
Image Generated b AI
ગાંધીનગર- Gujarat Farmers News ગુજરાત રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે. ચોમાસાની સીઝનની શરૂઆતે જે વરસાદ આવ્યા ત્યાર પછી ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર ગયો છે. જેથી જગતનો તાત ચિંતા હેઠળ આવી ગયો છે. આ સંજોગોમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Gujarat CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી(Dy CM Harsh Sanghavi) વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
03 મહત્વપુર્ણ નિર્ણય
ઉપરોક્ત ઉચ્ચસ્તરીય બેઠકમાં ખરીફ ઋતુ માટે નર્મદા યોજનામાંથી વધારાનું પાણી ફાળવવાના 03 મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. જો હવે પછી આગામી દિવસોમાં વરસાદ ન આવે તો ગુજરાતમાં પાકની કફોડી સ્થિતિ સર્જાય તેમ છે. જેથી રાજ્ય સરકાર સફાળી જાગી છે.(Gujarat Farmers News)
ખેડૂતોને પુરતું પાણી મળી રહે…
સુજલામ-સુફલામ યોજના અને નર્મદા કેનાલ નેટવર્કના માધ્યમથી ખરીફ ઋતુ માટે ખેડૂતોને પુરતું પાણી મળી રહે તે માટેના 03 મહત્વપુર્ણ નિર્ણયો આ બેઠકમાં લેવામાં આવ્યા હતા. તદઅનુસાર, મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા યોજનામાંથી 20 દિવસ માટે 5,000 કયુસેકસ પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નર્મદાનું પાણી
Gujarat Farmers News સૌની યોજનાની લિંક-01 મારફતે સૌથી ઓછા વરસાદવાળા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નર્મદાનું પાણી તારીખ 19 ઓગસ્ટ, 2026થી આપવામાં આવી રહ્યું છે અને હાલમાં ઉભા પાકને બચાવવા માટે વધુ 10 દિવસ માટે આ પાણી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત વિસ્તારમાં સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના મારફતે નર્મદા યોજનામાંથી તારીખ 19 ઓગસ્ટ, 2026થી 2,000 કયુસેકસ પાણી આપવામાં આવે છે, તેને વધુ 15 દિવસ માટે આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
અલ નીનોની અસર
ગુજરાત રાજ્યમાં પ્રવર્તમાન અલ નીનો (El Niño)ની પરિસ્થિતિના કારણે વરસાદ અને પાણીની ઉપલબ્દ્ધીની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં સિંચાઈના તથા પીવાના પાણીની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એટલુ જ નહિ, જો આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ન થાય, તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવાના દિશા નિર્દેશો મુખ્યપ્રધાને આ બેઠકમાં આપ્યાં હતાં.
પાણીની સ્થિતિ પર સતત નજર
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને પાણીની અછતવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં, પીવાના પાણીનો પુરવઠો સુચારુ અને અવિરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવાની પણ તેમણે સુચનાઓ આપી હતી. સંબંધિત વિભાગો તથા જિલ્લા કક્ષાના અધિકારીઓને પાણીની સ્થિતિ પર સતત નજર રાખવા, ઉપલબ્ધ જળસંસાધનોનો કાર્યક્ષમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા તેમજ પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવા મુખ્યપ્રધાને તાકીદ કરી હતી.
નાગરિકો અને ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ
રાજ્ય સરકાર વરસાદ, જળાશયોમાં પાણીની સપાટી અને પાણીની ઉપલબ્ધતાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને પરિસ્થિતિ અનુસાર સમયાંતરે ખેડૂતો અને રાજ્યની જનતાના વ્યાપક હિતમાં જરૂરી નિર્ણયો લેવાનું પણ આ બેઠકમાં મુખ્યપ્રધાને સુચન કર્યુ હતું. આ ઉપરાંત તમામ નાગરિકો અને ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તથા પાણીના સંરક્ષણમાં સહયોગ આપવાની અપીલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી છે.
આ પણ વાંચો…
Gujarat Pilgrimage Places: 10 ધાર્મિક સ્થળોના વિકાસ કામોને સરકારની મંજૂરી

