Savings Scheme PPF: સાવધાન…. પીપીએફમાં રોકાણ કરતાં સમયે આ પાંચ ભૂલો ન કરશો

by Gujarati biz news
Savings Scheme PPF
Savings Scheme PPF

Generated by AI

અમદાવાદ- Savings Scheme PPF પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ(Public Provident Fund) લાંબા સમયના રોકાણ માટે સૌથી વિશ્વાસપાત્ર યોજનામાં એક છે. જેમાં હાલ 7.1 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. સાથે રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટી રકમ, આ ત્રણેય પર ટેક્સમાં છૂટ મળે છે. પરંતુ ફક્ત પીપીએફ(PPF) ખાતુ ખોલાવી દેવું પુરતું નથી, પણ કેટલીક નાની ભૂલો આપના વળતર અને બીજા ફાયદાઓ પર અસર પાડી શકે છે. આવો જાણીએ એવી પાંચ ભૂલો કઈ છે….

(1) 05 તારીખ પહેલા પૈસા જમા કરવા

Savings Scheme PPF માં દર મહિનાની 01થી 05 તારીખની વચ્ચે પૈસા જમા કરવા તે સૌથી ફાયદો આપનાર સાબિત થશે. વ્યાજની ગણતરી દર મહિનાની 05 તારીખે મહિનાના આખરમાં બેલેન્સ પર થાય છે. જો તમે 05 ઓગસ્ટ પછી પૈસા જમા કરો તો તે રકમ પર મહિનાનું વ્યાજ ગણતરીમાં લેવાતું નથી. વ્યાજની ગણતરી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. એટલા માટે પ્રયત્ન એવો કરો તો તમે દર મહિનાની 05 તારીખ પહેલા રોકાણ(જમા) કરી દો….

(2) એક વર્ષમાં વધુમાં વધુ રોકાણ

પીપીએફમાં એક નાણાકીય વર્ષ દરમિયાન વધુમાં વધુ રૂપિયા 1.50 લાખનું રોકાણ(જમા) કરી શકો છો. જો તમે તેનાથી વધુ પૈસા જમા કરો છો તો તમને 1.50 લાખથી વધુ તે વધારાની રકમ પર વ્યાજ મળતું નથી અને તેના પર ટેક્સ છૂટ પણ મળતી નથી. જો ભૂલથી બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા વધારાની રકમ પર વ્યાજ આપી દે તો પણ તે પરત લઈ શકે છે. ટૂંકમાં પીપીએફમાં એક નાણાકીય વર્ષમાં તમે વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જ રોકાણ કરશો તો તમને તેનો ફાયદો મળશે.

(3) ઓછામાં ઓછી રકમ જમા કરવી

Savings Scheme PPF માં દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા 500 જમા કરવા જરૂરી છે. એવું નહી કરો તો તમારુ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. તે પછી આપ નિયમિત રીતે રોકાણ નહી કરો તો તેમને અનેક સુવિધાઓ નહી મળે. જો કે નિયમ પ્રમાણેની દંડની રકમની ભરીને તમે એકાઉન્ટ ફરીથી ચાલુ કરાવી શકો છો.

(4) એકથી વધારે ખાતા ખોલવા

પોતાના નામ પર અલગઅલગ બેંક કે પોસ્ટ ઓફિસમાં એકથી વધારે પીપીએફ એકાઉન્ટ ખોલાવવું નિયમોની વિરુદ્ધ છે. પીપીએફ એકાઉન્ટ પાન કાર્ડ સાથે જોડાયેલ છે. એટલા માટે વધારાના એકાઉન્ટ ખોલાવ્યા હોય તો તે તુરંત જ પકડી શકાય છે. તે ઉપરાંત પીપીએફ એકાઉન્ટ જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની પણ મંજૂરી અપાતી નથી.

(5) નિયમ જાણ્યા વગર ઉપાડ

Savings Scheme PPF નો લોક ઈન 15 વર્ષનો હોય છે. જો કે કેટલાક કિસ્સાઓમાં પાંચ વર્ષ પછી સમય પહેલા એકાઉન્ટ બંધ કરાવી શકાય છે. જેમાં ગંભીર બીમારી, બાળકોના ઉચ્ચ શિક્ષણ, રેસિડેન્સી સ્ટેટ્સ બદલાની સ્થિતિ. પરંતુ સમય પહેલા એકાઉન્ટ બંધ કરવા પર વ્યાજની ગણતરી ફરીથી થાય છે. જે કિસ્સામાં 1 ટકા ઓછા વ્યાજની રકમ મળે છે. એટલા માટે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિયમોને સારી રીતે સમજી લેવા જોઈએ.

Disclaimer: અત્રે આપેલી માહિતી આપને માત્ર જાણકારી આપવાનો હેતું છે. અમે કોઈપણ સેવીંગ્સ સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપતા નથી. રોકાણ કરતાં પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ લેવી આવશ્યક છે.

You will also like

Leave a Comment