SIP vs SSY: દર મહિને રૂ.3,000ના રોકાણથી કેટલું ફંડ જમા થાય, જાણો પુરી ગણતરી…

by Gujarati biz news
SIP vs SSY
SIP vs SSY

Image Generated by AI

અમદાવાદ- SIP vs SSY જો તમે દર મહિને રૂપિયા 3,000 બચાવી શકો છો તો આપની સામે રોકાણના અનેક વિકલ્પ છે. જેમાં એસઆઈપી(SIP) અને સુકન્યા સમૃદ્ધિ યોજના(SSY) પણ સામેલ છે. પરંતુ બન્નેના રોકાણમાં વૃદ્ધિની પદ્ધતિ ખૂબ જ અલગઅલગ છે. આજે આપણે એસઆઈપી અને સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે જાણીશું કે કયો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે.

રોકાણ પર વળતર

એસઆઈપી શેરબજાર(Stock Market) સાથે જોડાયલ રોકાણ(Investment) છે, જેમાં રોકાણ પર વળતર નક્કી હોતું નથી. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના(SSY) સરકારની નાની બચત યોજના છે. જેમાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. વ્યાજ વાર્ષિક કમ્પાઉન્ડ રહે છે. હવે સવાલ એ છે કે દર મહિને રૂપિયા 3,000નું રોકાણ કરવાથી કઈ યોજનામાં કેટલા પૈસા બને છે?

15 વર્ષમાં કેટલા પૈસા બનશે?

SIP vs SSY માની લો કે એસઆઈપીમાં સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર મળે છે તો લાંબા ગાળામાં સારા મ્યુચ્યુઅલ ફંડમાં વધુમાં વધુ 12 ટકા વળતરની ધારણા કરી શકાય છે. જો કે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કરેલ રોકાણ શેરબજારના જોખમોને આધીન હોય છે, જેથી તેમાં વળતર મળવાની કોઈ ગેરંટી હોતી નથી. બીજી તરફ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલ વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. જે દર વર્ષે વળતરની ફિક્સ ગેરંટી હોય છે અને તે રોકાણ સુરક્ષિત હોય છે.

પુરી ગણતરી સમજો….

ઉદાહરણ સાથે સમજીએ તો આપ દર મહિને રૂપિયા 3,000નું રોકાણ કરો છો. તો એક વર્ષમાં 36,000ની બચત થાય અને પાંચ વર્ષમાં એક લાખ 80 હજારની બચત થાય. હવે જો તમે એસઆઈપી દ્વારા રોકાણ કર્યું છે, અને તેમાં સરેરાશ 12 ટકા રીટર્નની અપેક્ષા રાખી હોય તો તમને 5 વર્ષ બાદ રૂપિયા 2.47 લાખ મળે છે જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો છો તો 5 વર્ષ બાદ રૂપિયા 2.16 લાખ રૂપિયા રીટર્ન મળે છે.

10 વર્ષના રોકાણનું ગણિત

હવે 10 વર્ષના રોકાણનું ગણિત સમજીયે તો તમારી બચત રૂપિયા 3.60 લાખ થાય છે. એસઆઈપીમાં 10 વર્ષ બાદ રૂપિયા 3.97 લાખ મળે છે અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5.42 લાખનું રીટર્ન મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

SIP vs SSY અહીંયા એક જરૂરી વાત એ છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરી(પુત્રી)ના નામે 15 વર્ષ માટેનું ખાતું ખોલાવવાનું હોય છે. ખાતુ ખોલ્યાની તારીખથી 21 વર્ષ પછી તે મેચ્યોર થાય છે. એટલે કે તમે દર મહિને રૂપિયા 3,000 જમા કરો છો તો વર્ષે રૂપિયા 36,000 જમા થાય અને 15 વર્ષમાં 5.64 લાખનું રોકાણ થાય છે. અને વાર્ષિક 8.2 ટકાનો વ્યાજ દર ગણો તો 15 વર્ષ બાદ 10.64 લાખ રૂપિયા મળે છે. અને 21 વર્ષ બાદ આશરે 17 લાખ રૂપિયાની રકમ તમારા ખાતામાં જમા હોય છે અને તે મેચ્યોરિટી વખતે તે રકમ તમને મળે છે.

બજારની વધઘટનું જોખમ

તેની સરખામણીએ જો એસઆઈપીમાં માસિક રૂપિયા 3,000નું રોકાણ કરો છો. તો 21 વર્ષ પછી સરેરાશ 12 ટકા રીટર્ન ગણીએ તો આ રકમ વધીને 34.16 લાખ રૂપિયા થાય છે.

સૌથી શ્રેષ્ઠ રોકાણ કયું?

તેનો સીધો જવાબ નથી. પણ બન્નેનો હેતુ અલગઅલગ છે. જો આપ આપની દીકરીના ભણતર કે ભવિષ્ય માટે સુરક્ષિત અને ફિક્સ રીટર્ન સાથે રોકાણ કરવા ઈચ્છતાં હોય તો તમારા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના બેસ્ટ વિકલ્પ છે. આ કેન્દ્ર સરકારની પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવાય છે અને 21 વર્ષે મેચ્યોર થાય છે.

રોકાણ કરતાં પહેલા વિચારો

જો તમે લાંબાગાળાનું રોકાણ કરીને અને રોકાણમાં શેરબજારની વધઘટનું જોખમ લેવા માંગો છો તો એસઆઈપીનો(SIP) વિચાર કરી શકાય. એટલા માટે રોકાણ કરતાં પહેલા સમય અને રોકાણનો હેતુ એ નક્કી કરવો ખૂબ જરૂરી છે, તેમજ તમે કેટલું રિસ્ક લેવા માંગો છો, તે પણ નક્કી કરવાનું હોય છે. ત્યાર બાદ તમે જાતે જ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો. જે તમારા માટે બેસ્ટ રોકાણ હશે.

Disclaimer: અત્રે આપેલી માહિતી આપને માત્ર જાણકારી આપવાનો હેતું છે. અમે કોઈપણ સેવીંગ્સ સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપતા નથી. રોકાણ કરતાં પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ લેવી આવશ્યક છે.

You will also like

Leave a Comment