Gajkesari Rajyog: 26 માર્ચે બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ત્રણ રાશિઓની ચમકશે નસીબ

by Gujarati biz news
Gajakesari Rajyog

અમદાવાદ- Gajkesari Rajyog જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે દેવગુરુ બૃહસ્પતિ(ગુરુ) અને ચંદ્રમાંની વચ્ચે વિશેષ સંબધ બને ત્યારે ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. તેને ખૂબ પ્રભાવશાળી અને શુભ યોગ માનવામાં આવે છે. જે વ્યક્તિને માન સન્માન, સફળતા અને આર્થિક પ્રગતિ અપાવે છે. પંચાંગ અનુસાર જોઈએ તો 26 માર્ચે ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે.

મિથુન રાશિમાં ચંદ્રમાનો પ્રવેશ

આ સમયમાં ગુરુ ગ્રહ પહેલેથી જ મિથુન રાશિમાં વિરાજમાન છે અને 26 માર્ચે ચંદ્રમા પણ આ જ રાશિમાં પ્રવેશ કરશે.(Gajkesari Rajyog) આ સંજોગોમાં 26 માર્ચથી તમામ બાર રાશિ પર અસર પડશે. પણ ત્રણ રાશિના જાતકોને આ સમય વિશેષ રૂપથી અનુકુળ રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મન પ્રસન્ન રહેશે અને કેટલાક લોકોને વાહન અથવા કોઈ મોંઘી વસ્તુ ખરીદવાનો અવસર પણ મળી શકે છે.

કેવી રીતે બને છે ગજકેસરી રાજયોગ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુ ગ્રહ ચંદ્રમાથી(Jupiter and Moon) કેન્દ્ર ભાવ એટલે કે પહેલે, ચોથે, સાતમે અથવા દસમાં સ્થાન પર હોય છે, ત્યારે ગજકેસરી રાજયોગ(Gajkesari Rajyog) બને છે. કેટલીક વાર આ યોગ ત્યારે પણ બની જાય છે કે જ્યારે ગુરુ અને ચંદ્રમાં એક રાશિમાં ભેગા થઈ જાય છે. આ યોગનું નામ પણ તેના અર્થ સાથે જોડાયેલ છે. ગજ એટલે કે હાથી સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક મનાય છે. જ્યારે કેસરી એટલે કે શક્તિ અને નેતૃત્વનો સંકેત આપે છે. એટલા માટે આ યોગ વ્યક્તિને બુદ્ધિમત્તા, સન્માન અને સફળતા આપનાર મનાય છે. હવે કઈ ત્રણ રાશિ છે તેના ભાગ્યના દ્વાર ખૂલશે, તેના પર નજર કરીએ….

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ Gajkesari Rajyog  ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. આ યોગ તમારી રાશિના લગ્નભાવમાં બની રહ્યો છે. જેથી કરિયર અને આર્થિક સ્થિતિમાં સુધારાનો સંકેત મળી શકે છે. આ સમયમાં આવકના નવા સાધનો ઉભા થઈ શકે છે અને પહેલા કરેલ રોકાણમાં લાભ મળવાની સંભાવના વધી જાય છે. નોકરી કરતાં લોકોને નવી જવાબદારી મળી શકે છે અથવા તો પ્રમોશન મળે અથવા તો પગાર વધારો થાય તેવો યોગ બને છે. વેપાર કરતાં હોય તેવા લોકો માટે નવી સમજૂતિ ફાયદાકારક સાબિત થશે. સમાજમાં માન સન્માન વધશે અને પ્રભાવશાળી લોકોથી સંપર્ક જોડવાની તક મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે Gajkesari Rajyog પોઝિટિવ પરિણામ આપી શકે છે. તમારી ગોચર કુંડળીના 11માં ભાવમાં આ રાજયોગ બનવાથી આવક અને લાભનો નવો રસ્તો ખૂલી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામના વખાણ થશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય અનુકુળ મનાશે. સરકારી કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને અચાનક ધનલાભનો યોગ બની શકે છે. જો કે રોકાણ કરતી વખતે સમજી વિચારીને અથવા તો કોઈ નિષ્ણાની સલાહ લઈને કરશો તો પસ્તાવાનો વારો નહી આવે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ રાજયોગ કરિયરના મામલામાં સારો સાબિત થઈ શકે છે. આ યોગ તમારી ગોચર કુંડળીના દસમાં ભાવમાં બની રહ્યો છે. જે નોકરી અન વ્યવસાય સાથે જોડાયેલ હોય છે. આ સમયગાળામાં લાંબા સમયથી અટકેલા કાર્યો પુરા થઈ શકે છે. કામકાજમાં નવી સંભાવના સામને આવી શકે છે. આત્મવિશ્વાસ વધવાથી તમે તમારા લક્ષ્યો હાંસલ કરવામાં સફળતા મળી શકે છે. નોકરી કરતાં લોકો માટે પ્રમોશન અથવા પગાર વધારાની સંભાવના બની શકે છે. જ્યારે વેપારમાં પ્રગતિ જોવા મળશે. પરિવાર અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

You will also like

Leave a Comment