અમદાવાદ- Stock Market India શેરબજાર બીજા દિવસે તૂટ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 852 પોઈન્ટ ઘટી 77,664 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 205 પોઈન્ટ ઘટી 24,173 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 819 પોઈન્ટ ઘટી 56,305 બંધ હતો. શેરબજાર તૂટવા પાછળ કયા પાંચ કારણ હતા?ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ થયો છે. કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? શું હવે દરેક ઉછાળે વેચવાલી જ આવ્યા કરશે? શું સપોર્ટ લેવલ તૂટ્યા છે? શું થશે યુએસ ઈરાન યુદ્ધનું?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 77,983 ખૂલીને શરૂમાં વધી 78,178 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં 77,574 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,664 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 852.49નું ગાબડું દર્શાવે છે.
નિફ્ટી 205 પોઈન્ટ ગબડ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,202 ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 24,310 થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઝડપી તૂટી 24,134 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,173.05 બંધ થયો હતો, જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 205.05 તૂટ્યો હતો.
સેન્સેક્સની વીકલી એક્સપાયરી
Stock Market India આજે ગુરુવારે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી. તેમ છતાં સવારથી દરેક ઉછાળે વેચવાલી ફરી વળી હતી અને આજે સતત બીજા દિવસે શેરોના ભાવમાં ગબડ્યા હતા. ઓટો, બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, રીયલ્ટી અને મેટલ શેરોમાં જોરદાર વેચવાલીથી ભાવમાં ગાબડા પડ્યા હતા. જ્યારે કન્ઝ્યુમર ગુડ્ઝ, હેલ્થકેર, એનર્જિ અને મીડિયા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
શેરબજાર તૂટવાના પાંચ કારણ
(1) અમેરિકાએ ઈરાન સામે બેમુદતી સીઝફાયર જાહેર કર્યું છે. પણ ઈરાન યુએસ સાથે વાટાઘાટો કરવા તૈયાર નથી. શાંતિ મંત્રણા માટે ઈરાનની સ્પષ્ટ ના છે. તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધીને કારણે પણ ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે. યુએસ ઈરાન વચ્ચે દિનપ્રતિદિન તંગદિલી વધી રહી છે. જેને પરિણામે વિશ્વના બજારોમાં ભારે ગભરાટ છવાયો છે.
(2) યુએસ ઈરાન વચ્ચે તંગદિલી વધતાં અને હોર્મુઝમાં અનેક ઓઈલ ટેન્કર અટવાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ફરીથી ઉછાળો નોંધાયો છે. ક્રૂડ ઓઈલ વધીને 94.66 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 103.74 ડૉલર પર ટ્રેડ કરતા હતા.
(3) ઉપરના બે કારણોને પગલે આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં હેવી સેલઓફ રહ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 280 પોઈન્ટ માઈનસ હતો. આમ વૈશ્વિક સ્ટોક માર્કેટ તૂટીને આવતાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને ભારે વેચવાલી ફરી વળી હતી.

(5) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. ત્રણ ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર થયા પછી ફરીથી એફઆઈઆઈ સેલર થઈ છે. 19 એપ્રિલે રૂ.1,918 કરોડ અને 20 એપ્રિલે રૂ.2,078 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એફઆઈઆઈનું વેચવાલીનું દબાણ રહ્યું હતું.
આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 248 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 119 પોઈન્ટ ઘટ્યા હતા. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1255 શેરના ભાવ વધ્યા હતા અને 2037 શેરના ભાવ ઘટ્યા હતા.
119 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 28 સ્ટોક લોઅર સર્કિટ પર બંધ હતા. 107 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી. તો 36 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
ડૉ. રેડ્ડી લેબ(8.87 ટકા), સિપ્લા(5.72 ટકા), જિઓ ફાયનાન્સ(4.19 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(1.78 ટકા) અને કૉલ ઈન્ડિયા(1.52 ટકા).
ટોપ લુઝર્સ
ટ્રેન્ટ(4.30 ટકા), શ્રી રામ ફાયનાન્સ(3.31 ટકા), ટેક મહિન્દ્રા(3.12 ટકા), બજાજ ફાયનાન્સ(3.07 ટકા) અને ઈન્ફોસીસ(2.90 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજાર(Stock Market India) સતત બીજા દિવસે ગબડ્યું છે. ઈરાન સાથે યુદ્ધ ભલે ન ચાલતું હોય, પણ ઈરાન સાથે તંગદિલી વધી છે. હોર્મુઝનો રસ્તો બંધ છે. જેથી ક્રૂડના ભાવમાં વધુ ભડકો થવાની ધારણા મુકાઈ રહી છે. જેથી શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અને આ વેચવાલી આગામી દિવસે પણ જળવાયેલી રહેશે. ટેકનિકલી માર્કેટ વીક છે. નિફ્ટીમાં 24,500નું રેઝિસ્ટન્સ લેવલ તોડીને નીચે ગયો છે અને હવે નીચામાં 24,100નું સપોર્ટ લેવલ છે, જો આ સપોર્ટ લેવલ તૂટશે તો 23,800 સુધી જઈ શકે છે. માટે માર્કેટમાં હાલ સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો….
Money Double Scheme: પોસ્ટ ઓફિસની પૈસા બમણા કરી આપતી ગેરંટીવાળી યોજના

