E20 Petrol: હવે સરકાર E25 પેટ્રોલની તૈયારી કરી રહ્યું છે, નિતીન ગડકરીની મોટી ચેલેન્જ?

by Gujarati biz news
E20 Petrol
E20 Petrol

Generated by AI

નવી દિલ્હી- E20 Petrol પેટ્રોલમાં ઈથેનોલ મેળવવાને લઈને દેશમાં લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે E20 પેટ્રોલના ઉપયોગથી ગાડીઓની એવરેજ ઘટી રહી છે, તેની સાથે એન્જિન પણ ખરાબ થઈ રહ્યા છે. જો કે સરકારે આ પેટ્રોલને ઉપયોગલાયક દર્શાવ્યું છે. સરકાર હવે બીજા તબક્કામાં E25 પેટ્રોલની તરફ આગળ વધી રહી છે.

જૂના વાહનોના હિતને ધ્યાનમાં રાખવા

લક્ઝરી કારના ઉત્પાદક મર્સિડીઝ બેન્જે ભારત સરકારને ઈથેનોલ મિશ્રિત ઈંઘણના કાર્યક્રમમાં બીજા તબક્કામાં જવાની ઉતાવળ ન કરે. તેમજ એક સ્પષ્ટ રોડમેપ સાથે ધીરેધીરે આગળ વધવાનો આગ્રહ કર્યો છે. કંપનીનું કહેવું છે કે વાહનના ઉત્પાદકોને પોતાની ટેકનિકને ઢાળવા માટે પ્રર્યાપ્ત સમયની જરૂર છે. સાથે રોડ રસ્તા પર ચાલી રહેલા જૂના વાહનોના હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ.

મર્સિડીઝ બેન્જના સીઈઓનું નિવેદન

ઈકોનોમિક ટાઈમ્સના રીપોર્ટ અનુસાર મર્સિડીઝ બેન્જના એમડી અને સીઈઓ સંતોષ અય્યરે કહ્યું છે કે તેમના નવા મોડલ પહેલેથી જ E20 ઈંધણ(E20 Petrol – 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ)ને અનુકૂળ છે. તે ઉપરાંત નવી એસ-ક્લાસ હાઈબ્રિડ જેવી કેટલીક કારો E25 ઈંધણને અનુકૂળ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે પેટ્રોલ પંપો પર અનેક પ્રકારના ઈંધણ ગ્રેડ ઉપલબ્ધ હોવા જોઈએ. જેથી જૂના વાહનોના માલિકોને યોગ્ય વિકલ્પ પસંદ કરવાની આઝાદી મળવી જોઈએ.

E25 પેટ્રોલના વાહનો પર ટેસ્ટિંગ

E20 Petrol આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારત સરકાર તેલ આયાતને ઘટાડવા માટે E25 પેટ્રોલના વાહનો પર ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ સંબધમાં 1,50,000 કિલોમીટરની ટ્રાયલ કરશે. જેના રીપોર્ટની સમીક્ષા આઈસીએટી દ્વારા કરાશે.

E20 પેટ્રોલ અંગે ચિંતા

મર્સિડીઝ બેન્જે સ્પષ્ટ કર્યું છે કે મર્સિડીઝ  કારોને E20 પેટ્રોલથી અત્યાર સુધી કોઈ ટેકનિકલ ખામી ઉભી થઈ નથી. જો કે ગ્રાહકોમાં ઈંધણની ગુણવત્તામાં અસુંતુલનને લઈને કેટલીક ચિંતા છે.

ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકટરરને મજબૂત કરો

આ ઉદ્યોગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે E20 Petrol નો ફેરફાર વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતમાં ખૂબ ઝડપથી થયો છે. તેમને સરકારને સૂચન કર્યું હતું કે સરકાર ઈથેનોલની સાથે સાથે ઈવી(ઈલેક્ટ્રિકલ વાહનો) ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા પર પણ યોગ્ય ધ્યાન આપવાની જરૂર છે.

લક્ષ્ય પહેલા E20 Petrol 

ભારતે પહેલા 2030 સુધીમાં દેશમાં E20 Petrol લાગુ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. પણ ખૂબ ઝડપથી 2025માં તેને પૂર્ણ કરી દેવાયો છે.

નિતીન ગડકરીની ચેલેન્જ

બીજી તરફ કેન્દ્રીય પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ ચેલેન્જ આપી છે. તેમણે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ટીકાકારોને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે એવી એક પણ કારનું નામ આપો કે જેનાથી ઈંધણને કારણે કોઈ સમસ્યા આવી હોય. E20 Petrol એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત ફ્યૂલના વેચાણની જરૂરિયાતને લઈને ટીકાકારો અને ગાડીની એવરેજ ઘટી હોવાની ફરિયાદોની વચ્ચે તેમણે આવ વાત કરી છે.

ઈંધણ આયાત પર 22 લાખ કરોડનો ખર્ચ

ગડકરીએ વધુમાં કહ્યું હતું કે કોલસો અને પેટ્રોલ પર ભારતની નિર્ભરતા એક આર્થિક બોજ છે, તેને કારણે ઈંધણ આયાત પર 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તે પર્યાવરણ માટે પણ ખતરો છે. એટલા માટે દેશની પ્રગતિ માટે ક્લિન એનર્જિને અપનાવવી ખૂબ જરૂરી છે.

લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે

ગડકરીએ કહ્યું હતું કે ખોટી વાતો લોકો ફેલાવી રહ્યા છે. અત્યાર સુધી E20 Petrol ને કારણે કોઈપણ કારમાં સમસ્યા આવી હોય તેવો કોઈ જ કેસ સામે આવ્યો નથી. તેમણે જનતાને સવાલ પૂછ્યો હતો કે શું દેશમાં એવી કોઈ કાર છે કે જે E20 પેટ્રોલના ઉપયોગથી કોઈ સમસ્યા આવી હોય તો એક નામ બતાવો? વધુ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને લાગુ કરવા માટે ખોટી વાતો ફેલાવાઈ રહી છે. પૈસા આપીને આવું અભિયાન ચલાવાય છે.

ઈથેનોલવાળા મિશ્રિત ઈંધણની કીમતોમાં છૂટ

ભારતમાં વાહન માલિકોની પાસે પેટ્રોલ પંપ પર અલગઅલગ પ્રકારના ઈંધણ પસંદ કરવાનો વિકલ્પ હોતો નથી. જ્યારે બ્રાઝિલમાં ગ્રાહકોને અલગઅલગ કીમતો પર ઈંધણ ભરાવવાનો વિકલ્પ મળે છે. બ્રાઝિલના કાયદા હેઠળ અધિક ઈથેનોલવાળા મિશ્રિત ઈંધણની કીમતોમાં છૂટ પણ આપવામાં આવે છે.

ખેડૂતોને વધારાની આવક ઉભી થઈ

ગડકરીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં ઈથેનોલ ખૂબ મોટા પ્રમાણમાં છે. જેથી મકાઈથી ઈથેનોલ બનાવવાના પગલાથી ઉત્તરપ્રદેશ અને બિહારના ખેડૂતોને રૂપિયા 45,000 કરોડની વધારાની આવક થઈ છે. જ્યારે અમે મકાઈમાંથી ઈથેનોલ બનાવવાનો નિર્ણય લીધો ત્યારે મકાઈની બજાર કીમત 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. લઘુત્તમ ટેકાનો ભાવ 1800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આ નિર્ણય પછી મકાઈની કીમત વધીને 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

You will also like

Leave a Comment