Post Office Scheme: એક જ વખત રૂપિયા જમા કરો, બે લાખ રૂપિયા વ્યાજ મેળવો

by Gujarati biz news
Post Office Scheme
Post Office Scheme

Image Generated by AI

નવી દિલ્હી- Post Office Scheme આપ રોકાણનો પ્લાન તૈયાર કરો છો તો એવી જગ્યાએ રૂપિયાનું રોકાણ કરો કે જે સુરક્ષિત પણ હોય અને રીટર્ન પણ જોરદાર મળે. પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી યોજનામાં શરૂઆત કરી શકો છો. જેમાં કરાયેલ બચતનું રોકાણ પર સુરક્ષાના ગેરંટી ખુદ સરકાર આપે છે. એટલે કે રિસ્ક ફ્રી ઈન્વેસ્ટમેન્ટ. જેમાં એક એવી સ્કીમ છે કે જેમાં તમે એક જ વખત રૂપિયા જમા કરાવી દીધા તો ફકત બે લાખ રૂપિયા વ્યાજની કમાણી થશે. આ ગજબની પોસ્ટ ઓફિસ ટાઈમ ડીપોઝિટ સ્કીમ છે. આવો જાણીએ તેના ફાયદા…

ડીપોઝિટની મુદતનો વિકલ્પ

પોસ્ટ ઓફિસની ટાઈમ ડીપોઝિટ સ્કીમમાં(Post Office Time Deposit Scheme) રોકાણકારો પોતાની સુવિધા અનુસાર એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષ માટે એક જ રકમથી રોકાણ કરી શકે છે. અલગઅલગ મુદત માટે ખોલાવેલ ખાતા પર પોસ્ટ ઓફિસ વ્યાજના દર પણ અલગઅલગ હોય છે. જેમ કે 1 વર્ષની ટાઈમ ડીપોઝિટ માટે 6.9 ટકા, 2 વર્ષ માટે 7 ટકા, ત્રણ વર્ષ માટે 7.1 ટકા અને 5 વર્ષ માટે 7.5 ટકા જેટલું જબરદસ્ત વ્યાજ મળે છે.

અનેક ફાયદા

પોસ્ટ ઓફિસની(Post Office Scheme) ટાઈમ ડીપોઝિટ સ્કીમમાં રોકાણના અનેક ફાયદા મળે છે. જેમાં ટેક્સ છૂટનો લાભ આપવામાં આવે છે. રોકાણકારો ઈન્કમટેક્સ એક્ટ 1961ની સેક્શન 80સી અનુસાર ટેક્સ બેનીફિટ્સ લઈ શકે છે. બીજુ આ સરકારી સ્કીમમાં ફક્ત રૂપિયા 1,000ની રોકાણની શરૂઆત કરી શકાય છે.

વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નહી

પોસ્ટ ઓફસની ટાઈમ ડીપોઝિટ સ્કીમમાં રોકાણ માટે અલગઅલગ ખાતા ખોલાવવાની સુવિધા પણ આપવામાં આવે છે. અથવા તો જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. જ્યા રોકાણની શરૂઆત 1000 રૂપિયાની નાની રકમથી શરૂ કરી શકાય છે. તો આ સ્કીમમાં વધુમાં વધુ રોકાણ કરવા માટે કોઈ જ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે આપ જેટલી રકમ જમા ચાહો તેટલી રકમ જમા કરી શકો છો.

બે લાખ વ્યાજની આવક

હવે જાણીએ કે કેવી રીતે Post Office Scheme સ્કીમમાં રોકાણ કરીને ફક્ત બે લાખની વ્યાજની આવક કરી શકાય. તો ગણતરી ખૂબ જ સરળ છે. જો તમે વધુમાં વધુ 5 વર્ષ માટે એક જ વખતમાં 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડીપોઝિટ સ્કીમ અનુસાર 7.5 ટકાના વ્યાજના હિસાબે ગણીએ તો મેચ્યોરિટી સમયે કુલ રૂપિયા 6,52,477 મળે છે. જેમાં રૂપિયા 2,02,477નું વ્યાજ મળે છે.

રોકાણ અને મુદત અનુસાર વ્યાજ

Post Office Scheme રોકાણકારની પાસે પોતાની સુવિધા અનુસાર રોકાણની મુદત અને રકમ નક્કી કરવાનો વિકલ્પ મળે છે. જે અનુસાર વ્યાજ મળે છે. જો આપ ત્રણ વર્ષ માટે 2 લાખ રૂપિયાની વ્યાજની કમાણી કરવા માંગો છો તો આપે આ રકમના રોકાણની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવી પડે છે. તો ત્રણ વર્ષ માટે 7.1 ટકા વ્યાજના હિસાબે ગણીએ તો તમને તેના પર રૂપિયા 2,35,075 વ્યાજની કમાણી થાય છે એટલે મેચ્યોરિટી વખતે આપને વ્યાજ અને મુદ્લ સહિત કુલ રૂપિયા 12,35,075 મળે છે.

You will also like

Leave a Comment