Ahmedabad Rathyatra 2026: રથયાત્રામાં ગુજરાત પોલીસનો આધુનિક ટેકનોલોજી આધારિત કેવો બંદોબસ્ત?

‘PINAC’ સોફ્ટવેર સંચાલિત એઆઈ(AI) ફેસ રેકગ્નિશન સિસ્ટમ કાર્યરત રહેશે

by Gujarati biz news
Ahmedabad Rathyatra 2026

Ahmedabad Rathyatra 2026ગાંધીનગર- Ahmedabad Rathyatra 2026 આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની(Gujarat Dy. CM Harsh Sanghavi) અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રાફિકનું સુચારુ સંચાલન

આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાને રથયાત્રા પૂર્વેની તમામ સુરક્ષા વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ વિભાગોની પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રથયાત્રા(Ahmedabad Rathyatra 2026) દરમિયાન સમગ્ર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા આહવાન કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવા તેમજ ઈમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપ્યા હતા.

સંવેદનશીલ પોઇન્ટ્સની મુલાકાત

ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા બંદોબસ્તના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં અધિકારીઓ દ્વારા રૂટના સંવેદનશીલ પોઇન્ટ્સની મુલાકાત, સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ અને અસામાજિક તત્વો સામે કડક અટકાયતી પગલાં લેવા અંગેની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી.

સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ

નાયબ મુખ્યપ્રધાને ટેકનોલોજી અને માનવબળના ઉત્કૃષ્ટ સમન્વયથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. રથયાત્રા(Ahmedabad Rathyatra 2026) સંપૂર્ણ આસ્થા અને ઉત્સાહભર્યા માહોલમાં નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

‘ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ’ કાર્યરત

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રથયાત્રામાં સુરક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત અનેક નવીન પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે. જેમાં રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર, રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઈવ લોકેશન મોનીટરીંગ માટે ‘ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ’ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત, યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના આધાર આધારિત વેરિફિકેશન માટે ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. તેમજ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે ‘PINAC’ સોફ્ટવેર સંચાલિત એઆઈ (AI) ફેસ રેકગ્નિશન સિસ્ટમ, આકાશી સુરક્ષા માટે એન્ટી-ડ્રોન ગન તથા જામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી (CCTV) કેમેરાના નેટવર્ક દ્વારા લાઈવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

બેઠકમાં કોણ કોણ હાજર?

નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી Ahmedabad Rathyatra 2026 આ મહત્વની સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા સુરક્ષા માટેના વ્યાપક એક્શન પ્લાનની વિગતવાર માહિતી રજૂ કરી હતી.

E20 Petrol – Most Watched Article 

E20 Petrol: હવે સરકાર E25 પેટ્રોલની તૈયારી કરી રહ્યું છે, નિતીન ગડકરીની મોટી ચેલેન્જ?

You will also like

Leave a Comment