Petrol Diesel Price Hike: પેટ્રોલ ડીઝલની કીમતોમાં વધુ વધારો જાહેર કરાયો

by Gujarati biz news
Petrol Diesel Price Hike

Petrol Diesel Price Hikeનવી દલ્હી- Petrol Diesel Price Hike પેટ્રોલ ડીઝલ ફરીથી મોંઘા થયા છે. પાંચ દિવસમાં જ તેલ કંપનીઓએ બીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતોમાં ફરીથી ઉછાળો આવતાં દેશની જનતાના ખિસ્સા પર બોજ વધ્યો છે.

નવો ભાવ વધારો આજથી અમલી

તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કીમતમાં અંદાજે 90 પૈસાનો વધારો કર્યો છે અને આ નવી કીમતો આજે મંગળવારથી અમલી થઈ ગઈ છે. ફ્યૂલ પ્રાઈઝમાં ફરીથી વધારો થયો છે એટલે કે 2022 વાળો તબક્કો આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. 2022માં દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડોથોડો વધારો કરાયો હતો.

પાંચ દિવસમાં મોંઘવારીનો બીજો ઝટકો

સૌથી પહેલા વાત કરીએ દેશમાં(Petrol Diesel Price Hike) પેટ્રોલ ડીઝલની કીમતોની તો દિલ્હીથી મુંબઈ સુધી ઈંધણની કીમતો આજે 19 મે, 2026 ને મંગળવારથી વધી ગઈ છે. તેલ કંપનીઓએ માત્ર પાંચ જ દિવસમાં મોંઘવારીનો બીજો ઝટકો આપ્યો છે.

દિલ્હીમાં નવા ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કીમત 87 પૈસા વધીને 98.64 રૂપિયા પ્રતિલીટર થઈ છે અને ડીઝલની કીમત 91 પૈસા વધીને રૂપિયા 91.58 પ્રતિલીટર થઈ છે. તેની પહેલા 15 મે, 2026ના રોડ પેટ્રોલ ડીઝલમાં પ્રતિલીટરે રૂપિયા ત્રણનો વધારો કરવામાં આવ્યો હતો.

મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં નવા ભાવ

અન્ય મહાનગરની વાત કરીએ તો(Petrol Diesel Price Hike) મુંબઈમાં પેટ્રોલની કીમત 91 પૈસા વધીને રૂ.107.59 અ ડીઝલની કીમત 94 પૈસા વધીને રૂ.94.08 થઈ છે. તે ઉપરાંત કોલકાતામાં હવે પેટ્રોલ 96 પૈસા વધીને રૂ.109.70 અને ડીઝલ 94 પૈસા વધીને રૂ.96.07 થઈ છે. ચેન્નઈમાં પેટ્રોલની કીમત 82 પૈસા વધીને રૂ.104.49 અને ડીઝલની કીમત 86 પૈસા વધીને રૂ.96.11 થઈ છે.

2022 પછી કીમતોમાં વધારો

અત્રે નોંધનીય છે કે વર્ષ 2022 પછી અંદાજે ચાર વર્ષ પછી દેશમાં મિડલ ઈસ્ટ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી પહેલી વાર તેલ સંકટ વધુ ઘેરાયું છે. પહેલા રૂપિયા ત્રણ અને હવે 90 પૈસા, એટલે કે અત્યાર સુધીમાં કુલ રૂ.3.90નો વધારો આવ્યો છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા

જાણકારોના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ વધીને 111 ડૉલર અને ક્રૂડ ઓઈલ 105 ડૉલરનો ભાવ થયો હતો. તેલ કંપનીઓને થતાં નુકસાની ભરપાઈ કરવા માટે હાલમાં પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો કરાયો છે, તે પર્યાપ્ત નથી. હજી જો ક્રૂડના ભાવ વધશે તો ભારતમાં તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.

2022માં 15 વખત ભાવ વધ્યા હતા

2022માં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે માર્ચ અને એપ્રિલ 2022ની વચ્ચના માત્ર 15 દિવસમાં જ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં(Petrol Diesel Price Hike) થોડા થોડા કરીને 13 વખત વધારો કર્યો હતો. આર્થિક બાબતોના નિષ્ણાત કહી રહ્યા છે કે આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી તેલ કંપનીઓ આગામી દિવસોમાં ધીમે ધીમે પેટ્રોલ ડીઝલની કીમતોમાં વધુ વધારો કરી શકે છે. જેથી તેમને થતાં નુકસાનની ભરપાઈ કરી શકે.

તેલ કંપનીઓ કીમતો ઘટાડતી નથી

જો કે કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ પણ હતું કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટે ત્યારે તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરતો નથી. કરે તો તે ખૂબ જ ઓછો કરે છે. ભાવ વધારો ખૂબ ઝડપથી કરે છે, પણ ઘટાડો કરે તે ખૂબ મોડો કરતી હોય છે.

You will also like

Leave a Comment