અમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂના ઉછાળા પછી ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 183 પોઈન્ટ ઘટી 77,472 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 126 પોઈન્ટ ઘટી 24,207 બંધ થયો હતો. જો કે બેંક નિફ્ટી(Bank Nifty) 269 પોઈન્ટ વધી 57,783 બંધ હતો. શેરબજારમાં શરૂમાં નવી લેવાલી ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી વેચવાલી આવી હતી. આજે કયા પોઝિટિવ ફેકટર હતા? આજે પ્રોફિટ બુકિંગ આવવા પાછળ કયા કારણો હતા? બજાર કેમ હજી ટ્રેડિંગ રેન્જ અથડાયા કરે છે? કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી લેવલ શું સંકેત આપે છે? જે પી મોર્ગને નિફ્ટી 27,000 થવાનો ટાર્ગેટ આપ્યો છે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 183 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,892ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં સવારે નવી લેવાલી નીકળતાં વધુ ઉછળી 77,986 થઈ અને ત્યાં ભારે પ્રોફિટ બુકિંગ આવતાં ઝડપી ઘટી 77,472 થઈ અને લો લેવલ પર બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 183.15નો ઘટાડો દર્શાવે છે. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ 514 પોઈન્ટ ઘટ્યો હતો.
નિફ્ટી 126 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,341ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 24,378લ થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 24,207 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,207.75 લો લેવલ પર બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 126.80નો ઘટાડો દર્શાવે છે.
મેટલ અને બેંક શેરોમાં નવી લેવાલી
શેરબજાર સવારે ભારે ઊંચા મથાળે ગેપમાં જ ખૂલ્યું હતું. ત્યાર પછી તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી ચાલુ રહી હતી અને શેરોના ભાવ વધુ વધ્યા હતા. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી સવારે લઈ ગયા હતા તે જ તેજીવાળાઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું, જેથી ભાવ પાછા પડ્યા હતા. આઈટી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ, ઓટો, ઈન્ફ્રા, એનર્જિ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી. બીજી તરફ મેટલ અને બેંક શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
પોઝિટિવ કારણો
(1) ઈરાન અને ઓમાનની વચ્ચે સ્ટ્રેટથી એક જોઈન્ટ ટેમ્પરરી નેવિગેશન કોરીડોર બનાવવા અને તેને માઈન્સથી મુક્ત કરવાના સમાચાર પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 2.69 ડૉલર ઘટી 85.88 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 2.43 ડૉલર ઘટી 79.93 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી અને સવારે નવી લેવાલી આવી હતી.
(2) એનવીડિયાના પરિણામ જાહેર થયા તે પહેલા અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજી હતી. જેની પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા. પરિણામે ભારતીય શેરબજાર પોઝિટિવ થયું હતું.
(3) એફઆઈઆઈ સતત બીજી ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર હતી. 25 ઓગસ્ટના રોજ એફઆઈઆઈએ રૂપિયા 1593 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
નેગેટિવ કારણો
(1) યુએસ ઈરાન વચ્ચે આર્થિક પ્રતિબંધો લાદ્યા પછી તંગદિલી વધુ વકરી છે. ઈરાન પણ તેનો વળતો જવાબ આપશે. જેથી શેરબજારમાં ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી સાવચેતીનો મૂડ હતો. અને એટલે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
(2) ઈરાન હોર્મુઝ અંગે શું નિર્ણય કરે છે, તે હજી અસમંજસ છે. જેથી ગમે ત્યારે ક્રૂડના ભાવમાં ઉછાળો આવી શકે તેમ છે. એવા ભય પાછળ તેજીવાળા સાવધાની સાથે વેચવાલ થયા હતા.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
મીડકેપ ઈન્ડેક્સ 61 પોઈન્ટ ઘટ્યો હતો. જો કે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 160 પોઈન્ટ પ્લસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. આજે 1967 શેરના ભાવ વધ્યા હતા, અને 1548 શેરના ભાવ ઘટ્યા હતા.
129 શેરમાં અપર સર્કિટ
135 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 77 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 129 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી, જ્યારે 79 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
કોટક બેંક(3.76 ટકા), એક્સિસ બેંક(1.62 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(1.57 ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ(1.53 ટકા) અને એચડીએફસી લાઈફ(1.15 ટકા)
ટોપ લુઝર્સ
ભારતી એરટેલ(2.31 ટકા), પાવરગ્રીડ(2.14 ટકા), ઈન્ફોસીસ(2.10 ટકા), એલ એન્ડ ટી(1.96 ટકા) અને નેસ્લે(1.86 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
કાલે શેરબજારમાં સાવચેતી સાથેનો જ ટ્રેડ થશે. બે તરફી વધઘટ રહેશે. જો કે હજી માર્કેટ ટ્રેડિંગ રેન્જમાં છે. આજના ઘટાડા બાદ પણ નિફ્ટીમાં 24,200 અને સેન્સેક્સ 77,200ના સપોર્ટ લેવલની ઉપર જ બંધ છે. જે બજારની મજબૂતી દર્શાવે છે. જેથી આ સપોર્ટ લેવલ ઉપર બંધ છે, ત્યાં સુધી દરેક ઘટાડે નવું બાઈંગ આવશે. બીજી તરફ બેંક નિફ્ટી વધુ સ્ટ્રોંગ છે અને આજે બેંક નિફ્ટી 57,600 ઉપર બંધ છે, જો આગામી દિવસમાં બેંક નિફ્ટી 57,800 કૂદાવશે તો નવી તેજી થશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

