
જૂઓ વીડિયો….
ગત મોડી રાતે(Stock Market India) અમેરિકાનો ડાઉ જોન્સ 71 પોઈન્ટ પ્લસ બંધ હતો, પણ આઈટી સ્ટોકનું પ્રતિનિધિત્વ કરતો નેસ્ડેક 118 પોઈન્ટ ઘટીને 24,746 બંધ રહ્યો હતો. જેને પગલે આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ખૂલ્યા પછી હેવી સેલીંગ પ્રેશરથી કડાકો બોલી ગયો હતો.
એશિયાઈ સ્ટોક માર્કેટમાં કડાકો
જાપાનનો નિક્કી 3,202 પોઈન્ટ તૂટ્યો
હોંગકોંગનો હેંગસેંગ 404 પોઈન્ટ ઘટ્યો
કોરિયાનો કોસ્પી 519 પોઈન્ટ ગબડ્યો
સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 27 પોઈન્ટ માઈનસ
તાઈવાનનો તેઈપેઈ 1,683 પોઈન્ટ તૂટ્યો
જાકાર્તાનો કમ્પોઝીટ ઈન્ડેક્સ 102 પોઈન્ટ ઘટ્યો
થાઈલેન્ડનો એસઈટી ઈન્ડેક્સ 16 પોઈન્ટ નરમ
ચીનના શાંઘાઈ ઈન્ડેક્સ 93 પોઈન્ટ તૂટ્યો
યુરોપિયન સ્ટોક માર્કેટ ઘટ્યા
બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ગબડીને આવ્યા હતા. લંડનનો ફુટ્સી ઈન્ડેક્સ 61 પોઈન્ટ ઘટ્યો હતો. ફ્રેન્ટ સ્ટોક માર્કેટને કેક40 ઈન્ડેક્સ 34 પોઈન્ટ ઘટ્યો હતો. તેમજ જર્મનીનો ડેક્સ30 ઈન્ડેક્સ 232 પોઈન્ટ તૂટ્યો હતો.
વૈશ્વિક શેરબજાર તૂટવાના કારણો
(1) નેસ્ડેક તૂટીને આવતાં આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં આઈટી સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. એઆઈ અને સેમીકન્ડક્ટર ચિપ્સ બનાવનાર કંપનીઓનું વેલ્યૂએશન ઊંચું હોવાથી વેચવાલી આવી હતી. તેમજ ભવિષ્યમાં ગ્રોથને લઈને પણ પ્રશ્ન હતો.
(2) મેમરી ચિપની પડ્તર કીમત વધી જતાં એપલે આઈપેડ અને મેકબુકની કીમતમાં વધારો કર્યો હતો. જેથી આજે એપલના શેરમાં 6 ટકાનો કડાકો બોલી ગયો હતો અને તેનાથી માર્કેટ વેલ્યૂમાં 250 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું. પરિણામે સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(3) દુનિયાભરમાં એઆઈ કંપનીઓની રેવન્યૂ અને ખર્ચને લઈને પ્રશ્નો સર્જાયા છે. જેને પગલે કોરિયન સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલી આવી હતી. જેથી એઆઈ કંપનીઓના શેરોના ભાવ તૂટ્યા હતા. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને એસ કે હાયનેક્સના શેર 10 ટકા તૂટ્યા હતા. આ બે કંપનીઓનું કોસ્પીમાં 60 ટકા વેઈટેજ છે. જેથી કોરિયાના સ્ટોક માર્કેટનો કોસ્પી આજે 9 ટકા તૂટ્યો પછી 20 મીનીટ સુધી ટ્રેડિંગ હોલ્ટ કરી દેવાયું હતું. ત્યાર બાદ બજાર ખૂલતાં સુધારો આવ્યો હતો. જેની એશિયાના તમામ બજારો પર નેગેટિવ અસર પડી હતી.
(4) કોરિયાના સ્ટોક માર્કેટમાં એફઆઈઆઈએ 3.1 લાખ કરોડની વેચવાલી કરી હોવાના સમાચાર હતા.
(5) ઓપનએઆઈના આઈપીઓમાં મોડુ થઈ રહ્યું છે. મીડિયા રીપોર્ટ અનુસાર ઓપનએઆઈએ તેનો આઈપીઓ આગામી વર્ષ સુધી ટાળી દીધો છે. જેની સેન્ટિમેન્ટ પર ખરાબ અસર થઈ હતી.
Stock Market India સોમવારે નીચા મથાળે ખૂલશે?
આજે શુક્રવારે વૈશ્વિક સ્ટોક માર્કેટના કડાકાને પગલે હવે આગામી સપ્તાહના સોમવારે ભારતીય શેરબજાર(Stock Market India) નીચા મથાળે ગેપમાં ખૂલે તેવી શક્યતા વધી છે. જો કે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય બન્યું છે, જેથી નીચા મથાળે બ્લુચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ આવશે. રોકાણકારોને પણ ઘટાડે નવી ખરીદી કરવાની તક મળશે. ટેકનિકલી પણ શેરબજાર સ્ટ્રોંગ થયું છે. નિફ્ટીમાં 23,800નું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ બની ગયું છે અને હવે નિફ્ટી 24,200 કૂદાવશે તો નવી તેજી આગળ વધશે.
Stock Market India – Most Watched Article
Stock Market India: નફારૂપી વેચવાલી વચ્ચે મજબૂત શેરબજાર, આગામી સપ્તાહે તેજી કેટલી આગળ વધશે?

