EPF Withdrawal After Retirement: નિવૃત્તિ પછી તુરંત PF ઉપાડી લેવો તે મોટી ભૂલ છે, જાણો શું છે નિયમ…

by Gujarati biz news
EPF Withdrawal After Retirement

EPF Withdrawal After Retirementનવી દિલ્હી- EPF Withdrawal After Retirement મોટાભાગના નોકરી કરતાં હોય તે કર્મચારીઓ માટે એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ તેમની જીવનભરની કમાણી અને નિવૃત્તિનો સૌથી મોટો નાણાકીય સહારો હોય છે. દસકાઓ સુધી પગારમાંથી કપાત, કંપનીનું યોગદાન અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે નિવૃત્તિ સમયનું મોટુ ફંડ તૈયાર થાય છે. પણ નિવૃત્તિ પછી કેટલાય લોકોના મનમાં ભ્રમ હોય છે કે પીએફના(EPF) પુરા પૈસા ઉપાડી લેવા જોઈએ. નહી તો આ પૈસા ડુબી જશે, અને તેના પર મળતું વ્યાજ બંધ થઈ જશે.

PF એકાઉન્ટ એક્ટિવ રહે છે

સચ્ચાઈ એવી છે કે નિવૃત્તિ પછી પણ આપનું પીએફ એકાઉન્ટ એક્ટિવ રહે છે અને જમા રકમ પર વ્યાજ મળતું રહે છે. આવો તમને જણાવીએ કે નિવૃત્તિ પછી પીએફના પૈસા તુરંત જ ઉપાડી લેવા જોઈએ કે પછી યોગ્ય નાણાકીય નિર્ણય કેવી રીતે લેવો જોઈએ.(EPF Withdrawal After Retirement)

તાત્કાલિક પીએફ ઉપાડી લેવાની ઉતાવળ ન કરશો

EPF Withdrawal After Retirement મોટાભાગના લોકો એવું વિચારતાં હોય છે કે નોકરીના છેલ્લા દિવસે પીએફ ક્લેઈમ ફોર્મ ભરી દેવું જોઈએ. જો કે ઈપીએફઓના નિયમો અનુસાર એવું કરવું અનિવાર્ય નથી. તાત્કાલિક પીએફ ઉપાડી લેવાની ઉતાવળ કરવી જોઈએ નહી. જો તમારે નિવૃત્તિ પછી કોઈ મોટો ખર્ચ  જેમ કે દેવું ચુકવવાનું હોય, ઘર રીપેર કરાવવાનું હોય, બાળકોના લગ્ન હોય, તો આવી જરૂરિયાત માટે પૈસાની જરૂર ન હોય તો તમે પીએફમાં રકમ જમા રાખી શકો છો. તમારી જરૂરિયાત પ્રમાણે તમે નિર્ણય લઈ શકો છો.

એક એવી વાત કે જેને સૌથી વધુ નિવૃત્ત કર્મચારીઓ નજર અંદાજ કરી દે છે.

3 વર્ષ સુધી વ્યાજ મળે છેઃ ઈપીએફઓના નિયમો(EPF Withdrawal After Retirement) અનુસાર નિવૃત્તિ પછીના આગામી ત્રણ વર્ષ સુધી તમારુ પીએફ એકાઉન્ટમાં જમા બેલેન્સ પર સરકારે નક્કી કરેલ દરના હિસાબે વ્યાજ મળતું રહે છે.

ઈનઓપરેટિવ એકાઉન્ટઃ જો નિવૃત્તિના ત્રણ વર્ષ પછી કોઈ જ ઉપાડ કરવામાં આવ્યો નથી, ત્યારે તમારુ ખાતું ઈનઓપરેટિવ શ્રેણીમાં આવી જાય છે.

બેંક સેવિંગ્સ એકાઉન્ટ કરતા વધુ વળતરઃ જો તમે પીએફના પુરા પૈસા ઉપાડીને સાધારણ બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં મુકી દો છો તો ત્યાં તમને 3થી 4 ટકા વ્યાજ મળે છે. જ્યારે ઈપીએફમાં વ્યાજ 8 ટકાથી વધારે મળે છે. એટલા માટે કોઈ કારણસર પૈસા ઉપાડવાની ઉતાવળ એ ખોટનો સોદો થઈ શકે છે.

પીએફ નહી, EPS પેન્શનનું પણ ધ્યાન રાખોઃ કર્મચારી સામાન્ય રીતે માત્ર પીએફના બેલેન્સ પર ધ્યાન આપે છે અને પેન્શન કોમ્પોનેન્ટને ભુલી જાય છે.

માસિક પેન્શનઃ જો તમે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ઈપીએફઓમાં યોગદાન આપ્યું છે તો તમે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ અનુસાર 58 વર્ષની ઉમરથી દર મહિને પેન્શન મેળવવાની હકદાર થઈ જાવ છો.

ફંડ અને આવકનું સંતુલનઃ પીએફ તમને એક જ મોટી રકમ આપે છે. જ્યારે ઈપીએસ પેન્શન તેમને નિવૃત્તિ પછી દર મહિને એક નિશ્ચિત કરેલ રકમની ગેરંટી હોય છે.

નિવૃત્તિ પછી પીએફ ફંડ મેનેજ કરવાના ચાર નિયમ

(1) ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય ન લેશો. નિવૃત્ત થયા પછી સગા સંબધીઓ, મિત્રો અથવા તો એજન્ટની સલાહ લઈને પુરા પૈસા કોઈ જોખમવાળી સ્કીમ અથવા તો રિયલ એસ્ટેટમાં તુરંત રોકાણ ન કરવું જોઈએ. થોડોક સમય લઈને સમજી વિચારીને નિવૃત્તિનો પ્લાન બનાવવો જોઈએ.

(2) EPF Withdrawal After Retirement તબક્કાવાર ઉપાડની પદ્ધતિ અપનાવવી જોઈએ. પુરેપુરી રકમ એક જ વારમાં ઉપાડી લેવાની જગ્યાએ તમારી માસિક જરૂરિયાતના હિસાબે સિસ્ટેમેટિક પદ્ધતિથી પૈસા ઉપાડવા જોઈએ. તે રકમનું રોકાણ(Investment) બેંકમાં ફિકસ્ડ ડીપોઝિટ(Bank FD), સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ(SCSS) અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં SWP માં કરવું જોઈએ.

(3) તમારી કુલ નિવૃત્તિ આવકનું આકલન કરવું જોઈએ. પીએફ, પેન્શન, પર્સનલ સેવિંગ્સ, એફડી અને ભાડાની આવક વિગેરે દ્વારા થનારી માસિક આવકને જોડીને તમારે તમારું માસિક બજેટ તૈયાર કરવું જોઈએ. તમારો માસિક ખર્ચ કેટલો છે, તેને પણ ધ્યાનમાં લઈને પછી યોગ્ય પ્લાનિંગ કરો.

(4) ટેક્સ અને લિક્વિડિટીને ધ્યાનમાં રાખો. નિવૃત્તિ પછી પૈસા એવી જગ્યાએ રોકાણ કરો કે ઈમરજન્સીના સમયે તુરંત જ ફંડ ઉપાડી શકાય. અને તેના પર ટેક્સનો બોજો પણ ઓછો હોય.

You will also like

Leave a Comment