Gujarat Commonwealth Games 2030: કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવ્યો

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત 39 મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું

by Gujarati biz news
Gujarat Commonwealth Games 2030

Gujarat Commonwealth Games 2030ગાંધીનગર- Gujarat Commonwealth Games 2030 ગ્લાસગો CWGનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં CWGના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ્સ મેળવીને રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે.(Commonwealth Games flag arrives in Gujarat from Glasgow)

કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ CMને અર્પણ કરાયો

ભારતને મળેલા મેડલ્સમાં ઈન્ડિયન પેરાએથલિટ્સે પણ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલની સિદ્ધિ હાંસલ કરી છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરાએથલિટ્સના ઉત્કૃષ્ટ પદાર્પણની ઐતિહાસિક સિદ્ધિ મળતા CWGમાં ભારતીય પેરાએથ્લેટિક્સ પોડિયમની 20 વર્ષની આતુરતાનો અંત આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન અને પ્રતિનિધિ મંડળ ગ્લાસગોથી ગાંધીનગર આવી પહોંચતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ નાયબ મુખ્યપ્રધાને સંપૂર્ણ ગૌરવ સન્માન સાથે વિધિવત અર્પણ કર્યો હતો.

ફ્લેગ 2030ના CWG સુધી ગુજરાતમાં રહેશે

આ અવસરે ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026માં(Gujarat Commonwealth Games 2030) પ્રતિનિધિત્વ કરનારા પેરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. પેરા ટેબલ ટેનીસ ખેલાડી સોનલ પટેલ પણ આ વેળાએ જોડાયા હતા. હવે, CWG ફ્લેગ આગામી 2030ના CWG સુધી ગુજરાતમાં રહેશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા સાથે CWGની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણાપુંજ બનશે.

ફલેગને સમગ્ર મંત્રીમંડળે હર્ષોલ્લાસથી વધાવ્યો

Gujarat Commonwealth Games 2030 નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ CWG ફ્લેગ અર્પણ કર્યો તેને સમગ્ર મંત્રીમંડળે હર્ષોલ્લાસથી વધાવ્યો હતો. મુખ્ય સચિવ એમ. કે. દાસ, અગ્ર સચિવ અશ્વિની કુમાર અને એમ. થેન્નારસન તથા સચિવ રાહુલ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

ભાવિ યજમાન દેશને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ કેમ આપવામાં આવે છે?

  • કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં વર્તમાન યજમાન દેશ દ્વારા કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ આગામી યજમાન દેશને સોંપવાની પરંપરાનું વિશેષ મહત્વ છે.
  • યજમાનીના અધિકાર અને જવાબદારીનું પ્રતીક: ધ્વજનું હસ્તાંતરણ આગામી યજમાન દેશને ગેમ્સના આયોજનની જવાબદારી સોંપવાનું પ્રતીક છે.
  • પરંપરાની અવિરતતા: તે દર્શાવે છે કે કોમનવેલ્થ ગેમ્સની ગૌરવશાળી પરંપરા એક યજમાનથી બીજા યજમાન સુધી સતત આગળ વધી રહી છે.
  • એકતા અને મિત્રતાનો સંદેશ: આ હસ્તાંતરણ કોમનવેલ્થ દેશો વચ્ચેના વિશ્વાસ, સહકાર, મિત્રતા અને રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
  • આગામી ગેમ્સની ઔપચારિક શરૂઆત: ધ્વજ પ્રાપ્ત થતાં જ આગામી યજમાન દેશ માટે ગેમ્સની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ માનવામાં આવે છે.
  • રમતગમતના મૂલ્યોનું વહન: ધ્વજ સાથે નિષ્પક્ષ રમત, શ્રેષ્ઠતા, પરસ્પર સન્માન અને વૈશ્વિક ભાઈચારાના મૂલ્યો આગામી યજમાન સુધી પહોંચે છે.

ઉચ્ચ આદર્શોના વારસાનું ગૌરવપૂર્ણ હસ્તાંતરણ

આમ, (Gujarat Commonwealth Games 2030) આ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ આગામી યજમાન દેશને આપવાનો હેતુ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ ગેમ્સની યજમાની, જવાબદારી, પરંપરા, એકતા અને રમતગમતના ઉચ્ચ આદર્શોના વારસાનું ગૌરવપૂર્ણ હસ્તાંતરણ કરવાનો છે.

CWG ધ્વજ શું છે?

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ કોમનવેલ્થ દેશો વચ્ચેની એકતા, મિત્રતા, સમાનતા અને રમતગમતની ભાવનાનું પ્રતીક છે. આ ધ્વજ ખેલાડીઓને રમત દ્વારા વિશ્વબંધુત્વ, પરસ્પર સન્માન અને શાંતિનો સંદેશ આપે છે. યજમાન શહેરમાં ધ્વજનું આગમન ગેમ્સની તૈયારીઓ અને ઉત્સાહનું પ્રતીક માનવામાં આવે છે.

“Sport Unites Us All”નો સંદેશ

આ ફ્લેગ કોમનવેલ્થ પરિવારના દેશો વચ્ચે એકતા, શાંતિ, મિત્રતા, સહકાર અને રમતગમતની ઉચ્ચ ભાવનાનું જીવંત પ્રતીક છે અને “Sport Unites Us All”ના સંદેશને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે છે.

ટીમ ગુજરાત તૈયાર

ગુજરાત અને દેશના યુવા ખેલાડીઓને અભિનંદન આપતાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે. કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.

જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે આવેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુને વધુ સ્થાનિક ખેલાડીઓ જોડાય અને તેનો લાભ મેળવે તે માટે રાજ્ય સરકાર વિશિષ્ટ આયોજન અને યોજનાઓ પર ઝડપથી કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો….

Statue of Unity Cruise: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

You will also like

Leave a Comment