ગાંધીનગર– Development works in Gujarat ગુજરાતના શહેરી વિકાસના ઇતિહાસમાં વધુ એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી(PM Narendra Modi In Gujarat) આગામી તારીખ 31 માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારીમાં વૃદ્ધિ કરતાં તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે.
44 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શહેરી વિકાસને પ્રોત્સાહન આપતાં રાજ્યના કુલ રૂપિયા 5,295.54 કરોડના 44 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. (Development works in Gujarat) જેમાં અંદાજિત રૂપિયા 3,427.14 કરોડના 26 કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 1,868.40 કરોડના 18 કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
સૌથી વધુ વિકાસ કાર્યો અમદાવાદમાં
Development works in Gujarat સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાના રૂપિયા 4,640.12 કરોડના કુલ 32 પ્રકલ્પો, ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 304.82 કરોડના 7 પ્રકલ્પો, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂપિયા 272.86 કરોડના 3 પ્રકલ્પો તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના રૂપિયા 77.74 કરોડના બે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે.
વડનગરમાં નવો પ્રોજેક્ટ
ઐતિહાસિક નગરી વડનગરના વારસાને જાળવી રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે રૂપિયા 34.45 કરોડના ખર્ચે ‘હેરિટેજ ટાઉન શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યીકરણ’ પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે . આ પ્રોજેક્ટ અંતર્ગત હાટકેશ્વર મંદિર અને સંગીત સંગ્રહાલય જેવા મુખ્ય સ્થળોએ આધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંડરગ્રાઉન્ડ લાઇટિંગ, સેન્ડ સ્ટોન સાઈનેજ અને કલાત્મક કૃતિઓથી સુશોભન કરવામાં આવ્યું છે.
પાટણમાં રેલવે ઓવરબ્રિજ
સાથો સાથે, (Development works in Gujarat) પાટણમાં વડાપ્રધાન(PM Narendra Modi) રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. પાટણ શહેરના રહેવાસીઓની સુવિધા માટે રૂપિયા 43.29 કરોડના ખર્ચે ફાટક નંબર 41-એ (LC-41A) પર 898 મીટર લાંબો થ્રી-લેગ રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જે ટ્રાફિકની સમસ્યા હલ કરી અંદાજે બે લાખ લોકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા પૂરી પાડશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટેના ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના મકાનોના લોકાર્પણને પ્રાધાન્ય આપશે, જેથી હજારો પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થશે. સાથે જ, અમદાવાદના નવા વિસ્તારોમાં ડ્રેનેજ અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ માટેના મોટા પ્રોજેક્ટ્સ આગામી સમયમાં શહેરની કાયાપલટ કરશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર વિકાસ કાર્યો
- ખરીકટ કેનાલ ડેવલપમેન્ટ (પેકેજ 1, 2, 3) – લોકાર્પણ રૂ. 811.27 કરોડ
- નિકોલ-કઠવાડા (TP-111) ખાતે 1100 EWS આવાસો – લોકાર્પણ રૂ. 77.50 કરોડ
- ચિલોડા-નરોડા (TP-99) ખાતે 1017 EWS આવાસો – લોકાર્પણ રૂ. 75.35 કરોડ
- નરોડા-મુઠિયા (TP-71) ખાતે 470 EWS આવાસો – લોકાર્પણ રૂ. 56 કરોડ
- આમરાઈવાડી સ્લમ ક્વાર્ટર્સ ખાતે 672 આવાસો (PPP) – લોકાર્પણ રૂ. 64.92 કરોડ
