
Generated by AI
અમદાવાદ- Chaturmas 2026 ચાતુર્માસ એટલે ચોમાસાના ચાર મહિનાના ખૂબ જ પવિત્ર દિવસો ગણાય છે. આ સમય અષાઢ સુદ અગિયારસ (દેવશયની)થી શરૂ થાય છે અને કારતક સુદ અગિયારસ (દેવઊઠી) સુધી ચાલે છે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જાય છે. તેથી, આ સમય દરમિયાન નવા લગ્ન કે ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો થતા નથી. લોકો આ સમયમાં ઉપવાસ અને ઈશ્વર ભક્તિ કરે છે.
હિન્દુ અને જૈન ધર્મમાં વિશેષ મહત્ત્વ
ચાતુર્માસનું હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. જૈનોમાં ચાતુર્માસ દરમિયાન વિશેષ ધાર્મિક આરાધના, ઉપવાસ અને સાધુ સંતો એક જ સ્થળે ચાતુર્માસનું રોકાણ કરે છે. તે દરમિયાન તેઓ પ્રવચન અને તપ કરે છે. આ ચાર મહિના સુધી સૌથી વધુ જીવ ઉત્પત્તિ અને હિંસા થતી હોવાથી સાધુ ભગવંતો વિહાર કરવાનું ટાળીને એક જ સ્થળે સ્થિર થાય છે.
Chaturmas 2026 પ્રારંભ અને અંત ક્યારે?
ચાતુર્માસનો પ્રારંભ 25 જુલાઈને શનિવારે દેવશયની એકાદશીથી થશે. આ અતિપવિત્ર ચાર મહિનાનો સમયગાળો 20 નવેમ્બર, 2026ને(દેવઉઠી એકાદશી)ના રોજ પૂર્ણ થશે. ચાતુર્માસ દરમિયાન ભાવિક ભક્તો એક ટાઈમ જમીને ઉપવાસ કરે છે. જેને એક ટાણા કહેવાય છે. ભુખ લાગે તો ફળો આરોગી શકાય છે.
ચાતુર્માસ દરમિયાન આહારના નિયમો ખૂબ મહત્વપૂર્ણ છે:
પહેલો મહિનો: લીલા શાકભાજી ન ખાવા.
બીજો મહિનો: દહીં ન ખાવું.
ત્રીજો મહિનો: દૂધનું સેવન ન કરવું.
ચોથો મહિનો: કઠોળ ન ખાવા.
ચાતુર્માસ અને શરીર સ્વાસ્થ્ય
ચાતુર્માસ(Chaturmas 2026) એ વિજ્ઞાન સાથે જોડાયલ છે. ચાતુર્માસ એ શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયું છે. ધર્મની સાથે વિજ્ઞાન અને સ્વાસ્થ્યનો સુભગ સુમેળ થાય છે. આ નિયમો પાછળનું મુખ્ય કારણ સ્વાસ્થ્ય છે. ચોમાસામાં ભેજને લીધે પાચનશક્તિ નબળી પડે છે. સાદું ભોજન ખાવાથી પેટના રોગો થતા નથી. આ ચાર મહિના સાધુ-સંતો પણ એક જ જગ્યાએ રહીને પ્રભુ ભક્તિ અને ધ્યાનમાં લીન થાય છે.
ભક્તિ કેવી રીતે કરવી જોઈએ?
સ્કંધ પુરાણ અનુસાર આ માસમાં જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાથી વિશ્વાસ રાખી ભગવાન શ્રી હરિ નું પૂજન કરે છે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે છે. દાન, જપ, તપ, ધ્યાન, સ્વાધ્યાય તેમજ શ્રીમદ ભાગવતના 10 મા સ્કંદના પાઠ કરવા ભગવાનના મુખેથી રચિત શ્રીમદ ભગવત ગીતાના 12 મો અને 15 મો અધ્યાયનું પઠન કરવું જોઈએ. જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાથી કરે છે તો ભગવાન તેમના સર્વ પાપમાંથી મુક્ત કરી અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
નિયમ અને દાનનું મહત્ત્વ
ચાતુર્માસમાં(Chaturmas 2026) એક નિયમ લેવા જોઈએ. આમ કરવાથી આપણને સઘળા પાપમાંથી મુક્તિ મળે છે. આવનાર સમયની અંદર સારી પ્રગતિ થાય છે. સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કારણ કે આ માસ ભગવાન શ્રી હરિનો છે. યોગ નિંદ્રામાં ભગવાન જાય છે ત્યારે ભગવાનનું પીઠ બળ છે. ભગવાનની સંપૂર્ણ ભક્તિ કરો, મંત્રનો જાપ કરવા, આ ઉપરાંત આ માસમાં દાનનું પણ બહુ મહત્વ છે. લીલા શાકભાજીનું દાન કરવું. અન્નદાન એ મહાદાન છે. સર્વ દાનમાંથી ઉત્તમ દાન અન્નદાન છે. અન્નદાન અવશ્ય કરવું જોઈએ.
નિયમનું ઉજવણું
ચાતુર્માસમાં જળદાન કરો એટલે કે પાણીનું દાન કરવું જોઈએ. એટલે કે તરસ્યાને પાણી પિવડાવું, પરબ બંધાવવી, પશુ પક્ષીને પાણી પિવડાવવું જોઈએ વિગેરે…. વસ્ત્ર દાન કરો, છત્રીનું દાન, તલનું દાન, જોડા, કેસર, ગોળ, મીઠું દાન કરવું જોઈએ. જ્યારે દેવઉઠી એકાદશી આવે ત્યારે જે નિયમ લીધો હોય તે નિયમનું ઉજવણું કરી અને એ વસ્તુનુ દાન કરી પછી એને આરોગવાની શરૂઆત કરવી જોઈએ.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
Ganpati Puja – Most Watched Article
Ganpati Puja: શુભ કાર્ય શરૂ કરતાં પહેલા ગણપતિની પૂજા સર્વપ્રથમ કેમ કરવામાં આવે છે?

