અમદાવાદ- Stock Market India શેરબજારમાં ગઈકાલના કડાકા પછી આજે સુધારો આવ્યો હતો. નીચા લેવલે વેલ્યુ બાઈંગ આવ્યું હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 238 પોઈન્ટ વધી 76,741 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 80 પોઈન્ટ વધી 23,962 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 509 પોઈન્ટ ઉછળી 57,252 બંધ હતો. મીડકેપ ઈન્ડેક્સમાં 844 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સમાં 337 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. માર્કેટ કેપ 4 લાખ કરોડ રૂપિયા વધી હતી. શેરબજારમાં કયા કારણોથી આવ્યો સુધારો? ટેકનિકલી માર્કેટના આજના ક્લોઝીંગ કેટલા સ્ટ્રોંગ છે? શું આ સુધારો આગળ વધશે કે પછી દરેક ઊંચા લેવલે પ્રોફિટ બુકિંગ આવશે? કાલે શુક્રવારે શેરબજાર(Share Market India) કેવું રહેશે? અમેરિકા ઈરાન યુદ્ધના શું સમાચાર છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 238 પોઈન્ટ ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 76,576ના મજબૂત મથાળે ખૂલીને દિવસનો એ જ લો રહ્યો હતો. બજાર ખૂલતા જ નવી લેવાલી નીકળતાં ઉછળી 77,326 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,741.82 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 238.22નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી ઈન્ડેક્સ 80 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,928ના મજબૂત લેવલ પર ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 23,925 થઈ અને ત્યાં વેલ્યૂ બાઈંગ આવતાં ઉછળી 24,134 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,962.80 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સામે 90.75 વધ્યો હતો.
ઈન્ટ્રા-ડેમાં બે તરફી મોટી વધઘટ
ગઈકાલે સેન્સેક્સમાં 1677 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. પણ આજે બજાર(Stock Market India) ખૂલતાં જ નીચા લેવલે નવી લેવાલી નીકળી હતી. ઈરાન યુદ્ધના કોઈ નવા સમાચાર આવ્યા ન હતા. જેથી વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું, જેથી ઈન્ટ્રા-ડેમાં વધ્યા મથાળેથી બજાર પાછુ પડ્યું હતું. આજે ગુરુવારે રીયલ્ટી, બેંક, મીડિયા કન્ઝ્યુમર ડ્યૂરેબલ, કન્ઝ્યુબર ગુડ્ઝ, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સહિતના સેકટરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જો કે આઈટી અને ઓટોમોબાઈલ સ્ટોકમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
શેરબજારમાં નવી લેવાલી આવવાના કારણો
(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હતું કે અમે ઈરાન સાથે લાંબુ યુદ્ધ કરવાના મતમાં નથી. જે સ્ટેટમેન્ટ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 77.82 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટીને 73.20 ડૉલર પર ટ્રેડ કરતાં હતા. તેમજ એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં સુધારો આવ્યો હતો. જેથી ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા સુધરી 95.37 પર ટ્રેડ કરતો હતો. રૂપિયાની મજબૂતીને કારણે ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી.
(3) ભારતમાં ચોમાસું ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે. ભારત દેશના તમામ રાજ્યોમાં વાવણીલાયક વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 રાજ્યોમાં 15 જુલાઈ સુધી વરસાદની આગાહી છે.
(4) એફઆઈઆઈનું બાઈંગ(Fii Net Buyer) ચાલુ રહ્યું છે. જુલાઈ મહિનાની કુલ 6 ટ્રેડિંગ સેશનમાં 4 ટ્રેડિંગ સેશન દરમિયાન એફઆઈઆઈનું બાઈંગ રહ્યું છે. 08 જુલાઈના રોજ 1,962 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું. આમ જુલાઈ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 2,502 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
(5) ઈન્વેસ્ટરોએ બ્લૂચિપ સ્ટોકમાં નીચા લેવલે નવી ખરીદી કરવાની તક ઝડપી હતી. જેથી માર્કેટમાં નવા વિશ્વાસનું વાતાવરણ જોવા મળ્યું હતું.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ
આજે મીડકેપ ઈન્ડેક્સ 844 પોઈન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 337 પોઈન્ટ વધ્યો હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2,522 શેરોના ભાવ વધ્યા હતા, સામે 780 શેરના ભાવ ઘટ્યા હતા.
130 સ્ટોકમાં અપર સર્કિટ
82 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, તો સામે 47 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. આજે 130 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 70 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
સન ફાર્મા(2.78 ટકા), ભારતી એરટેલ(2.49 ટકા), બજાજ ફિન સર્વ(2.38 ટકા), ઈન્ડિયો(2.08 ટકા) અને ઈટરનલ(2.01 ટકા)
ટોપ લુઝર્સ
ડૉ. રેડ્ડી લેબ(5.77 ટકા), મારૂતિ(1.73 ટકા), ઓએનજીસી(1.42 ટકા), ઈન્ફોસીસ(1.31 ટકા) અને એનટીપીસી(1.22 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
કાલે શુક્રવારે સપ્તાહનો અંતિમ દિવસ છે. ઈરાન અને યુએસ વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ છે. શનિવાર-રવિવાર શેરબજાર(Stock Market India) બંધ રહેશે. જેથી કાલે શુક્રવારે કોઈ મોટા પોઝિટિવ કારણ ન આવે તો બે તરફી વધઘટ જોવા મળશે. મોટાભાગે દરેક ઊંચા મથાળે સાવેચતીરૂપી સેલીંગ જોવાશે. ટેકનિકલી માર્કેટ સામાન્ય નરમાઈ તરફી થયું છે. પણ નિફ્ટી 24,050 ઉપર બંધ આવે અથવાનો 24,150નું લેવલ કૂદાવશે તો ફરી પાછી નવી તેજી થઈ શકે છે. પણ હવે નીચામાં 23,850 સપોર્ટ લેવલ બન્યું છે. બેંક નિફ્ટીમાં પણ 57,200 સપોર્ટ લેવલ છે, અને ઉપરમાં 57,800 રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો બેંક નિફ્ટી ઝડપી દોડશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