- ગોતા (TP-33) ખાતે 448 EWS આવાસો – લોકાર્પણ રૂ. 54.75 કરોડ
- અસારવા નોર્થ (TP-30) પતરાવાળી સ્લમ ખાતે 576 આવાસો – લોકાર્પણ રૂ. 47.93 કરોડ
- હંસપુરા-નરોડા (TP-121) ખાતે 299 EWS આવાસો – લોકાર્પણ રૂ. 35.59 કરોડ
- વસ્ત્રાલ વોર્ડ (TP-114)માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ – લોકાર્પણ રૂ. 61.67 કરોડ
- ગોતા-ગોધાવી કેનાલને RCC બોક્સ કેનાલમાં ફેરવવી – લોકાર્પણ રૂ. 131.97 કરોડ
- આકાશ દર્શન સોસાયટી પાસે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન – લોકાર્પણ રૂ. 25.08 કરોડ
- દુધેશ્વર વોટર વર્ક્સ ખાતે 20 મિલિયન લિટરની ટાંકી – લોકાર્પણ રૂ. 31.07 કરોડ
- ભાડજ (TP-406) ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન – લોકાર્પણ રૂ. 47.40 કરોડ
- ખરીકટ કેનાલ ફેઝ-2 (રોપડા તળાવથી ખારી નદી સુધી) – ખાતમુહૂર્ત રૂ. 1,061.43 કરોડ
- BRTS અને AMTS માટે ITMS સિસ્ટમ પ્રોજેક્ટ 2.00 – ખાતમુહૂર્ત રૂ. 467 કરોડ
- નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધી 14 કિમી રોડ ડેવલપમેન્ટ – ખાતમુહૂર્ત રૂ. 255.35 કરોડ
- કાજીમિયાનો ટેકરો (TP-3) ખાતે 728 આવાસો (PPP) – ખાતમુહૂર્ત રૂ. 105.02 કરોડ
- ભાગુભાઈની ચાલી (TP-3) ખાતે 595 આવાસો (PPP) – ખાતમુહૂર્ત રૂ. 73.59 કરોડ
- વટવા આઉટફિલ્ડ (TP-58) ખાતે 350 LIG આવાસો – ખાતમુહૂર્ત રૂ. 66.18 કરોડ
- નરોડા-હંસપુરા (TP-121) ખાતે 160 LIG આવાસો – ખાતમુહૂર્ત રૂ. 38.80 કરોડ
- વસ્ત્રાલ વોર્ડમાં 1600 mm ડ્રેનેજ લાઈન (માઈક્રો ટનલિંગ) – ખાતમુહૂર્ત રૂ. 31.24 કરોડ
- નરોડા વોર્ડ (TP-75) ખાતે નવું ઓડિટોરિયમ – ખાતમુહૂર્ત રૂ. 86.29 કરોડ
- રાસ્કા ખાતે વધારાનો 100 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ – ખાતમુહૂર્ત રૂ. 79.48 કરોડ
- સી.જી. રોડ ખાતે એડવાન્સ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી – ખાતમુહૂર્ત રૂ. 37.22 કરોડ
- સુભાષ બ્રિજનું નવનિર્માણ (4-લેન બ્રિજ અને 2-લેન બ્રિજ) – ખાતમુહૂર્ત રૂ. 236 કરોડ
- વેસ્ટ ઝોનમાં થિમેટિક પ્રિસિંક્ટ પેકેજ-1 ના વિવિધ રોડ – ખાતમુહૂર્ત રૂ. 282.82 કરોડ
- લોટસ પાર્ક ડેવલપમેન્ટ (ઘાટલોડિયા તળાવ) – ખાતમુહૂર્ત રૂ. 128.85 કરોડ
- નોર્થ-વેસ્ટ ઝોન (TP-56, 151-એ વગેરે)માં ડ્રેનેજ નેટવર્ક – ખાતમુહૂર્ત રૂ. 42.93 કરોડ
- નોર્થ-વેસ્ટ ઝોન (TP-54, 55, 228 વગેરે)માં ડ્રેનેજ નેટવર્ક – ખાતમુહૂર્ત રૂ. 40.47 કરોડ
- નોર્થ-વેસ્ટ ઝોન (TP-40, 41, 53-એ વગેરે)માં ડ્રેનેજ નેટવર્ક – ખાતમુહૂર્ત રૂ. 28.42 કરોડ
- હેબતપુર-થલતેજ વિસ્તારમાં તળાવોને જોડવાનું નેટવર્ક – ખાતમુહૂર્ત રૂ. 27.85 કરોડ
- ઓલિમ્પિક-2036 અંતર્ગત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે વોટર લાઈન શિફ્ટિંગ – ખાતમુહૂર્ત રૂ. 40.68 કરોડ
ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના લોકાર્પણ – ખાતમુહૂર્ત થનાર વિકાસ કાર્યો
- વાસણા-હડમતિયા (TP-09) ખાતે 624 EWS-II આવાસોનું નિર્માણ – લોકાર્પણ રૂ. 80.50 કરોડ
- વાસણા-હડમતિયા (TP-09) ખાતે 1352 EWS-II આવાસોનું નિર્માણ – લોકાર્પણ રૂ. 165.54 કરોડ
- મોટા ચિલોડા (TP-17) ખાતે ડ્રેનેજ નેટવર્ક અને 7.0 MLD STP – ખાતમુહૂર્ત રૂ. 26.82 કરોડ
- GMC વિસ્તાર (TP-06)માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ – ખાતમુહૂર્ત રૂ. 25.61 કરોડ
- સેક્ટર-11 બિઝનેસ કોરિડોર રોડ ડેવલપમેન્ટ અને સુશોભન – ખાતમુહૂર્ત રૂ. 25.53 કરોડ
