અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રણ ટ્રેડિંગ સેશનની તેજી પછી આજે ઘટાડો આવ્યો હતો. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 561 પોઈન્ટ ઘટી 77,054 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 158 પોઈન્ટ ઘટી 24,052 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 669 પોઈન્ટ તૂટી 57,462 બંધ થયો હતો. આજે નવી લેવાલીનો તદન અભાવ હતો, અને વીકલી એક્સપાયરીનો દિવસ હોવાથી ઉભી પોઝિશન સરખી કરવા રૂપી કામકાજ વિશેષ હતા. અને બજારમાં સાવચેતીરૂપી કામકાજ હતા.
સેન્સેક્સ 561 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,272ના નીચા મથાળે ખૂલીને શરૂમાં ઘટાડે નવી લેવાલીથી વધી 77,402 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઝડપથી ઘટી 77,001 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,054.94 બંધ થયો હતો. જે 561.46નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 158 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,068ના નીચા મથાળે ખૂલ્યો હતો. શરૂમાં વધી 24,157 થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઘટી 24,023 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,052.05 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 158.95નો ઘટાડો દર્શાવે છે.
શેરબજાર ઘટવાના કારણો
(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હોર્મુઝ ખાડી પર કબજો જમાવાની વાત કરી છે અને હોર્મુઝ પરથી પસાર જહાજો પર 20 ટકા લેવી લેવાનું શરૂ કરાશે, તેના ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. તેમજ ટ્રમ્પે એવો દાવો પણ કર્યો છે કે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ 90 ટકા ખતમ થઈ ચુક્યા છે.
(2) ગત મોડી રાતે અમેરિકન સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા હતા. જેને પગલે આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. તેમજ ડાઉ ફ્યુચર 428 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતું હતું. જેને પગલે ભારતીય શેરોમાં વેચવાલી ચાલુ રહી હતી.
(3) અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ છેડાયું છે. ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી છે. પરિણામે ઈજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 3.38 ડૉલર ઉછળીને 86.67 ડૉલર પર ટ્રેડ કરતું હતું. ક્રૂડ ઓઈલ 2.15 ડૉલર વધી 80.23 ડૉલર પર ટ્રેડ કરતું હતું. આમ ક્રૂડના ભાવ રોકેટ બનતા ભારતીય શેરોમાં ભારે વેચવાલી આવી હતી.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 57 પૈસા તૂટી 96.20 પર ટ્રેડ કરતો હતો. રૂપિયો વધુ તૂટીને આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(5) 14 જુલાઈએ જાહેર થયેલા ડેટા અનુસાર રીટેઈલ મોંઘવારી દર વધીને 4.4 ટકા આવ્યો હતો.
(6) એફઆઈઆઈએ 13 જુલાઈએ 3062 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સામે ડીઆઈઆઈએ રૂપયા 2171 કરોડની ખરીદી કરી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 274 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1020 શેરના ભાવ વધ્યા હતા. તો 2277 શેરના ભાવ ઘટ્યા હતા.
76 સ્ટોકમાં લોઅર સર્કિટ
95 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 44 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 89 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 76 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
ભારતી એરટેલ(1.69 ટકા), એપોલો હોસ્પિટલ(1.45 ટકા), સન ફાર્મા(1.22 ટકા), ડૉ. રેડ્ડી લેબ(0.92 ટકા) અને તાતા સ્ટીલ(0.87 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
એચસીએલ ટેકનોલોજી(4.63 ટકા), શ્રી રામ ફાયનાન્સ(3.43 ટકા), એચડીએફસી લાઈફ(2.97 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(2.64 ટકા) અને એસબીઆઈ(2,34 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. ભીષણ હૂમલા ચાલુ છે અને ઈરાને મિડલ ઈસ્ટ દેશોમાં અમેરિકાના બેઝ પર હૂમલા કર્યા છે. તેની પાછળ ક્રૂડ ઓઈલમાં ભડકો છે. પરિણામે શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. નિફ્ટીમાં 24,000નો સપોર્ટ લેવલ છે. આ સપોર્ટ લેવલ તૂટશે તો માર્કેટમાં ઝડપી ઘટાડો જોવા મળશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

