Stock Market India: બે તરફી વધઘટે સેન્સેક્સ નિફ્ટીમાં સુધારો, કાલે તેજી આગળ વધશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી મુવમેન્ટ પછી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 152 પોઈન્ટ વધી 78,581 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 9 પોઈન્ટ સુધરી 24,624 બંધ રહ્યો હતો. જો કે બેંક નિફ્ટી (Bank Nifty) 167 પોઈન્ટ ઘટી 57,739 બંધ હતો. શેરબજારમાં લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ રહ્યા હતા. શેરબજારમાં પોઝિટિવ કયા કારણો હતા?શેરબજારમાં નેગેટિવ કયા કારણો હતા? આરબીઆઈની ધીરાણ નિતીની શેરબજાર(Share Market India) પર શું અસર પડી? કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? શું શેરબજારની તેજીની ચાલ છે? ટેકનિકલી માર્કેટ હજી સ્ટ્રોંગ છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 152 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 79,055ના ખૂબ ઊંચા મથાળે ગેપમાં ખૂલીને તે જ દિવસનો હાઈ બન્યો હતો. તે મથાળા પછી પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 78,285 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,581.00 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 152.05નો સુધારો દર્શાવે છે. સેન્સેક્સ હાઈથી ટ્રેડિંગ સેશન દરમિયાન 770 પોઈન્ટ તૂટ્યો હતો. જોકે ઘટ્યા મથાળેથી 296 પોઈન્ટની રીકવરી પણ આવી હતી.

નિફ્ટી 9 પોઈન્ટ સુધર્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સવારે 24,669ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 24,677 થઈ અને ત્યાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી ઘટી 24,497 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,624.65 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 9.75નો સુધારો દર્શાવે છે.

આજે શેરબજારમાં બે તરફી ભારે વધઘટ નોંધાઈ હતી. શરૂમાં લેવાલી બપોરે વેચવાલી અને ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં ટેકારૂપી નવી લેવાલી આવી હતી. જો કે બેંક નિફ્ટી માઈનસમાં બંધ હતો. આજે આઈટી, બેંક, ફાર્મા અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી. જ્યારે ઓટો, મેટલ, રિયલ્ટી, એનર્જિ અને ઈન્ફ્રા સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી રહી હતી.

શેરબજારમાં બે તરફી વધઘટના કારણો

(1) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિ રજૂ કરી હતી. જેમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખ્યો હતો અને ન્યૂટ્રલ રૂખ અપનાવ્યું હતું. મોંઘવારી દરનું અનુમાન 10 બેસીસ પોઈન્ટ ઘટાડ્યું હતું, જ્યારે જીડીપી ગ્રોથનું અનુમાન 6.6 ટકા અંદાજ્યું હતું. જો કે કોઈ જ ફેરફાર ન આવતાં શરૂમાં શેરબજાર પર પોઝિટિવ અસર પડી હતી, પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ખાસ કરીને ધીરાણ નીતિની રજૂઆત પછી બેંક શેરોમાં વેચવાલી ફરી વળી હતી. કેટલીક બેંકોની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમમાં સામાન્ય ઘટાડો થયો છે, તેવું આરબીઆઈએ કબૂલ્યું છે.

આ પણ વાંચો….

વ્યાજ દર યથાવત, હોમ લોન અને કાર લોનની EMI નહી વધે

(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે તેઓ હોર્મુઝને પુરી રીતે ખોલી નાંખે. નહી ખોલે તો સૌથી મોટો હૂમલા કરીશું. જેથી એમ મનાતું હતું કે હજી જીઓ પોલિટિકલ ટેન્સન પુરી રીતે સમાપ્ત થયું નથી. તેમજ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાન સાથે વાતચીત ચાલુ છે. આગામી 48 કલાકમાં બધી ખબર પડી જશે. જેને પગલે શેરબજારમાં સાવચેતીનું વાતવરણ વધારે જોવા મળ્યું હતું.

(3) એચએસબીસી સર્વિસીઝ પીએમઆઈ ઘટીને 53.3 આવ્યો હતો. જે છેલ્લા 4.50 વર્ષનો ધીમી ગતિનો ગ્રોથ છે.

(4) ટેકનિકલી જોઈએ તો નિફ્ટીમાં 24,650-24,700નું રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જેથી નિફ્ટી આ મથાળે આવ્યા પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પરિણામે ઊંચા મથાળેથી બજાર પાછુ પડ્યું હતું.

(5) એફઆઈઆઈની નવી લેવાલી ચાલુ રહી છે. એફઆઈઆઈ સતત પાંચમી ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર રહી છે. ચોથી ઓગસ્ટે એફઆઈઆઈએ કુલ રૂપિયા 2,446 કરોડની નેટ ખરીદી કરી છે. જે કારણ પાછળ બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં ટેકારૂરી નવી લેવાલી આવી હતી.

મીડકેપ અને સ્મોલકેપ શેરમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી

આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ 113 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 148 પોઈન્ટ પ્લસ હતા. જેને પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1974 શેરના ભાવ વધ્યા હતા અને 1394 શેરના ભાવ ઘટ્યા હતા.

127 સ્ટોકમાં અપર સર્કિટ

152 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 33 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 127 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 97 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

શ્રી રામ ફાયનાન્સ(3.23 ટકા), ગ્રાસિમ(2.74 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.31 ટકા), હિન્દાલકો(1.96 ટકા) અને એનટીપીસી(1.82 ટકા).

સૌથી વધુ ગગડેલા શેર

ટીસીએસ(1.91 ટકા), એપોલો હોસ્પિટલ(1.55 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.45 ટકા), સન ફાર્મા(1.22 ટકા) અને જિઓ ફાયનાન્સ(1.15 ટકા).

કાલે શેરબજાર કેવું રહેશે

કાલે ગુરુવારે નિફટીમાં આવતી કંપની ટ્રેન્ટના પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર થશે. તેમજ હીરો મોટો, બ્રિટાનિયા, લ્યૂપિન સહિત વાયદાની 10 કંપનીઓના પરિણામ આવશે, તેના પર નજર રહેશે. તેમજ ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટીમાં 24,350નો સપોર્ટ લેવલ છે, અને તેની ઉપર 24,600 રેઝિસ્ટન્સ લેવલ આવે છે. આજે નિફ્ટી 24,600 ઉપર બંધ છે, હવે કાલે નિફ્ટી 24,700 ઉપર ટ્રેડ કરશો તો ઝડપથી 24,800 અને 25,000 સુધીના લેવલ બતાવી શકે છે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 57,200 સપોર્ટ લેવલ રહેશે. હવે કાલે 57,800 કૂદાવશે તો વધીને 58,500 અને 59,000 સુધી જઈ શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment