Gujarat Shravan Festival 2026: સૌરાષ્ટ્રના મેળાઓમાં સખી મંડળની બહેનોના સ્ટોલ

by Gujarati biz news
Gujarat Shravan Festival 2026

Gujarat Shravan Festival 2026ગાંધીનગર- Gujarat Shravan Festival 2026 શ્રાવણ માસ એટલે શિવાલયોમાં શિવ આરાધના અને મેળાઓનું મહાપર્વ. આ સમયગાળા દરમિયાન ગુજરાતના વિવિધ જ્યોતિર્લિંગો, શક્તિપીઠો, કૃષ્ણ મંદિરો, તીર્થધામો તથા અન્ય ધાર્મિક સ્થળોએ લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા “શ્રાવણ ઉત્સવ” તરીકે રાજ્યના 06 જિલ્લામાં તારીખ 26 ઓગસ્ટ, 2026થી 07 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સખીમંડળની બહેનોને તેમના ઉત્પાદનોના સીધા વેચાણ માટે ખાસ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.

વોકલ ફોર લોકલ અને લખપતિ દીદી અભિયાન

Gujarat Shravan Festival 2026 દરમ્યાન વિવિધ મેળાઓ અને ધાર્મિક આયોજનોમાં સખીમંડળની બહેનો તેમના ઉત્પાદનો વધુ લોકો સુધી પહોંચાડી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ “વોકલ ફોર લોકલ” અને “લખપતિ દીદી” અભિયાનને વધુ વેગ મળશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે, જેના લીધી રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બનીને દેશના વિકાસમાં અગ્રેસર બની છે.

સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર

ગ્રામ વિકાસ વિભાગ હેઠળના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો) દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ તેમજ અન્ય સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવા હેતુથી મેળાઓમાં સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. (Gujarat Shravan Festival 2026) આ કાર્યક્રમ દરમિયાન સખીમંડળની બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં મેળાની મોસમ

સૌરાષ્ટ્ર રાજકોટ અને ઘેલા સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘેલા સોમનાથ ખાતે આવતીકાલથી પાંચ દિવસ માટે મેળો ચાલશે. જયારે રાજકોટમાં તારીખ 02 થી 06 સપ્ટેમબર રેસકોર્સ ખાતે મેળો યોજવા જઈ રહ્યો છે.

કયા કેટલા સ્ટોલ છે?

Gujarat Shravan Festival 2026 રાજકોટમાં આયોજિત મેળામાં સખી મંડળોની બહેનોને 40 સ્ટોલ તેમજ ઘેલા સોમનાથ ખાતે 15 સ્ટોલ ફાળવવામાં આવશે. તે સિવાય પોરબંદરના મેળામાં 65 સ્ટોલ, ગીર સોમનાથમાં 20 સ્ટોલ, દેવભૂમિ દ્વારકામાં 20 સ્ટોલ ફાળવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર ખાતે નિષ્કલંક મહાદેવના મેળામાં 20 સ્ટોલ તેમજ નર્મદા જિલ્લામાં નીલકંઠધામ, પોઈચામાં પણ 15 સ્ટોલ ફાળવવામાં આવશે.

સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ

ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ઉપરાંત તેઓને રહેવા, જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. વધુમાં સખી મંડળની બહેનોને આવવા જવા માટે ભાડું પણ આપવામાં આવે છે. આમ સખીમંડળની બહેનો અન્ય કોઈ ખર્ચ વગર તેમની વસ્તુનું સારી રીતે વેચાણ કરી શકે છે.

નિઃશુલ્ક ટ્રેનિંગ

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે તેઓને નિઃશુલ્ક ટ્રેનિંગ પુરી પાડવામાં આવે છે. હેન્ડીક્રાફ્ટની વસ્તુના નિર્માણ માટે જરૂરી સાધન સહાય માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે. રાજ્યની ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ હવે તેમના ઘર પરિવારના ગુજરાનમાં સહભાગિતા સાથે ‘લખપતિ દીદી’ બની રાજ્ય અને દેશના આર્થિક વિકાસમાં તેમનું બહુમૂલ્ય યોગદાન પૂરું પાડી રહી છે.

આ પણ વાંચો…

Gujarat Police: નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા 500 અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનો

You will also like

Leave a Comment