
ગુજરાતના આર્થિક પરિવર્તનનો રોડમેપ
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, VGRC 2026 in Surat માત્ર એક કોન્ફરન્સ નથી, પણ સુરત સહિત સમગ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના આર્થિક પરિવર્તન માટેનો રોડમેપ છે. મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરાને મળી કુલ 16 જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર પહોંચાડવામાં આવશે.
સુરતના પરંપરાગત ઉદ્યોગો
VGRC 2026 in Surat પરંપરાગત ઉદ્યોગોની સાથે ભાવિ ઉદ્યોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જેમાં, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ અને જેમ્સ-જ્વેલરી, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને આઈટી (IT/ITeS) તથા નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ કોન્ફરન્સની સાથે પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ દ્વારા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સીધા વિદેશી ખરીદદારો સાથે જોડવામાં આવશે તથા વિવિધ ક્ષેત્રોની તકો અને પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ માટે સેમિનાર પણ યોજાશે. આ કોન્ફરન્સના પરિણામો અને થયેલા રોકાણોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રજૂ કરવામાં આવશે.

ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટીના સહયોગથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC 2026 in Surat) – દક્ષિણ ગુજરાત અંતર્ગત 01 અને 02 મે, 2026ના રોજ ઑરો યુનિવર્સીટીમાં ઉચ્ચ પ્રભાવશાળી સેમિનાર અને કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ગિફ્ટ સિટીને ભારતના પ્રથમ કાર્યરત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) તેમજ ફાઇનાન્સ, ફિનટેક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) માટે વૈશ્વિક હબ તરીકે રજૂ કરવામાં આવશે.
“ગિફ્ટ સિટી: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા”
“ગિફ્ટ સિટી: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા” શીર્ષક પર એક સેમિનાર 01 મે 2026 ના રોજ યોજાશે. સેમિનારમાં સરકાર અને ગિફ્ટ સિટીના વરિષ્ઠ નેતાઓ સંજય કૌલ, IAS, MD અને ગ્રુપ CEO, ગિફ્ટ સિટી અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓના નેતૃત્વમાં ઉદઘાટન સત્ર યોજાશે. આ સમૂહ ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય ઇકોસિસ્ટમ તરીકે સ્થાન આપવાના રાજ્યના વિઝનને પ્રકાશિત કરશે.
રોકાણની તકો અંગે વિસ્તૃત ચર્ચા
બેંકિંગ, ફંડ મેનેજમેન્ટ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ, નિયમનકારી સંસ્થાઓ અને પ્રોફેશનલ સર્વિસ કંપનીઓના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં યોજાનારી પેનલ ચર્ચામાં GIFT IFSCમાં ક્રોસ-બોર્ડર ફાઇનાન્સ, મૂડી બજારો, સંપત્તિ સર્જન અને રોકાણની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સાથે જ અગ્રણી નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રેક્ટિકલ ઇન્સાઇટ્સ અને કેસ સ્ટડીઝ પણ રજૂ કરવામાં આવશે.
“ગુજરાત GCC કોન્ક્લેવ”
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત ગુજરાત GCC કોન્ક્લેવ પણ 01 મે, 2026 ના રોજ યોજાશે. આ કોન્ક્લેવ ગુજરાતની GCC નીતિ (2025-30) અને ગિફ્ટ સિટીમાં આગામી પેઢીના વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોના વિસ્તરતા ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટીના વરિષ્ઠ અધિકારીઓ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) ના આયોજન માટે ગિફ્ટ સિટીની એન્ડ-ટુ-એન્ડ તૈયારી પર પ્રકાશ પાડશે, જેમાં સક્ષમ નીતિઓ, ભવિષ્ય માટે તૈયાર માળખાગત સુવિધાઓ, કુશળ કાર્યબળની ઉપલબ્ધતા અને વ્યવસાયમાં સરળતા લાવવાના સુધારાઓનો સમાવેશ થાય છે. આ પછી અગ્રણી સંસ્થાઓના CEO, CXO અને કાર્યકારી વડાઓ સાથે ઉદ્યોગ-આગેવાની હેઠળ રાઉન્ડ ટેબલ ચર્ચા થશે.

VGRC 2026 in Surat – દક્ષિણ ગુજરાત અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમો ઉદ્યોગજગતના નેતાઓ, નાણાકીય સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને GCC પ્રતિનિધિઓને એક મંચ પર લાવશે. આ માધ્યમથી ગિફ્ટ સીટીને ભારતના વૈશ્વિક ફાઇનાન્સ અને GCC ક્ષેત્રના પ્રવેશદ્વાર તરીકે વધુ મજબૂતી મળશે તેમજ ગુજરાતના વૈશ્વિક આર્થિક નેતૃત્વને નવી દિશા મળશે.
સુરતના આંગણે ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી
VGRC 2026 in Surat સુરત શહેરના આંગણે આગામી 01, મે ‘ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ રહી છે, ત્યારે આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા તા. 01, મેના સાંજે 5.00 વાગ્યે સુરતના Y જંકશન પર એક ભવ્ય પરેડ યોજાશે. જેમાં પોલીસના વિવિધ વિભાગોની શિસ્તબદ્ધ પ્લાટુનો, ટેબ્લો, બાઈક સ્ટંટ સાથે સાંસ્કૃતિક કૃતિઓ જોવા મળશે. Y જંકશનથી લાલભાઈ સ્ટેડીયમ સુધીની આ સમગ્ર પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર તરીકે એ.એસ.પી જસદણ-રાજકોટ (ગ્રામ્ય)ના નવીન ચક્રવતી રેપુડી સંભાળશે, જ્યારે સેકન્ડ પરેડ કમાન્ડર તરીકે પ્રો. DySP(મહીસાગર) નિલકંઠ બવાડિયા અને DySP(પશ્ચિમ કચ્છ-ભુજ) અંકિત પટેલ સેવા આપશે.
આ પણ વાંચો….
Gujarat Tourism 2026: ત્રણ સ્થળોએ સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’

