UPI Payment: ગભરાવાની જરૂર નથી… UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ આપવાનો નથી, સરકારે કરી સ્પષ્ટતા

by Gujarati biz news
UPI Payment
UPI Payment

Generated by AI

નવી દિલ્હી- UPI Payment યૂનિફાઈડ ઈન્ટરફેસ પેમેન્ટ્સ એટલે કે UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલવામાં આવશે અને યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર(MDR)નો મામલો કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે. સંસદમાં મોદી સરકાર તરફથી એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. તે પછી જનતામાં એક જ ચર્ચા છે કે હવે સરકાર યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ વસૂલશે. જે પછી વિપક્ષે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

2000 રૂપિયાથી વધુનું UPI Payment

આમ જનતામાં એવી ચર્ચા હતી કે રૂપિયા 2,000થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ આપવો પડશે. પણ સરકારે તમામ પ્રકારની સ્પષ્ટતા કરી દીધી છે.

લોકસભામાં બિલ પસાર

લોકસભામાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ એક્ટ 2007માં સંશોધન કરીને આ બિલને પસાર કરી દીધું છે. તેની સાથે જ સરકારે આ બિલ સાથે જોડાયેલી તમામ એ ટુ ઝેટ માહિતી આપીને તમામ સ્પષ્ટતા કરી દીધી છે. સરકારે કહ્યું છે કે એમડીઆર કેમ લાગુ કરવાની તૈયારી છે તેનાથી યુપીઆઈ યુઝર પર કેટલી અસર પડશે?

MDR શું છે?

સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આ એમડીઆર છે શું? એમડીઆરનું આખુ નામ મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ. આ એમડીઆર ચાર્જ છે, જે વેપારી ડિજિટલ ટ્રાન્ઝક્શન પુર્ણ કરવા માટે બેંકો અથવા પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઈડર્સને આપે છે. એટલે કે નામથી સ્પષ્ટ થાય છે કે મર્ચન્ટ એટલે વેપારી. આમ જનતાએ આ ચાર્જ પેમેન્ટ કરવાનો રહેતો જ નથી. આની સાથે સંકળાયેલા નવા બિલ દ્વારા સરકારે બેંકો અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને યુપીઆઈ અને અન્ય નોટિફાઈ ઈલેક્ટ્રોનિક્સ પેમેન્ટ મોડ દ્વારા કરાયેલ ચુકવણી પર ચાર્જ લગાવવાની મજૂરી આપવા માટે અધિકૃત કરે છે.

સરકારની સ્પષ્ટતા

લોકસભા દ્વારા મોદી સરકારે રજૂ કરેલ આ બિલને પાસ કર્યા પછી સરકારે કહ્યું છે કે(UPI Payment) યુપીઆઈના માધ્યમથી ચુકવણી કરવા પર ઉપયોગ કરનારે કોઈપણ લેવડદેવડ પર ચાર્જ આપવાનો નથી. પરંતુ આ એમડીઆર ભવિષ્યમાં મર્યાદિત સંખ્યામાં વેપારી લેવડદેવડ માટે શરૂ કરાઈ શકે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો નાણામંત્રાલય તરફથી સ્પષ્ટ કરાયું છે કે જો વ્યક્તિથી વ્યક્તિ યુપીઆઈ ટ્રાન્ઝક્શન પુરી રીતે ફ્રી રહેશે. તેની સાથે વેપારીઓ દ્વારા કરાયેલ મોટાભાગની લેવડદેવડ પર તેની કોઈ અસર થશે નહી.

એમડીઆર લાગુ થાય તો શું?

સરકારે કહ્યું છે કે જો એમડીઆર ચાર્જ લાગુ થાય તો ફક્ત એક નિશ્ચિત મર્યાદાથી વધુ સીમિત વેપારી લેવડદેવડ પર જ લાગુ થશે. આ ચાર્જ માત્ર નામ પુરતો હશે અને તે ડેબિટ- ક્રેડિટ કાર્ડ લેવડદેવડ પર લાગુ એમડીઆઈથી પણ ખૂબ ઓછો હશે. એટલે કે સરકારના કહેવા પ્રમાણે એમડીઆર મર્યાદિત આધાર પર હશે અને તમામ યુપીઆઈ લેવડદેવડ પર સમાનરૂપથી લાગુ નહી થાય. સરકારે વધુમાં કહ્યું છે કે યુપીઆઈ ટ્રાન્ઝક્શનની માત્રા ખૂબ ઝડપથી વધી રહી છે. પણ તેમાં સાયબર સુરક્ષા પ્રદાન કરવી અને બોગસ પેમેન્ટને રોકવું જોઈએ.

નાણાપ્રધાને આપ્યો વિશ્વાસ

સરકાર તરફથી સંસદમાં UPI Payment પર એમડીઆર ચાર્જને લઈને ચિત્ર સ્પષ્ટ કરતા પહેલા નાણાપ્રધાને કોંગ્રેસના તમામ આરોપો પર પલટવાર કરીને કહ્યું હતું કે “જો કોઈ મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ MDR લાગુ થાય છે તો ફક્ત અને ફક્ત વેપારીઓ પર લાગુ થશે. ગ્રાહકો પર નહી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે એનપીસીઆઈની અધ્યક્ષતાવાળી યુપીઆઈ અને સેવા સંચાલન સમિતીએ અત્યાર સુધી એમડીઆર પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.”

RBI ગવર્નરની વાત

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલહોત્રાએ સ્પષ્ટ કહ્યું હતું કે યુપીઆઈ પેમેન્ટ પર મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ એમડીઆર લગાવવાના મુદ્દા પર અત્યારે કોઈ જ ઉતાવળે કશું જ કરી શકાય નહી. પેમેન્ટની પ્રણાલી પર અત્યારે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.

સરકારે કહ્યું કે દાવાઓ જુઠ્ઠા છે

નાણા મંત્રાલયે UPI Payment એમડીઆરને લઈને જાહેર થયેલા તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. જેમાં કથિત તરીકે દાવો કરાયો છે કે સરકાર યુપીઆઈ પેમેન્ટ પર હવે ચાર્જ વસૂલ કરશે. આવી વાતો બહારના લોકો ફેલાવી રહ્યા છે. આવા દાવાને સરકારે બેબુનિયાદ અને જુઠ્ઠા ગણાવ્યા છે.

આ પણ વાંચો….

Gold Silver Market: સોનાચાંદીમાં જોરદાર ઉછાળો, આગામી સપ્તાહે આ તેજી કેટલી આગળ વધશે?

You will also like

Leave a Comment