Stock Market India: સેન્સેક્સ હાઈથી 949 પોઈન્ટ તૂટ્યો, કેમ આવી વેચવાલી?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂના ઉછાળા પછી ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે સેન્સેક્સ દિવસની હાઈથી 949 પોઈન્ટ તૂટ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 135 પોઈન્ટ ઘટી 75,183 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 4 પોઈન્ટ ઘટી 23,654 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 122 પોઈન્ટ ઘટી 53,439 બંધ હતો. શેરબજારમાં કેમ પ્રોફિટ બુકિંગ આવ્યું? કયા નેગેટિવ કારણો આવ્યા કે બજાર ઘટ્યું? શેરબજારમાં પોઝિટિવ કારણોની અવગણના થઈ હતી. તમારી સ્ટ્રેટેજી કેવી રહેવી જોઈએ? શેરબજાર(Share Market India) બે તરફી વધઘટની રેન્જમાં આવ્યું છે. ટેકનિકલી બજાર કેટલું સ્ટ્રોંગ?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 135 પોઈન્ટ ડાઉન

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 75,732ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી ઝડપી ઉછળીને 75,945 થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઝડપી તૂટી 74,996 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,183.36 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 135.03નો ઘટાડો દર્શાવે છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ દિવસના હાઈથી 949 પોઈન્ટ તૂટ્યો હતો.

નિફ્ટી માત્ર 4 પોઈન્ટ માઈનસ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,830ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 23,859 થઈ અને ત્યાં જોરદાર પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 23,596 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,654.70 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 4.30 ઘટ્યો હતો.

ઊંચા મથાળે નફો બુક કર્યો

આજે સવારે શેરબજાર ભારે ઊંચા મથાળે ખૂલ્યા પછી નવી લેવાલીથી ઝડપી ઉછળ્યું હતું. જો કે આ ઉછાળો ઝાઝુ ટકી શક્યો ન હતો. સેન્સેક્સની વીકલી એક્સપાયરી હોવાથી તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે નફો બુક કરવાની તક ઝડપી લીધી હતી. જેથી શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. જો કે પોઝિટિવ ફેક્ટર હોવાથી વેચવાલી ચાલુ રહી હતી.

ઊંચા મથાળે વેચવાલી કેમ આવી?આ 

(1) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજ દરમાં વધારો કરવા વિચારી રહી છે. કારણ કે ઈરાન અને ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિને પગલે મોંઘવારી સતત વધીને આવી છે. તેમજ ડૉલર સામે રૂપિયો દરરોજ નવા રેકોર્ડ લો બનાવી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં હજી મોંઘવારી વધે તેવા એંધાણ છે. આ સંજોગો સામે રક્ષણ મેળવવા માટે આરબીઆઈના ટોપ મોસ્ટ અધિકારીઓ સતત બેઠકો કરીને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. હવે આરબીઆઈની ધિરાણ નીતિની સમીક્ષા 5 જૂને થનાર છે. આવા મેસેજ આવતાં શેરબજારમાં વેચવાલી આવી હતી.

(2) સેન્સેક્સ સવારે 400 પોઈન્ટ ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, અને વધુ વધ્યો પણ હતો. જે મથાળે પ્રોફિટ બુકિંગની તક હતી. તેજીવાળાઓએ નફો બુક કર્યો હતો. પરિણામે શેરોના ભાવ ઘટ્યા હતા.

(3) એફઆઈઆઈ નેટ સેલર છે. 20 મેના રોજ એફઆઈઆઈએ રૂપિયા 1,597 કરોડનું નેટ સેલ કર્યું હતું. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું.

(4) આજે ગુરુવારે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી. પરિણામે તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે લેણની ઉભી પોઝીશન સ્કેવરઓફ કરી હતી.

(5) આઈટી અને એફએમસીજી સેકટરના શેરોમા હેવી સેલ ઓફ હતો, જેથી બજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

પોઝિટિવ ફેક્ટર ડિસ્કાઉન્ટ

શેર માર્કેટમાં પોઝિટિવ ફેક્ટર હતા, તેમ છતાં તેને ડિસ્કાઉન્ટ કર્યું હતું (1) ડોલર સામે રૂપિયો 64 પૈસા ઉછળી 96.18 થયો હતો. (2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 100 ડૉલરની નીચે 97.62 પર ટ્રેડ કરતો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 22 પોઈન્ટ માઈનસ હતો, તો નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 112 પોઈન્ટ પ્લસ હતો, પરિણામે 1910 શેરના ભાવ વધ્યા હતા અને 1374 શેરના ભાવ ઘટ્યા હતા.

124 શેરમાં અપર સર્કિટ

95 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 29 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. બીજી તરફ 124 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 71 સ્ટોરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ગ્રાસિમ(6.43 ટકા), ઈન્ડિગો(3.17 ટકા), એપોલો હોસ્પિટલ(3.11 ટકા), બજાજ ઓટો(1.79 ટકા) અને ટ્રેન્ટ(1.78 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

બજાજ ફાઈનાન્સ(1.62 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(1.40 ટકા), ટેક મહિન્દ્રા(1.33 ટકા), ઈન્ફોસીસ(1.30 ટકા) અને બજાજ ફાઈનાન્સ સર્વિસીઝ(1.24 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

આ આખા સપ્તાહ દરમિયાન શેરબજાર બે તરફી વધઘટમાં જ અથડાયું છે. ગેપ અપ ઓપનિંગ પછી નફારૂપી વેચવાલી આવી હતી તેમજ ગેપ ડાઉન ઓપનિંગ પછી દરેક ઘટાડે લેવાલી આવી હતી. આમ આખુય સપ્તાહ પુરુ થયું છે. હવે કાલે શુક્રવારે સપ્તાહનો અંતિમ દિવસ છે. બે તરફી વધઘટ નોંધાશે. પણ ટેકનિકલી શોર્ટ ટર્મ પોઝિટિવ છે. નિફ્ટીમાં 23,300નું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ છે અને ઉપરમાં 23,800 એ રેઝિસ્ટન્સ લેવલ છે. આ બે રેન્જની વચ્ચે માર્કેટ અથડાય છે.

You will also like

Leave a Comment