અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ઉછાળો આવ્યો હતો. 8 સપ્તાહના સતત ઘટાડા પછી વીતેલું સપ્તાહ પોઝિટિવ રહ્યું હતું. ગઈકાલના કડાકા પછી આજે શુક્રવારે ભારે ઉછાળો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 879 પોઈન્ટ ઉછળી 72,472 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 288 પોઈન્ટ ઉછળી 22,520 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 741 પોઈન્ટ ઉછળી 55,256 બંધ રહ્યો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં આજે ઉછાળો આવવાના કયા કારણો? આગામી સપ્તાહે શેરબજારમાં તેજી થશે? આગામી સપ્તાહે શેરબજારમાં દરેક ઘટાડે નવી લેવાલી આવશે? શેરબજાર(Share Market India) શું હવે બોટમઆઉટ થઈ ગયું છે? આગામી સપ્તાહ માટે બેસ્ટબાય?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 879 પોઈન્ટનો ભારે ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 71,776ના મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 71,739 થઈ અને ત્યાં જોરદાર નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 72,669 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 72,472.33 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 879.09નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી ઈન્ડેક્સ 288 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 22,314ના મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 22,294 થઈ અને ત્યાં ભારે લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 22,580 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,520.45 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 288.65નો ઉછાળો દર્શાવે છે.
માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4.63 લાખ કરોડનો વધારો
Stock Market India શેરબજારમાં ગઈકાલના કડાકા પછી આજે સપ્તાહના અંતિમ દિવસે વેલ્યૂ બાઈંગ નીકળ્યું હતું અને શેરબજારમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. આજે આઈટી, એફએમસીજી અને બેંક સેકટરના શેરોની આગેવાની હેઠળ નવી લેવાલી આવી હતી. એક માત્ર ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં સામાન્ય નરમાઈ રહી હતી, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં ઉછાળો આવ્યો હતો. આજે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4.63 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
શેરબજારમાં ઉછાળો આવવાના કારણો
(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 1.36 ડૉલર ઘટી 102.92 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 0.88 સેન્ટ્સ ઘટી 90.61 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ ઘટતાં શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
(2) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં સુધારો આવ્યો હતો. એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતુ, બપોરે યુરોપિયન સ્ટોક માર્કેેટ પોઝિટિવ હતા. ડાઉ જોન્સ ફ્યુચર 75 પોઈન્ટ પ્લસ હતો. જેથી ભારતીય શેરબજારમાં (Stock Market India)નવી લેવાલી નીકળી હતી.
(3) ટીસીએસના બીજા ત્રિમાસિક ગાળાના ધારણા કરતાં વધુ પ્રોત્સાહક પરિણામ જાહેર થયા હતા. ટીસીએસનો નફો 15 ટકા વધીને આવ્યો હતો અને કંપનીએ રૂપિયા 12 ડિવિડંડની જાહેરાત કરી હતી. જે સમાચાર પાછળ ટીસીએસની આગેવાની હેઠળ આઈટી સેકટરના તમામ શેરોમાં જોરદાર લેવાલીથી ઉછાળો આવ્યો હતો. આઈટી સેકટરનો ઈન્ડેક્સ 838 પોઈન્ટ(3.02 ટકા) ઉછળ્યો હતો.
(4) ટેકનિકલી માર્કેટ બાઉન્સબેક થયું હતું. ગઈકાલના કડાકામાં નિફ્ટી 2026ના વર્ષની નીચી સપાટી 22,179 એ પહોંચી ગયો હતો. તેમજ 8 સપ્તાહના સતત ઘટાડાને પગલે માર્કેટ હાઈલીઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયું હતું. પરિણામે આજે મંદીવાળા ખેલાડીઓએ વેચાણો કાપ્યા હતા. તેની સાથે ડીઆઈઆઈ અને રોકાણકારોએ નીચા મથાળે વેલ્યૂ બાઈંગની તક ઝડપી લીધી હતી. જેથી આજે શુક્રવારે મોટો ઉછાળો નોંધાયો હતો.
(5) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે મોનેટરી પૉલીસીની સમીક્ષા દરમિયાન રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જે ફેકટર ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું.
વીક ટુ વીક માર્કેટ
8 સપ્તાહના ઘટાડા પછી વીતેલા સપ્તાહે બીએસઈ સેન્સેક્સ 563 પોઈન્ટ વધીને આવ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 99 પોઈન્ટ વધ્યો હતો. તેમજ બેંક નિફ્ટી 806 પોઈન્ટ ઊંચકાયો હતો.
મીડકેપ ઈન્ડેક્સમાં જંગી ઉછાળો
મીડકેપ ઈન્ડેક્સમાં 904 પોઈન્ટનો ભારેખમ ઉછાળો આવ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 103 પોઈન્ટ વધ્યો હતો. આજે શુક્રવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2183 શેરના ભાવ વધ્યા હતા અને 1393 શેરના ભાવ ઘટ્યા હતા.
111 સ્ટોકમાં અપર સર્કિટ
શુક્રવારે 51 શેર બાવન વીક હાઈ પર બંધ રહ્યા હતા અને 215 શેર બાવન વીક લો પર બંધ રહ્યા હતા. જ્યારે 111 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 115 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એપોલો હોસ્પિટલ(4.72 ટકા), આઈટીસી(4.31 ટકા), આઈસર મોટર(4.17 ટકા), ટીસીએસ(3.85 ટકા) અને એચસીએલ ટેકનોલોજી(3.38 ટકા).
સૌથી વધુ ગગડેલા શેર
બીએસઈ(1.43 ટકા), રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(0.65 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(0.61 ટકા) અને સિપ્લા(0.44 ટકા).
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં (Stock Market India)આગામી સપ્તાહે દરેક ઘટાડે નવી લેવાલી આવશે. નિફ્ટીમાં 22,200 નું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ આવે છે. જેથી હવે આ સપોર્ટ લેવલ આસપાસ બજાર ટેકો મેળવશે. અને જો આગામી સપ્તાહે નિફ્ટી 22,500 ઉપર જ ટ્રેડ કરે તો શેરબજારમાં સુધારો વધુ આગળ વધશે, અને નરમાઈનો તબક્કો પુરો થશે. તેવી જ રીતે સેન્સેક્સમાં 71,300 નું મજબૂત સપોર્ટ લેવલ છે અને ઉપરમાં સેન્સેક્સ 72,675 કૂદાવીને ઉપર ટ્રેડ કરશો તો શેરબજાર પોઝિટિવ રહેશે. બેંક નિફ્ટીમાં 55,500 નું રેઝિસ્ટન્સ લેવલ છે, આ લેવલ કૂદાવશે તો બેંક નિફટીમાં સારી તેજી થશે. ટૂંકમાં ખરાબ દિવસો હવે પુરા થવામાં છે, તેવું આજની બજારની ચાલ પર દેખાય રહ્યું છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

