અમદાવાદ- Tips To Become Rich આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિ ઓછા સમયમાં અને નાની ઉંમરે આર્થિક રીતે સદ્ધર થવા માંગે છે. ભારતની ધરતી પર થઈ ગયેલા મહાન અર્થશાસ્ત્રી અને કુશળ રણનીતિકાર આચાર્ય ચાણક્યએ સદીઓ પહેલાં જ ‘ચાણક્ય નીતિ’માં સમૃદ્ધિ મેળવવાના ગુપ્ત મંત્રો આપ્યા હતા. ચાણક્યના મતે જે વ્યક્તિ પોતાના સંસ્કારો અને ટેવોમાં સુધાર કરે છે, તેને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવામાં કોઈ રોકી શકતું નથી.
ચાણકયના મંત્રો
સામાન્ય રીતે ચાણકય તેમની રાજનીતિ માટે ખૂબ જાણીતા છે. પણ તેમણે સમૃદ્ધિ મેળવવા માટે પણ ત્રણ ગુપ્ત મંત્ર આપ્યા છે. જો તમે પણ યુવાનીમાં જ અમીર બનવાના સપના જોતા હોવ, તો ચાણક્યના આ ત્રણ સૂત્રો તમારા જીવનની દિશા બદલી શકે છે.(Tips To Become Rich)
1. ખર્ચ પર કાબૂ મેળવો, બચતને હથિયાર બનાવો
આચાર્ય ચાણક્ય કહેતા કે, “ધન એ મુશ્કેલ સમયનો સાચો મિત્ર છે.” જે લોકો બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણાંનો વ્યય કરે છે, તેઓ વહેલા કે મોડા ગરીબીના દળદળમાં ફસાય છે.(Tips To Become Rich) અમીર બનવાનો પ્રથમ નિયમ આવક કરતાં ઓછો ખર્ચ કરવાનો છે. તમારી કમાણીનો એક નિશ્ચિત હિસ્સો હંમેશા બચત તરીકે અલગ રાખવો જોઈએ. યાદ રાખો, આજે બચાવેલું ધન જ આવતીકાલની વિપરીત પરિસ્થિતિમાં તમારો સહારો બનશે.
2. પરિશ્રમ: સફળતાનો કોઈ શોર્ટકટ નથી
ઘણા લોકો નસીબના ભરોસે બેસી રહે છે, પરંતુ ચાણક્યના મતે સફળતાની એકમાત્ર ચાવી ‘કઠોર પરિશ્રમ’ છે. જે વ્યક્તિ આળસ છોડીને સતત મહેનત કરે છે, તેને તમામ સુખ-સુવિધાઓ અને એશ્વર્ય પ્રાપ્ત થાય છે.(Tips To Become Rich) જે યુવાનો નાની ઉંમરથી જ મહેનતની કીમત સમજી લે છે, તેઓ અન્ય કરતા ખૂબ આગળ નીકળી જાય છે. મહેનતુ વ્યક્તિ પર ધનની દેવી મા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.
3. દાન-પુણ્ય: ધનની વૃદ્ધિનો આધ્યાત્મિક માર્ગ
ચાણક્ય નીતિમાં દાનને સૌથી શ્રેષ્ઠ કાર્ય ગણાવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ચાણક્ય અનુસાર દાન કરવાથી ધન ઘટતું નથી પણ વધે છે. જે વ્યક્તિ પોતાની કમાણીમાંથી જરૂરિયાતમંદો અને ગરીબોની મદદ કરે છે, તે માનસિક અને આધ્યાત્મિક રીતે સાચો ધનવાન છે. નિઃસ્વાર્થ ભાવે કરેલું દાન વ્યક્તિની સુખ-સમૃદ્ધિમાં અનેકગણો વધારો કરે છે.
ચાણકયના વિચારો ઉપદેશ નથી
Tips To Become Rich આચાર્ય ચાણક્યના આ વિચારો માત્ર ઉપદેશ નથી, પરંતુ આર્થિક આઝાદી મેળવવાનો રોડમેપ છે. જો સંયમ, મહેનત અને ઉદારતાને જીવનનો હિસ્સો બનાવવામાં આવે, તો સમૃદ્ધિ આપોઆપ તમારા દ્વારે આવશે. નાની ઉંમરમાં ધનવાન બનવું હોય તો ચાણકયના આ ત્રણ સુત્રો તમને ખૂબ મદદ કરશે.

