Akshaya Tritiya 2026: શુભ દિવસે બની રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને લાભ મળશે!

by Gujarati biz news
Akshaya Tritiya 2026

Akshaya Tritiya 2026અમદાવાદ- Akshaya Tritiya 2026 આ વર્ષે અક્ષય તૃતીયાનો શુભ દિવસ 19 એપ્રિલના રોજ છે. હિન્દુ ધર્મમાં આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે અક્ષય તૃતીયાના દિવસે કરેલ કામ કે કરેલ ખરીદી અક્ષય બની જાય છે. શુભ કામ, દાન અથવા સુવર્ણની ખરીદી ક્યારેક સમાપ્ત થતી નથી, તેનું ફળ સતત વધતું જતું હોય છે. એટલા માટે સોના ચાંદી ખરીદવા, કોઈ કામની શરૂઆત કરવી અને પૂજા પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે.

ગજકેસરી યોગ બની રહ્યો છે

આ વર્ષે આવતી અક્ષય તૃતીયા(Akshaya Tritiya 2026) ખાસ છે. ચંદ્રમા અને ગુરુની સ્થિતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. જે દિવસે ધન, પ્રગતિ અને ખુશીઓમાં વધારો થઈ શકે છે. એવી ત્રણ રાશિઓ છે કે જેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ કામથી અનેકગણું ફળ મળશે અને જીવનમાં પ્રગતિના દ્વાર ખૂલી શકે છે, તેમજ ધન સંબધી અટકેલા કાર્ય પૂર્ણ થશે.

મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકો માટે(Akshaya Tritiya 2026) આ દિવસનો સમય ખૂબ સારો રહી શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે અને નવી નોકરી મળવાનો સંકેત છે. તમારી મહેનતનું સારુ પરિણામ મળશે, સીનીયરો તમારા કામથી ખુશ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાયેલા નાણા પરત મળશે. જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમની ઈચ્છા પરિપૂર્ણ થવાનો યોગ બને છે. બિઝનેસ કરનારા લોકો માટે નવા કલાયન્ટ્સ મળશે. પરિવારનો સહયોગ મળશે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે.

તુલા રાશિ (Libra)

તુલા રાશિવાળાઓ માટે અક્ષય તૃતીયાનો દિવસ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. ધનલાભનો સારો યોગ બની રહ્યો છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે. બિઝનેસમાં ફાયદો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. નોકરી કરતાં લોકો માટે આગળ વધવાનો અથવા તો પ્રમોશનનો યોગ બને છે. અથવા નોકરીની સારી તક મળી શકે છે. ઘર અને સંપત્તિ ખરીદવાનો પ્લાન બની શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થવાની તક મળશે. વૈવાહિક જીવનમાં મધુરતાં વધશે. આ સમય તમારા માટે લાભદાયી સાબિત થશે.

ધન રાશિ (Sagittarius)

ધન રાશિના લોકો માટે(Akshaya Tritiya 2026) આ યોગ ખાસ કરીને કોઈને કોઈ ફાયદો લાવશે. વેપાર ધંધો કરતાં લોકો માટે લાભદાયી રહેશે. તેમજ કમાણીના નવા રસ્તા ખૂલશે અને જૂના રોકાણમાં તમને સારો લાભ મળશે. નોકરી કરતાં લોકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. જેમાં તમારી કરિયરમાં ગ્રોથ જોવા મળશે. વિદેશ યાત્રા અથવા વિદેશ સાથે જોડાયેલ કામમાં સફળતા મળી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. સામાજિક માન સન્માન વધશે.

નોંધ- ઉપરોક્ત માહિતી જ્યોતિષશાસ્ત્રને આધારે અપાઈ છે. જેને https://www.gujaratibiznews.com/ પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો….

Akshay Tritiya 2026: અક્ષય તૃતીયાના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ! રાશિ મુજબ શું દાન કરશો…?

You will also like

Leave a Comment