- રાંધેજા ખાતે 4 તળાવોને જોડવાની અને સ્ટ્રોમ વોટર લાઈન – ખાતમુહૂર્ત રૂ. 25.02 કરોડ
- કોબા, રાયસણ, રાંદેસણ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન – ખાતમુહૂર્ત રૂ. 59.48 કરોડ
- TP-29 થી અડાલજ TSPS સુધી 1800 mm ડ્રેનેજ ટ્રંક મેઈન – ખાતમુહૂર્ત રૂ. 62.15 કરોડ
- કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ સહિતના ગામોમાં નવા રોડ – ખાતમુહૂર્ત રૂ. 72.91 કરોડ
- પેથાપુર ખાતે 15 MLD STP નું નિર્માણ – લોકાર્પણ રૂ. 34.12 કરોડ
ગુજરાતનું શહેરી માળખુ આધુનિક બનશે
Development works in Gujarat રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ તમામ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાતના શહેરી માળખાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે.
ગુજરાતમાં 891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આગામી 31 માર્ચે મંગળવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ રૂપિયા 891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાન એક નવી ટ્રેનને લીલી ઝંડી આપશે. વડાપ્રધાન ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રેલવેના આ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં રેલ માળખાના આધુનિકીકરણ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
લોકાર્પિત થનારા રેલવે પ્રોજેક્ટ્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર-ખેડબ્રહ્મા સુધીની 55 કિમી નવી લાઇનનું ઉદઘાટન કરશે, જે રૂપિયા 482 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી છે. તેના થકી સાબરકાંઠા જિલ્લામાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, જે ઝડપી અને પોસાય તેવા દરે મુસાફરી સુનિશ્ચિત કરશે, તેમજ આ પ્રોજેક્ટથી અમદાવાદને ઉદયપુર સાથે સીધું જોડાણ મળશે. તેનાથી આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓની પહોંચમાં વધારો થશે તેવો અંદાજ છે અને સાથે-સાથે સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઊભી થશે.
કાનાલુસ જામનગર ડબલિંગ પ્રોજેક્ટ
તે સિવાય રૂપિયા 257 કરોડના ખર્ચે નિર્મિત કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ (27 કિલોમીટર) અંતર્ગત વધારાની રેલવે લાઇન અને ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (11 કિલોમીટર)નું પણ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ પરિયોજનાઓથી ટ્રેનની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. સાથોસાથ ગુડ્સની અવરજવર વધુ કાર્યક્ષમ રીતે થશે અને દીનદયાળ પોર્ટ સહિત મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સ્થાનિક પ્રવાસન વિકાસમાં પણ યોગદાન આપશે.
ખેડબ્રહ્માથી અમદાવાદ રેલવે ટ્રેન
આ કાર્યક્રમમાં વડાપ્રધાન ખેડબ્રહ્માથી અમદાવાદ સુધીની ટ્રેનને લીલી ઝંડી આપશે જે વાયા હિંમતનગર થઇને જશે. આ ટ્રેન શરૂ થવાથી આ વિસ્તારમાં નાગરિકો માટે મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. વડાપ્રધાનના વિઝન અનુસાર ભારતીય રેલવેને આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. છેવાડા સુધી કનેક્ટિવિટી સુનિશ્વિત કરીને નાગરિકોના મુસાફરીના અનુભવને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે. આ પહેલોથી સમાવેશી વિકાસને પ્રોત્સાહન મળશે અને ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.

