Gold Silver Market: સોનાચાંદીમાં જોરદાર ઉછાળો, આગામી સપ્તાહે આ તેજી કેટલી આગળ વધશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market સોનાચાંદી બજારમાં વીતેલા સપ્તાહે મોટો ઉછાળો આવ્યો હતો. નીચા મથાળે ભારે લેવાલી નીકળતાં વીતેલા સપ્તાહે(Gold Rate Today) ગોલ્ડમાં 300 ડૉલરનો ભારેખમ ઉછાળો નોંધાયો હતો અને(Silver Rate Today) સિલ્વરમાં 6 ડૉલરનો ઉછાળો રહ્યો હતો.(Gold Price Today) વધતી કીમતો વચ્ચે ટ્રેડિંગ વોલ્યૂમમાં વધારો થયો હતો. સોનાચાંદીમાં અચાનક ઉછાળો આવવાના કયા કારણો? આગામી સપ્તાહે સોનાચાંદીમાં તેજી આગળ વધશે? શું આ ભાવમાં સોના ચાંદી ખરીદી કરી શકાય? ટેકનિકલી સોનાચાંદી બજાર કેટલું સ્ટ્રોંગ છે?

જૂઓ વીડિયો….

અમદાવાદ સોનાચાંદી બજાર

અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે 6,100 રૂપિયા ઉછળી રૂપિયા 1,54,000 થયો હતો.  તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 6,800 ઉછળી રૂપિયા 231,000 થયો હતો.

MCX ના ભાવ 

એમસીએક્સમાં શુક્રવારે ટ્રેડિંગ સેશનને અંતે ગોલ્ડ રૂપિયા 1,51,985નો ભાવ રહ્યો હતો. તેમજ સિલ્વર રૂપિયા 2,31,804નો ભાવ બંધ થયો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 7 ટકાથી વધુનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4072 ડૉલર થઈ અને ત્યાં જોરદાર લેવાલીથી ઉછળી 4432 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4401 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધ ભાવની સરખામણીએ 294 ડૉલર(7.17 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 300 ડૉલર ઉછળ્યું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4019 ડૉલર થઈ અને ત્યાં ભારે ખરીદી નીકળતાં ઉછળી 4306 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4342 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 300 ડૉલર(7.45 ટકા)નો ભારેખમ ઉછાળો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરમાં 10 ટકાથી વધુનો ભારે ઉછાળો

સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 56.70 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 65.45 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 63.80 બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 6.02 ડૉલર(10.41 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર 6 ડૉલર ઊંચકાયું

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 56.55 ડૉલર થઈ અને ત્યાં જોરદાર ખરીદી નીકળતાં ઉછળી 65.16 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 63.58 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 5.93 ડૉલર(10.27 ટકા)નો ઉછાળો દર્શાવે છે.

વીતેલા સપ્તાહે Gold Silver Market માં ગોલ્ડ સિલ્વરના ભાવ ઊંચકાયા તે વખતે ટ્રેડિંગ વોલ્યૂમ વધ્યું હતું. ગોલ્ડમાં 4000 ડૉલર અને સિલ્વરમાં 55 ડૉલર સપોર્ટ લેવલ બની ચુક્યા છે. છેલ્લા બે સપ્તાહથી ગોલ્ડ અને સિલ્વર તેના બેઝ પ્રાઈઝથી નીચા ગયા ન હતા. અને ત્રીજા સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં ટ્રેડિંગ રેન્જ બ્રેક થઈ હતી. ગોલ્ડ 4400 ડૉલર અને સિલ્વર 65 ડૉલર કૂદાવી ગયા હતા. છેલ્લા ત્રણ સપ્તાહથી સેન્ટ્રલ બેંકોની લૉ લેવલ પર ખરીદી ચાલુ રહી હતી.

સોનાચાંદીમાં તેજી આવવાના કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ બાદ ઈરાન અને ઓમાન દ્વારા શાંતિ સમજૂતિ પર ચર્ચા શરૂ થઈ હતી. યુએસ પ્રેસિડેન્ટ ડોલાન્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથે સમજૂતિ થશે, જેથી તેમણે નવા હૂમલા અટકાવી દીધા છે. તેમજ યુદ્ધ અટકશે તો હોર્મુઝ ખુલી જવાના આશાવાદ હતો. જેથી જીઓ પોલિટકલ ટેન્શન સમાપ્ત થશે. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ આવ્યું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતોમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડની કીમત ઘટીને 83.55 ડૉલર રહ્યો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 78.18 ડૉલર રહ્યો હતો. ક્રૂડના ભાવ ઘટતાં હવે મોંઘવારી ઘટીને આવશે, તેવી ધારણા વ્યક્ત કરાતી હતી.

(3) યુએસ જોબ માર્કેટના નિરાશાજનક અહેવાલો હતા. એડીપી જુલાઈ મહિનામાં પ્રાઈવેટ સેકટરમાં ફક્ત 44,000 નોકરીઓનું સર્જન થયું છે. અર્થશાસ્ત્રીની ધારણા પ્રમાણે 65,000 નોકરીઓનું સર્જન થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. તેમજ યુએસ લેબર ડીપાર્ટમેન્ટના રીપોર્ટ અનુસાર વીતેલા મહિનામાં યુએસ ઈકોનોમીમાં 23,000 નોકરીઓ ઘટી હતી, જે 85,000 નોકરીઓ વધવાની ધારણા હતી. આમ જોબ રીપોર્ટ નબળો રહેતા ગોલ્ડ સિલ્વરમાં ભારે બાઈંગ આવ્યું હતું.

(4) યુએસ ફેડ રેટમાં વધારો થવાની સંભાવના હવે 50 ટકા ઘટી છે, તેવી બજારમાં ધારણા હતી. જેથી ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદી હતી.

(5) યુએસ બોન્ડ યીલ્ડ ઘટ્યું હતું તેમજ ડૉલર ઈન્ડેક્સ પણ ઘટ્યો હતો. 10 વર્ષીય યુએસ બોન્ડ યીલ્ડ ઘટીને 4.65 ટકા રહ્યું હતું. તેમજ ડૉલર ઈન્ડેક્સ 101 ડૉલરથી ઘટી 99.48 ડૉલર રહ્યો હતો.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે મંગળવારે યુએસ કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ જાહેર થનાર છે, જેના પર બજારની નજર છે. જોબ માર્કેટના રીપોર્ટ પછી મોંઘવારીના આંકડા ખૂબ મહત્ત્વના રહેશે. ટેકનિકલી ગોલ્ડ સિલ્વર માર્કેટ સ્ટ્રોંગ છે. ટ્રેડિંગરેન્જ બ્રેક થઈ છે, અને રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કર્યું છે. હવે આગામી સપ્તાહે ગોલ્ડમાં 4150 પ્રથમ સપોર્ટ અને 4350 ડૉલર નજીકનું સપોર્ટ લેવલ છેે. ઉપરમાં હવે 4500 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. 4500 ડૉલર આસપાસ પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે. 4500 ડૉલર કૂદાવશે તો 4550 અને 4600 સુધી જઈ શકે છે. સિલ્વરમાં 62 ડૉલર એ સપોર્ટ લેવલ રહેશે. 67 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે.

આ પણ વાંચો….

Stock Market India: આગામી સપ્તાહે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે કે ઘટાડો?

You will also like

Leave a Comment