2667 શેરના ભાવ વધ્યા હતા અને 575 શેરના ભાવ ઘટ્યા હતા.

179 શેરમાં અપર સર્કિટ

69 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 9 શેર બાવન વીક લો પર બંધ હતા. આજે 179 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 28 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એશિયન પેઈન્ટ(3.81 ટકા), આઈસર મોટર(3.75 ટકા), બજાજ ઓટો(3.29 ટકા) આઈસીઆઈસીઆઈ બેંક(3.24 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(3.13 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

કૉલ ઈન્ડિયા(4.14 ટકા), સન ફાર્મા(3.62 ટકા), ઈન્ફોસીસ(3.02 ટકા), ટીસીએસ(2.55 ટકા) અને ટેક મહિન્દ્રા(1.55 ટકા)

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

શેરબજાર(Stock Market India) છ સપ્તાહના ઘટાડા પછી ઝડપથી રીકવર થયું છે. હવે શનિવારે ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ માટેની ચર્ચા કેવી રહે છે, તેના પર નજર રાખવી પડશે. અન્યથા હાલ તો શેરબજારના ટેકનિકલ ટૂંકાગાળા માટે પોઝિટિવ થયા છે. આગામી સપ્તાહે નિફ્ટી 24,000 ઉપર ટ્રેડ કરે તો 24,400 અને તેની ઉપર 24,800 સુધીના લેવલ બતાવે. પણ પહેલી શરત એ છે કે આગામી સપ્તાહે નિફ્ટી 24,000 ઉપર ટકી રહે તો જ તેજી આગળ વધશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી જોવાશે. આગામી સપ્તાહે ઈરાન અમેરિકા વચ્ચેની શાંતિ સમજૂતી પર ચર્ચા અને ક્રૂડ ઓઈલના ભાવ પર નજર રાખવી રહી.

You will also like

Leave a Comment