
Generated by AI
અમદાવાદ- Adhik Maas 2026 આ વર્ષે અધિક માસ 17 મે, 2026ને રવિવારથી શરૂ થશે અને 15 જૂન, 2026ને સોમવારે પૂર્ણ થશે. ‘આ અધિક માસ ‘પુરુષોત્તમ’ જેઠ માસમાં આવે છે.(Purushottama maas 2026) અધિક માસને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે અધિક માસ. આ અધિક મહિનામાં કયા કામો કરવા અને કયા કામો ન કરવા, તેમજ શ્રાદ્ધ કર્મ કરી શકાય કે નહી, તેમજ તિથિ પ્રમાણે શું દાન કરી શકાય તે અંગે જાણીશું.
અધિક માસમાં કયા કામો કરવા?
અધિક માસમાં(Adhik Maas 2026) નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાં જોઈએ. જે કર્યા વિના છૂટકો નથી, એવાં કર્મો કરવા. અધિક માસમાં નિરંતર નામસ્મરણ કરવાથી શ્રી પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. વિષ્ણુ હવન કરી શકાય. ઇત્યાદિ હંમેશના કામ્ય કર્મો કરવાં જોઈએ. આ માસમાં ભગવાનની પુનઃપ્રતિષ્ઠા કરી શકાય છે. ગ્રહણશ્રાદ્ધ, જાતકર્મ, નામકર્મ, અન્નપ્રાશન ઇત્યાદિ સંસ્કાર કરવા નહી. મન્વાદિ અને યુગાદિના સંબંધમાં રહેલા શ્રાદ્ધ ઇત્યાદિ કાર્યો કરવા. તીર્થશ્રાદ્ધ, દર્શશ્રાદ્ધ અને નિત્યશ્રાદ્ધ કરવું. તીર્થધામમાં ગયા હોય તો તમે શ્રાદ્ધ કર્મ કરી શકો છો.
અધિક માસમાં કયા કામો કરવા નહીં?
હંમેશના કામ્ય કર્મો સિવાયના અન્ય કામ્ય કર્મોનો આરંભ અને સમાપ્તિ કરવા નહીં. મહાદાનો (ઘણાં મોટાં દાનો), અપૂર્વ દેવદર્શન (પહેલાં ક્યારે પણ ન ગયા હોવ તે ઠેકાણે દેવદર્શન માટે જવું), ગૃહારંભ, વાસ્તુશાંતિ, સંન્યાસગ્રહણ, નૂતનવ્રત ગ્રહણદીક્ષા, વિવાહ, જનોઈ, ચૌલ, દેવપ્રતિષ્ઠા ઇત્યાદિ કરવા નહીં.
અધિક માસમાં જન્મદિવસ આવે તો શું કરવું?
એકાદ વ્યક્તિનો જન્મ જે માસમાં થયો હોય, તે જ માસ અધિક માસ(Adhik Maas 2026) તરીકે આવે તો તેનો જન્મદિવસ નિજ માસમાં કરવો. આ વર્ષે અધિક માસમાં જે બાળકનો જન્મ થશે, તે બાળકનો જન્મદિવસ પ્રતિવર્ષે જે માસ આવતો હોય તે માસની તિથિએ ગણવો.
અધિક માસ હોય ત્યારે શ્રાદ્ધ ક્યારે કરવું?
જે માસમાં વ્યક્તિનું નિધન થયું હોય, તેનું વર્ષ શ્રાદ્ધ તે જ માસ અધિક માસ આવે, ત્યારે તે અધિક માસમાં(Adhik Maas 2026) જ કરવું અને અધિક માસ ના હોય તો તે માસની તિથિએ કરવું જોઈએ. કારતક, માગશર, પોષ ઇત્યાદિ માસમાં મૃત્યુ થયેલાનું પ્રથમ વર્ષ શ્રાદ્ધ તે માસની તિથિએ કરવું. 13 માસ થાય છે, તેથી 1 માસ પહેલાં કરવું નહીં.
અધિક માસનું તિથિવાર દાન(સામાન્ય ક્રમ)
- પ્રતિપદા એકમઃ ભોજન દાન (બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન)
- બીજ: દહીં-ભાત અથવા સફેદ વસ્તુઓનું દાન.
- ત્રીજ: ઘી, ગોળ અથવા મીઠાઈનું દાન.
- ચોથ: તાંબાના વાસણમાં પુડલા/માલપુઆ ભરીને દાન.
- પાંચમ: વસ્ત્રદાન (પીળા વસ્ત્રો વિશેષ)
- છઠ્ઠ: ધાન્ય (અનાજ) દાન.
- સાતમ: ફળ અથવા છત્રી/ચંપલનું દાન.
- આઠમ: ગોળ અને ઘીનું દાન.
- નોમ: સોના અથવા કાંસાની વસ્તુઓ(શક્તિ અનુસાર) દાન.
- દસમ: દૂધ કે દૂધની બનાવટોનું દાન.
- અગિયારસ(પુરુષોત્તમ એકાદશી): ઘી, દીપકનું દાન.
- બારસ: મીઠાઈનું દાન.
- તેરસ: વસ્ત્રદાન.
- ચૌદસ: પૂજા સામગ્રીનું દાન.
- અમાસ/પૂનમ: પંચામૃત અથવા 30 માલપુઆનું દાન
(1) મુખ્ય દાન: પુડલા/માલપુઆ: દરરોજ અથવા પૂનમના દિવસે 30 માલપુઆનું દાન ઉત્તમ છે
(2) દીપદાન: સાંજના સમયે ઘીનો દીવો પ્રગટાવવો. તાંબાના વાસણ અથવા તો તાંબાના બે વાટકા જોડીને (નાડાછડી બાંધીને) દાન કરવું. આ સમયમાં પવિત્ર આચરણ અને દાન-પુણ્ય કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા જોઈએ અને આ મંત્રનો જાપ કરતાં જ દાન કરવું.
પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, શરૂઆતમાં આ વધારાના મહિનાને “મલ માસ” કહેવામાં આવતો હતો અને તેને શુભ કાર્યો માટે યોગ્ય માનવામાં આવતો ન હતો. કોઈપણ દેવતા આ માસના સ્વામી બનવા તૈયાર નહોતા. ત્યારબાદ આ માસ ભગવાન વિષ્ણુની શરણમાં ગયો. ભગવાન વિષ્ણુએ કૃપા કરીને તેને પોતાનું નામ આપ્યું અને કહ્યું કે હવે તે પુરુષોત્તમ માસ(Purushottama maas) તરીકે ઓળખાશે. તેમણે વરદાન આપ્યું કે આ માસમાં ભક્તિપૂર્વક તેમની આરાધના કરનારને વર્ષભરની ઉપાસના કરતાં પણ વધુ પુણ્ય મળશે. એટલા માટે આ માસ ભગવાન વિષ્ણુની(Lord Vishnu) આરાધના માટે સમર્પિત છે.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
Jyeshtha Adhik Maas 2026 Most Watched News….
Jyeshtha Adhik Maas 2026: અધિક માસમાં કયા વ્રત અને શું દાન કરવું જોઈએ?

